મનોરંજન

અમિતાભ બચ્ચનની પૌત્રી નાવ્યાએ એવું કામ કર્યું, જેને જણાવતા પણ લોકો શરમાય છે

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ મેન્ટલ હેલ્થને લઈને ઘણા બધા લોકો આગળ આવ્યા છે. અને ઘણા લોકોએ સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા  ઘણી ચર્ચાઓ પણ કરી છે. છતાં પણ હજુ ઘણા લોકો એવા છે જે એના વિશે ખુલીને વાત કરતા શરમાય છે. પરંતુ હાલમાં અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા નવેલી નંદાએ આ વિશે ખુલીને ચર્ચા કરી છે.

Image Source

નવ્યા નવેલી નંદાએ હાલમાં જ માનસિક તાણનો શિકાર થવાની વાત કબુલી છે અને તેની દવા શોધવા વિશે પણ ખુલાસો કર્યો છે. એક સ્વાસ્થ્ય સંગઠન સાથે વાત કરવા દરમિયાન નવ્યાએ કથિત રીતે કહ્યું કે પહેલા તે ચિકિત્સા વિશે વાત કરવામાં સહજ નહોતી અનુભવી રહી. તેના માટે આ બધું જ  નવું હતું. અને આના વિશે વાત કરતા પહેલા તે પોતે આ અનુભવવા માંગતી હતી.

Image Source

નવ્યાએ એન્ઝાયટી અને થેરીપી વિશે જણાવ્યું હતું કે: “આ વસ્તુઓ મારા માટે એકદમ  નવી હતી. હું તેના વિશે વાત કરતા પહેલા તેને અનુભવવા માંગતી હતી. સ્પષ્ટ છે કે મારા પરિવારને આના વિશે ખબર હતી. પરંતુ મારા મિત્રોને નહીં. હું ઘણીવાર એ અનુભવતી હતી કે હવે આનાથી વધારે ખરાબ કઈ ના હોઈ શકે. પરંતુ મને ખબર છે કે એ અનુભવ હું કેમ કરું છું. મને લાગ્યું ઠીક છે. વસ્તુઓને બદલવી જરૂરી છે. મારે આના ઉપર વાત કરવી  જરૂરી છે. હવે હું અઠવાડિયામાં એકવાર આ રૂટિન ઉપર છું અને બધી વસ્તુઓ કંટ્રોલમાં છે. મને ખબર છે કઈ વસ્તુ મને વારંવાર હેરાન કરે છે.”

 

View this post on Instagram

 

A post shared by Aara Health (@aarahealth) on

નવ્યાએ આ વિશે ખુલીને વાત કરી હતી. આ વાત કરતા હજુ ઘણા લોકો શરમાય છે ત્યારે અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યાએ ખુલીને પોતાની માનસિક તાણ વિશે સ્વીકાર્યું છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.