શિક્ષિકાના ઢોર માર બાદ આઘાત આવી ગઈ વિદ્યાર્થીની, ઘરે આવી ગળે ટુંપો ખાઈને કરી લીધો આપઘાત, ગામ લોકોએ પ્રિન્સિપાલને ચખાડ્યો મેથીપાક

નવસારીમાં 12 મુ ભણતી દ્રષ્ટિને સતત બે દિવસ પીઠ પર સોળ પડી જાય એ રીતે આચાર્યએ માર માર્યો, ઘરે આવીને કરી આત્મહત્યા, જાણો સમગ્ર મામલો

ગુજરાતમાં આપઘાતની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે, ખાસ કરીને નાની ઉંમરના બાળકો અને યુવાનો કોઈ નાની એવી વાતમાં લાગી આવતા આપઘાત કરી લેતા હોય છે, તો ઘણીવાર પરીક્ષામાં નાપાસ થવાના ડરથી કે શિક્ષકોના ત્રાસથી પણ ઘણા લોકો આપઘાત કરી લેતા હોય છે, ત્યારે હાલ આવી જ એક ઘટના નવસારીથી સામે આવી છે, જ્યાં શિક્ષકના મારના કારણે એક 12માં ધોરણમાં ભણતી વિદ્યાર્થીની આપઘાત કરીને જીવન ટૂંકાવી લીધું હતું.

આ બાબતે મળી રહેલી વધુ માહતી અનુસાર નવસારીના ચીખલીમાં આવેલા મલવાડ ગામની એક શાળાની વિદ્યાર્થીનીએ આપઘાત કરી લેતા આ સમગ્ર મામલો ગરમાયો હતો. જેના બાદ રોષે ભરાયેલા વિદ્યાર્થીનીના વાલી અને ગ્રામજનોએ શાળામાં મોટો હોબાળો મચાવ્યો હતો અને શિક્ષિકા ઉપર ગંભીર આરોપો પણ મુક્યા હતા, આ ઉપરાંત ગ્રામજનોએ શાળા બંધ કરવાની પણ માંગ કરી હતી.

ધોરણ 12માં અભ્યાસ કરતી દૃષ્ટિ પટેલના વાલીઓએ શાળાની શિક્ષિકા ઉપર ગંભીર આરોપ લગાવતા જણાવ્યું હતું કે દૃષ્ટિની નોટબુક ઘરે રહી જવાના કારણે શિક્ષિકાએ તેને માર માર્યો હતો. જેના કારણે લાગી આવતા દૃષ્ટિએ ઘરે આવીને ગળે ટુંપો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. આ ઘટના બાદ દૃષ્ટિના વાલી અને ગ્રામજનો વહેલી સવારે જ શાળામાં પહોંચ્યા હતા અને હોબાળો મચાવીને શિક્ષિકાના પતિને મેથીપાક ચખાડ્યો હતો.

આ ઘટના બાદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને પ્રિન્સિપાલ શિક્ષકા અને તેમના પતિને બચાવી તેમની અટક કરી પુછપરછ માટે પોલીસ સ્ટેશન લઇ આવ્યા હતા. આ મામલે હવે ચીખલી પોલીસ તપાસ કરી રહી છે. દૃષ્ટિની માતાનો આરોપ છે કે દૃષ્ટિને બે દિવસથી માર મારવામાં આવી રહ્યો હતો. તેની પીઠ ઉપર પણ સોળના નિશાન ઉપસી આવ્યા હતા. જેનાથી લાગી આવતા તેને આપઘાત કર્યો છે. દૃષ્ટિની માતા હવે દીકરીના મોત બાદ ન્યાય માટે ગુહાર લગાવી રહી છે.

Niraj Patel