નવસારીમાં પ્રેમપ્રકરણમાં વિખાયો આખો પરિવાર, બે દીકરીની હત્યા કર્યા બાદ પતિ-પત્નીએ પોતે પણ કરી લીધો આપઘાત

બાપ રે, ગજબનો કિસ્સો: બે સંતાનોને ગળે ટુંકો આપીને માં-બાપ ગળા ફાંસો ખાઈ લીધો, બસ એક જ કારણ હતું કે….

ગુજરાતમાંથી અવાર નવાર આપઘાતના મામલા સામે આવે છે, જેમાંના કેટલાક પ્રેમ સંબંધ, અવૈદ્ય સંબંધ, આર્થિક તંગી, શારીરિક-માનસિક શોષણ-તણાવ સહિત અનેક કારણોસર હોય છે. કેટલીકવાર સામૂહિક આપઘાતના પણ કિસ્સા સામે આવે છે અને હાલમાં પણ આવો જ એક કિસ્સો નવસારીમાંથી સામે આવ્યો છે. વાંસદા તાલુકાના રવાણિયા ગામે એક દંપતીએ પહેલા તેમના બે બાળકોની હત્યા કરી અને પછી પોતે ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી. હાલ તો આ હત્યા પાછળનું કારણ પ્રેમ પ્રકરણ સામે આવ્યું છે.

ત્યારે એક જ પરિવારના ચાર સભ્યોના મોતથી આખા ગામમાં શોક છવાઇ ગયો છે. નવસારીના વાંસદાના રવાણીયા ગામના બોરી ફળિયામાં રહેતા ચુંનીલાલના લગ્ન નવ વર્ષ પહેલા તનુજાબેન સાથે થયા હતા અને આ લગ્ન જીવનથી દંપતિને બે દીકરીઓ પણ હતી. ચુનીલાલ યુનિબેઝ કંપની દમણ ખાતે નોકરી કરતો અને આ દરમિયાન તેની સાથે કામ કરતી એક યુવતી સાથે તેને પ્રેમ સંબંધ બંધાયો હતો અને તેની સાથે ઘર સંસાર માંડવાનો હોવાની ચુનીલાલે ઘરે વાત કરી હતી.

ત્યારે 10 માર્ચના રોજ જ્યારે ચુનિલાલ યુવતીને ઘરે લઈ આવ્યો ત્યારે તેણે ક્હ્યુ કે તે આને બીજી પત્ની તરીકે રાખવાનો છે. ત્યારે ચુનીલાલના પિતાએ કહ્યુ કે, બે દિવસ પછી વાતચીત કરી નક્કી કરીશું. આ બાબતે યુવતિના બાપુજી સાથે વાતચીત કરી પણ તેઓ ઘરે નહોતા આવ્યા. જેથી ચુનીલાલ બેન અને બનેવીને યુવતિના ઘરે જવા વાંસદા ખાતે મુકી આવ્યો. ત્યારે ચુનીલાલને યુવતિ સાથે પ્રેમસંબંધ હોવાથી અને તેને બીજી પત્ની તરીકે લાવવાનો હોવાથી પતિ-પત્ની વચ્ચે મનદુઃખ ચાલતું હતું,

થોડા સમય પહેલા દંપતી સાપુતારા ફરવા ગયું અને ત્યાંથી પરત આવી ગઇકાલે તેઓ સાંજે વાંસદા ગયા. ત્યાં તેઓએ પહેલા બાળકોને મારવાનો અને પછી આત્મહત્યા કરવાનો પ્લાન બનાવ્યો અને પછી મોડી રાતે તેઓ પાછા ફર્યા. ચુનીલાલના પ્રેમસબંધના કારણે ચુનીલાલ અને તેની પત્ની તનુજાએ પહેલા તો તેમની બંને દીકરીઓને ગળે ટુંપો દઈ મારી નાખી અને પછી તે બંનેએ પોતપોતાની મેળે નાયલોન દોરડાથી ઘરની પેજારીના ભાગે લાકડાના ડાંડા પર દોરડુ બાંધી ગળે ફાંસો ખાઇ લીધો. હાલ તો આ મામલે પોલિસે તપાસ હાથ ધરી છે.

Shah Jina