ફિલ્મની કહાનીને પણ ટક્કર આપે તેવો કિસ્સો ! પત્નીના આડાસંબંધની જાણ થતા જ પતિએ કર્યુ એવું કે જાણી હ્રદય કંપી ઉઠશે…

રાજયભરમાંથી ઘણા હત્યાના બનાવો સામે આવતા હોય છે. કેટલાક બનાવો તો ચકચાર જગાવી મૂકે એવા પણ હોય છે. ત્યારે હાલ ગુજરાતમાંથી પણ એક ચકચારી હત્યાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં 2 સપ્ટેમ્બરના રોજ એક મહિલાની લાશ પ્લાસ્ટિકના પીપળામાં સેલોટેપથી પેક કરેલી હાલતમાં મળી હતી. ત્યારે પોલિસે 2 મહિનાની તપાસને અંતે 2 મિત્ર અને તેના પતિની ધરપકડ કરી છે. મહિલાના પતિને તેના આડાસંબંધની જાણ થઇ હતી અને ગુસ્સે ભરાયેલા પતિએ અડધી રાત્રે પત્નીને ચપ્પાના ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી. એટલું જ નહિ પરંતુ તેણે તે બાદ લાશને પ્લાસ્ટિકના પીપળામાં સેલોટેપથી પેક કરી ઘરમાં 5 દિવસ સુુધી રાખી હતી.

આ ઘટના નવસારીની છે. નવસારીના ચીખલી તાલુકાના થાલા ગામની હદમાં 2 મહીના પહેલા આ ઘટના ઘટી હતી અને પોલિસે 2 મહીનાના શોધખોળના અંતે આરોપીને ઝડપી પાડ્યા હતા. વલસાડના કપરાડામાં રહેતા ઇન્દ્રજીત તેની પત્ની અર્ચના દેેવીને કથિત રીતે તેના પ્રેમી સાથે જોઇ ગયો હતો. અને ત્યારથી જ તેના માથા પર પત્નીને મારવાનું ભૂત સવાર હતુ. 28 ઓગસ્ટના રોજ રાત્રે જયારે ચાર દીકરીઓ સૂતી હતી ત્યારે તેણે પત્નીના માથાના ભાગે પાઇપનો ઘા માર્યો હતો અને ગળાના ભાગે ચપ્પાના ઘા ઝીંકી હત્યા કરી દીધી હતી.

રાકેશ પટેલ નામનો વ્યક્તિ 10 વર્ષથી મિત્રતા હોવાને કારણે કપરાડામાં ડ્રાઇવિંગનો વ્યવસાય કરે છે અને તે ઇકો કાર લઇને વ્યારા સ્ટેશન સુધી મૂકી યુુપીના મિર્ઝાપુર જવાનુ કહી 4 બાળકો અને એક અન્ય મિત્ર વલ્લભ માઢા સાથે આરોપી પતિ વ્યારા રેલવે સ્ટેશન જવા રવાના થયા હતા ત્યારે આલીપોર અભેટા રોડ પર મહિલાાની લાશની ગંધ આવી ગઇ અને પીપ ખુલી જતા 2 મિત્ર અને આરોપી પતિ લાશને કચરાના ઢગલા પાસે મૂકી યુપી જવા રવાના થયા હતા.

આ કેસની તપાસ LCBને સોંપાતા ટેક્નિકલ સર્વેલન્સ અને CCTVની મદદથી શંકાસ્પદ કાર પર ફોક્સ કર્યુ અને તે બાદ આરોપીને પકડવા એક ટીમ યુપી મિર્ઝાપુર રવાના થઇ હતી. આરોપી પતિની વારાણસીથી ધરપકડ કરવામાં આવી હતી. શંકાસ્પડ ઇકો કાર પર ફોકસ કરતા ડ્રાઇવર રાકેશ પટેલ અને વલ્લભ પટેલની કડકાઇથી પૂછપરછ કરવામાં આવી હતી અને તે બાદ સમગ્ર હત્યાનો ભેદ ઉકેલાયો હતો.

Shah Jina