નવસારી : તળાવમાં ન્હાવા પડેલા મામા-ભાણીના મોત, 2 કલાકના અંતરાલમાં જ કુટુંબના 2 સભ્યોના આકસ્મિક મોતથી છવાયો માતમ

હે ભગવાન: તળાવમાં નાહવા પડેલા મામા ઊંડા પાણીમાં ડૂબી ગયા, મામા-ભાણીનાં મોત, પરિવાર રડી રડીને અડધો, જુઓ તસવીરો

ગુજરાતમાંથી અવાર નવાર અકસ્માતે મોતના કિસ્સા સામે આવે છે, ત્યારે હાલમાં નવસારીમાંથી ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું…આવી ઘટના સામે આવી. ચીખલી તાલુકામાં ગઈકાલે બનેલી આ દુઃખદ ઘટનામાં કુંટુંબના બે સભ્યોના મોત થયા હતા અને એ પણ માત્ર બેથી અઢી કલાકના અંતરાલમાં જ… તળાવમાં નાહવા પડેલા મામા ઊંડા પાણીમાં ડૂબી ગયા તો રમતાં-રમતાં ગળે પટ્ટો ફસાઈ જતાં ભાણીનું પણ મોત થયુ.

ત્યારે હાલ તો ઘટના બાદથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે. આ ઘટના ચીખલી નજીકના સમરોલી ગામની છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, સમરોલી ગામમાં પહાડ ફળિયામાં રહેતા 21 વર્ષીય યોગેશભાઈ કુકણા ગામના મોટા તળાવમાં બપોરના સમયે નાહવા માટે ગયા હતા અને આ દરમિયાન તળાવના ઊંડા પાણીમાં ગરકાવ થઇ જતા આ ઘટનાની જાણ બીલીમોરાના તરવૈયાને કરાઈ હતી. જો કે, તેમણે તળાવ પર આવી ઊંડા પાણીમાં શોધખોળ કરી તો યોગેશભાઇની લાશ હાથ લાગી.

ત્યાર બાદ આ અંગેની જાણ મૃતકના કાકાએ પોલીસને કરતા પોલિસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. જો કે, આ વચ્ચે સમરોલી વાડી ફળિયામાં રહેતા રાકેશ સોલંકીની 9 વર્ષીય પુત્રી નિશા કે જે સમરોલી પ્રાથમિક શાળામાં ધોરણ-4માં અભ્યાસ કરે છે, તે બપોરના સમયે ઘરે આવી ફળિયાની બેથી ત્રણ છોકરી સાથે કેસરી કલરનો પટ્ટો પહેરી રમી રહી હતી અને આ પછી ઘરે આવી.

જો કે આ પટ્ટો ગળાના ભાગે આંટો થઈ ગાંઠ લાગી જતાં તેનો શ્વાસ રૂંધાયો હતો અને તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. પરંતુ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરતા પરિવારમાં હાહાકાર મચી ગયો હતો. મૃતક 21 વર્ષીય યોગેશભાઇ અને 9 વર્ષીય દીકરી મામા-ભાણી થતાં હોવાનું સામે આવ્યુ છે. ત્યારે બે કલાકના જ અંતરાલમાં મામા-ભાણીના મોત બાદ પરિવાર સહિત ગામમાં શોકનો માહોલ છવાયો છે.

Shah Jina