નવસારીમાં પત્નીને પતિ સાથે બેવફાઈ કરવી પડી ગઈ ભારે, પત્નીની સામે જ પ્રેમીની એવી હાલત કરી જોઈને કમકમીયા વછૂટી જશે

આજકાલ સોશિયલ મીડિયાનો પ્રચાર પ્રસાર વધ્યો છે અને ઘણા લોકો પોતાની એકલતા દૂર કરવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ પણ કરતા હોય છે, જેમાં ઘણા લોકો એકબીજા સાથે સંબંધોમાં પણ બાંધતા હોય છે, ઘણીવાર ઘણા પરણિત લોકો પણ સોશિયલ મીડિયા દ્વારા અતરંગી સંબંધોમાં બંધાઈ જતા હોય છે, પરંતુ જયારે આવા સંબંધોના ખુલાસા થયા છે ત્યારે તેનું પરિણામ ખુબ જ ભયાનક આવે છે.

હાલ એવો જ એક મામલો નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના પાલગભણ ગામમાંથી સામે આવ્યો છે, જ્યાં પતિ સાથે પત્નીને બેવફાઈ કરવી ખુબ જ ભારે પડી ગાઈ. પતિથી પત્નીની બેવફાઈ સહન ના થવાના કારણે પત્નીના પ્રેમીને એવી સજા આપી કે જાણીને તમારા રૂંવાડા પણ ઉભા થઇ જશે.

પ્રાપ્ત માહિતી અનુસાર પતિએ તેની પત્નીને તેના પ્રેમી સાથે કઢંગી હાલતમાં ઝડપી પાડી હતી. જેના બાદ પ્રેમીના બધા જ કપડાં કાઢી અને તેને થાંભલા સાથે બાંધી દેવામાં આવ્યો હતો. આ ઉપરાંત પતિએ તેની પત્ની ઉપર પણ ગાળોનો વરસાદ કરી દીધો હતો.જેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

આ બાબતે મળી રહેલી વધુ માહિતી અનુસાર પતિ જયારે તેના કામથી બહાર જતો હતો ત્યારે પત્ની તેના પ્રેમીને બોલાવીને તેની સાથે રંગરેલિયો મનાવતી હતી, આ વાતની શંકા પતિને જતા તેને વૉચ રાખી હતી અને પત્નીને પ્રેમી સાથે જ કઢંગી હાલતમાં રંગેહાથ ઝડપી પાડી હતી, જેના બાદ પ્રેમીના બધા જ કપડાં કાઢીને થાંભલા સાથે બાંધી દેવામાં આવ્યો હતો.

મહિલાના પતિએ તેના પરિવારજનોની હાજરીમાં તેનો વીડિયો પણ બનાવ્યો હતો અને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો હતો. વીડિયો વાયરલ થતા જ ચકચારી મચી જવા પામી હતી. મીડિયા રિપોર્ટ અનુસાર આ મામલામાં કોઈ પોલીસ ફરિયાદ થઇ નથી, જયારે આ વીડિયો એક અઠવાડીયા પહેલાનો હોવાની માહિતી મળી છે.

Niraj Patel