Indian Idol 12: સવાઇ ભટ્ટ થયા શોની બહાર, દુ:ખી થઇ અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી નંદા, શેર કરી પોસ્ટ

સવાઇ ભટ્ટના એલિમિનેશનથી અમિતાભ બચ્ચનની નવ્યા થઇ નિરાશ, રડતા રડતા શેર કરી પોસ્ટ

ટીવીનો મશહૂર અને ચર્ચિત સિંગિંગ રિયાલિટી શો ઇન્ડિયન આઇડલ 12 દર્શકોનું ઘણુ મનોરંજન કરી રહ્યો છે, પરંતુ છેલ્લા કેટલાક એપિસોડે દર્શકોને જબરદસ્ત ઝટકો આપ્યો છે. ઇન્ડિયન આઇડલ 12ના સૌથી જબરદસ્ત કંટેસ્ટન્ટ સવાઇ ભટ્ટને છેલ્લા એપિસોડમાં શોથી બહાર કરી દેવામાં આવ્યો છે. તેમના એલિમિનેશનથી બધાને ઝાટકો લાગ્યો છે.

સવાઇ ભટ્ટના એલિમિનેશનથી માત્ર દર્શકો જ નહિ પરંતુ અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી નંદા પણ ઘણી શોકમાં છે. જેને કારણે નવ્યાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં રડવાની કેટલીક ઇમોજી પોસ્ટ કરી છે. તેની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઇ રહી છે.

અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા સવાઇના શોથી બહાર થવાથી  ઘણી દુખી છે. તે સવાઇની ઘણી મોટી ચાહક છે અને તે અવાર નવાર સોશિયલ મીડિયા પર તેમની પ્રશંસા કરતી જોવા મળી હતી.

નવ્યા નવેલી નંદાએ સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરી હતી તેમાં એક તસવીર શેર કરી લખ્યુ હતુ  કે, સવાઇ ભટ્ટ ગાતા રહે અને ચમકતા રહે.

ઇન્ડિયન આઇડલ 12ના લેટેસ્ટ વીકેંડ એપિસોડમાં સવાઇ ભટ્ટનું સફર ખત્મ થઇ ગયુ છે. ઓછા વોટોને કારણે તેમને શોથી બહાર થવુ પડ્યુ છે. આ વીકેંડમાં જે કંટેસ્ટન્ટ ડેન્જર ઝોનમાં હતા તેમાં નિહાર ટૌરો, મોહમ્મદ દાનિશ અને સવાઇ ભટ્ટ, તેમાંથી સવાઇ ભટ્ટને શોથી બહાર થવુ પડ્યુ. આ વચ્ચે પવનદીપ રાજનને સૌથી વધારે વોટ મળ્યા છે.

એક એન્ટરટેઇનમેન્ટ પોર્ટલ સાથેના ઇન્ટરવ્યુમાં સવાઇએ કહ્યુ હતુ કે, અમિતાભ બચ્ચન સરની નાતિન જેનું નામ છે નવ્યા, તેમનાથી આટલો પ્રેમ, સ્નેહ હાસિંલ કરવો એ મારા માટે સમ્માનની વાત છે. હું દર સપ્તાહે મારા પ્રદર્શન પ્રતિ તેમના સમર્થનથી ઉત્સાહિત છું.

તમને જણાવી દઇએ કે, નવ્યા નવેલી નંદા, શ્વેતા બચ્ચન નંદા અને નિખિલ નંદાની મોટી દીકરી છે. તેને એક નાનો ભાઇ અગસ્ત્ય નંદા છે. નવ્યાએ છેલ્લા વર્ષે જ ન્યુયોર્કના ફોર્ડહમ વિશ્વવિદ્યાલયથી ગ્રેજયુએશન કર્યુ છે. હવે તે એક આંટરપ્રેન્યોર છે.

Shah Jina