વડોદરા : ટ્રેનમાં આપઘાત કરનાર યુવતિની ડાયરીએ ખોલ્યા મોટા મોટા રહસ્યો, તેની સાથે જે થયુ તે જાણી ખરેખર હૈયુ કંપી ઉઠશે

ગુજરાતમાંથી ઘણીવાર આપઘાત અને મહિલા પર અત્યાચારના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. તેમાં હાલ એક યુવતિ દ્વારા આપઘાતનો કિસ્સો ખૂબ જ ચર્ચામાં છે. એક યુવતિએ વલસાડમાં ગુજરાત ક્વિન એક્સપ્રેસના ડબ્બામાં ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો અને હવે આ કેસમાં ખૂબ જ ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. આ કેસમાં નવો વળાંક સામે આવ્યો છે, જે સાંભળી ખરેખર તમારા રુંવાડા ઊભા થઇ જશે. પોલિસ દ્વારા આ કેસની ખૂબ જ બારીકાઇથી તપાસ કરવામાં આવી રહી છે, ત્યારે આપઘાત કરનારી યુવતિ અગાઉ સુરત રેલવે સ્ટેશન પર સ્પોટ થઇ હોવાનું CCTV ફુટેજમાં સામે આવ્યુ છે.

આ યુવતિ એક પિંક કલરના થેલા સાથે જોવા મળી રહી છે અને તેનો કોઇ પીછો કરતુ હોય તેવી વાત ચાલી રહી છે. આ યુવતિ તેના ઘરેથી મરોલી જવાનું કહી નીકળી હતી અને તે બાદ તે સુરત કેવી રીતે પહોંચી તે તમામ બાબતે તપાસ હાલ ચાલી રહી છે. પોલિસે આ મામલે અલગ અલગ ટીમો બનાવી છે અને અલગ અલગ વિસ્તારના CCTV ફુટેજ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે. આ યુવતિનો બળાત્કાર થયો હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ યુવતિની એક ડાયરી મળી છે. જેમાં તેણે ઘણા ઘટસ્ફોટ કર્યા છે.યુવતિને રોજ ડાયરી લખવાની ટેવ હતી અને તેણે અનેક અંગત વાતો આ ડાયરીમા લખેલી છે.

મીડિયા રીપોર્ટ્સ અનુસાર, તેણે જણાવ્યુ છે કે, તે રાત્રે બે યુવકો હતા, જે મવાલી જેવા લાગતા હતા અને તેમના શરીરમાંથી સારી સુગંધ પણ આવતી હતી. તેમની ઉંમર આશરે 20-21 વર્ષની હતી અને તેઓ હિન્દીમાં વાત કરતા હતા. યુવતિએ આ ડાયરીમાં તેની સાથે થયેલ દુષ્કર્મની આખી ઘટના વર્ણવી છે. તેણે લખ્યું, તે સાયકલ લેવા ચકલી સર્કલ ગઇ પરંતુ ત્યાં ભીડ હતી એટલે સાયકલ લઇને તે જગદીશવાળી ગલીથી ફરીને જઇ રહી હતી. ત્યારે અચાનક પાછળથી કોઇએ તેની સાયકલને જોરથી ધક્કો માર્યો અને તે દિવાલ સાથે ભટકાઇ નીચે પડી ગઇ. તેવામાં બે લોકોએ તેની આંખ બાંધી દીધી અને માથામાં જોરથી મારતા તે અર્ધ બેભાન થઇ ગઇ હતી. તે બાદ બે લોકો તેને આંખો પર દુપટ્ટો બાંધી અંદર ખેંચી ગયા હતા.

યુવતિએ તેની દર્દનાક કહાની વર્ણવતા કહ્યુ કે, હું જયારે ભાનમાં આવી ત્યારે મેં ચીસો પાડી તો એકે દુપટ્ટાથી મારું ગળુ દબાવી જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો મારા પગમાં મકચોડ આવ્યો હોવાથી પાટો બાંધેલો હતો, જે પાટો ઝપાઝપીમાં ખુલી ગયો અને તેનાથી મારા બંને હાથ બાંધી દીધા હતા. મારા બચાવ માટે મેં બંનેને લાતો મારી, તે સમયે એકે મારા પગ પકડી રાખ્યા. મારા કપડાં ફાડી નાખી ખરાબ કૃત્ય કર્યું.

યુવતિ કહે છે કે આ ઘટના વિશે મારે કોઇકને કંઇ કહેવુ હતુ અને રડી મનને થોડુ હળવુ કરવુ હતુ. મારી ફ્રેન્ડ પણ રૂમની લાઇટો બંધ કરી દરવાજો બંધ કરી સૂઇ ગઇ, પરંતુ મને ઊંઘ ન આવી.આ યુવતિ કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી અને તે પોતાના ઘરે લગભગ પાંચેક દિવસ પહેલા જ વડોદરાથી નવસારી આવી હતી. આ યુવતિ એક સામાજિક સંસ્થા સાથે જોડાયેલી હતી. આ યુવતિની દિવાળીના દિવસે મોડી રીત્રે વલસાડ રેલવે સ્ટેશન પર ગુજરાત ક્વીન ટ્રેનના ડી-12 ડબ્બામાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. યુવતિની લાશ મળી આવતા ઉચ્ચ અધિકારીઓનો કાફલો પણ દોડતો થયો હતો. આ યુવતિ પર વેક્સિન ગ્રાઉન્ડમાં સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યુ હતુ.

Shah Jina