મનોરંજન

22 વર્ષની થઇ ગઈ અમિતાભ બચ્ચની પૌત્રી, ફિલ્મોમાં ના હોવા છતાંય મોટી મોટી હિરોઈનને ટક્કર આપે છે- જુઓ તસ્વીરો

બચ્ચન પરિવાર ફિલ્મોમાં જ નહિ પરંતુ અસલ જીવનમાં પણ પોતાની આગવી પ્રતિભા ધરાવે છે.

અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા નંદાએ પોતાનો 22મોં જન્મ દિવસ ઉજવ્યો હતો. ત્યારે આ પ્રસંગે મામા અભિષેક અને તેની માતા શ્વેતાએ તેને જન્મ દિવસની શુભકામનાઓ આપતી પોસ્ટ મૂકી હતી.

 

View this post on Instagram

 

A post shared by Navya Naveli Nanda (@naavyananda) on

અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા ફિલ્મી દુનિયાથી તો ઘણી જ દૂર છે છતાં પણ પોતાના દાદા અને મામા મામીના બોલીવુડમાં હોવાના કારણે તે પણ અવાર નવાર ચર્ચામાં આવતી હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Navya Naveli Nanda (@naavyananda) on

નવ્યાના મામા અભિષેકે તેના જન્મ દિવસ ઉપર પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર નવ્યા સાથેની એક સેલ્ફી પોસ્ટ કરી અને જન્મ દિવસની શુભકામનાઓ આપી હતી. જેમાં અભિષેકે લખ્યું હતું: “હેપી બર્થ ડે મારી નવ્યા, મામુ તને ખુબ જ પ્રેમ કરે છે.”

 

View this post on Instagram

 

A post shared by Abhishek Bachchan (@bachchan) on

નવ્યાની માતા શ્વેતાએ પણ પોતાની દીકરીનો એક સુંદર ફોટો ઇન્સ્ટાગ્રામ ઉપર પોસ્ટ કરતા લખ્યું હતું કે: “હેપ્પી બર્થ ડે Nablooz, તું જેના પણ જીવનમાં પ્રવેશ કરે છે તેના જીવનને રોશનીથી ભરી દે છે, ખાસ કરીને તે મારા જીવનમાં ખુબ જ અજવાળું પાથર્યું છે.’

 

View this post on Instagram

 

A post shared by S (@shwetabachchan) on

નવ્યાને ફિલ્મી દુનિયા સાથે કોઈ લેવા દેવા નથી, હાલમાં તે ન્યુ યોર્કની અંદર પોતાનો અભ્યાસ કરી રહી છે. પરંતુ ત્યાં રહીને પણ નવ્યા પોતાના રોજિંદા જીવનના ફોટા સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતી રહે છે જેના કારણે તેના પણ ઘણા જ ચાહકો છે , તે ભલે કોઈ સેલિબ્રિટી નથી પરંતુ તેના ચાહકોની સંખ્યા કોઈ સેલિબ્રિટીથી ઓછી પણ નથી.

હાલના દિવસોમાં મોટાભાગે બૉલીવુડ સ્ટાર્સ વેકેશનની મોજ માણવાના મૂડમાં છે. મોટાભાગે બોલીવુડના કલાકારો કે પછી તેઓના બાળકોની વેકેશનની તસ્વીરો જોવા મળી જ જાય છે.

એવામાં હાલમાં જ ઐશ્વર્યા રાઈ, અભિષેક બચ્ચન અને દીકરી આરાધ્યા સાથે ન્યુયોર્ક વેકેશનની મજા માણવા માટે પહોંચ્યા હતા.

ત્રણેની તસ્વીર સોશિયલ મીડિયા પર ખુબ વાઇરલ થઇ રહી છે. તસ્વીરને નવ્યા નવેલીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યા છે.

અમિતાબજીની ભાણકી નવ્યા નવેલી નંદા સોશીયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે.નવ્યા મોટાભાગે પોતાના ફૈન્સની સાથે સ્ટનિંગ તસ્વીરો અને વિડીયો શેર કરતી રહે છે.

હાલમાં જ નવ્યા પોતાના પરિવારની સાથે સમય વિતાવતી પણ જોવા મળી જાય છે. પોતાના પરિવાર સાથેની નવ્યાની તસ્વીર સોશિયલ મીડિયા પર ખુબ ઝડપથી વાઇરલ થઇ રહી છે.

જણાવી દઈએ કે હાલના સમયમાં નવ્યા ન્યુયોર્કમાં પોતાનો અભ્યાસ પૂરો કરી રહી છે.તે દરમિયાન જ અભિષેક-ઐશ્વર્યાએ તેની મુલાકાત લીધી હતી, આ તસ્વીરો પણ તે જ સમયની છે.

નવ્યા તસ્વીરમાં મામા અભિષેક, મામી ઐશ્વર્યા અને કઝીન આરાધ્યાની સાથે દેખાઈ રહી છે તથા અન્ય સદસ્યો પણ દેખાઈ રહ્યા છે.આ તસ્વીર ડિનર પાર્ટી પછીની છે.નવ્યાએ તસ્વીરને શેર કરતા લખ્યું કે,”‘#famjam spam this with likes’.

અમુક સમય પહેલા જ નવ્યા નવેલીનો એક વીડિયો પણ ખુબ જ ચર્ચામાં આવ્યો હતો. વીડિયોમાં નવ્યા ન્યુયોર્કના રસ્તાઓ પર વ્યાયામ કરી રહેલી નજરમાં આવી હતી.

વીડિયોને ફૈન્સ દ્વારા ખુબ પસંદ કરવામાં આવ્યો હતો.એક રીતે નવ્યા નવેલી ઋષિ કપૂર અને નીતુ કપૂરની પૌત્રી પણ થાય છે.ન્યુયોર્કમાં ઋષિ કપૂરના કેન્સરના ઇલાજના સમયે નવ્યા તેને મળવા માટે પણ પહોંચી હતી.

અમુક દિવસો પહેલા નવ્યાએ પોતાના ભાઈ અગસ્ત્ય સાથેની તસ્વીર પણ શેર કરી હતી.

જણાવી દઈએ કે હાલના સમયમાં નવ્યા ન્યોયૉર્કની ફોરડમ યુનિવર્સીટીમાં અભ્યાસ કરી રહી છે. નવ્યા જે રીતે રસ્તાઓ પર વ્યાયામ કરી રહી છે તેને જોઈને લોકો ખુબ હેરાન રહી ગયા છે. નવ્યાએ વિડીયો શેર કરતા લખ્યું કે,”#outdoorworkout”.

અમુક મહિનાઓ પહેલા પણ નવ્યાનો આવો જ એક વિડીયો સામે આવ્યો હતો જેમાં તે ન્યુયોર્કમાં આવી જ રીતે વ્યાયામ કરી રહી હતી, જેમાં તેણે ગ્રીન ટોપ અને ગ્રે ટ્રેક પહેરી રાખ્યું હતું. આ વીડિયોને પણ ફેન્સ દ્વારા ખુબ પસંદ કરવામાં આવ્યો હતો.