નવસારીમાં આહીર પરિવારની દીકરીના 4 દિવસ બાદ જ લગ્ન હતા અને લાશ ઘરની પાછળથી મળી, મોબાઈલ પણ ફોર્મેટ

22 વર્ષની દીકરી રાત્રે રૂમમાં સૂવા ગઈ ને સવારે ઘર પાછળ તળાવમાંથી મૃતદેહ મળ્યો, 4 દિવસ પછી લગ્ન હતા- જાણો સમગ્ર મામલો

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હત્યા અને આત્મહત્યાના ઘણા બધા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. કોઈ પ્રેમ પ્રસંગોમાં તો કોઈ આર્થિક તંગી કે પારિવારિક ઝઘડાના કારણે આપઘાત કરીને પોતાનું જીવન ટૂંકાવતા હોય છે. તો ઘણીવાર કોઈની આવા જ મામલાઓને લઈને હત્યા પણ કરી દેવામાં આવતી હોય છે. તો ઘણીવાર કેટલાક લોકોના મોતનું કારણ પણ રહસ્ય બની જતું હોય છે.

હાલ એક મામલો નવસારીના ચીખલીમાં આવેલા તલાવચોરા ગામમાંથી સામે આવ્યો છે. જેમાં એક દીકરીના લગ્ન આગામી 23 ફેબ્રુઆરીના રોજ હતા અને લગ્નના ચાર દિવસ પહેલા જ તેની લાશ તેના ઘરની પાછળ આવેલા તળાવમાંથી મળી આવતા પરિવાર માથે દુઃખોનું આભ તૂટી પડ્યું હતું. આ મામલે દીકરીના પિતાએ આપઘાત નહિ પરંતુ તેની સાથે કઈ અઘટિત થયું હોવાનું આશંકા વ્યક્ત કરી છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર તલાવચોરા ગામના રહેવાસી ધીરુભાઈ આહીરની 22 વર્ષીય દીકરી પ્રિયંકાના લગ્ન આગામી 23 ફેબ્રુઆરીના રોજ ધરમપુર તાલુકાના ભાંભા ગામના રહેવાસી યોગેશ સાથે નક્કી થયા હતા. પરિવારમાં લગ્ન હોવાના કારણે ખુશીઓનો મહિલા પણ હતો. પ્રિયંકાએ Bsc DMLTનો અભ્યાસ કર્યો હતો. પ્રિયંકા પણ યોગેશ સાથેના લગ્નને લઈને ખુશ હતી.

લગ્નના ચાર દિવસ બાકી હતા ત્યારે જ પ્રિયંકાએ તેના પરિવાર સાથે લગ્ન અંતર્ગત કેટલીક વાતો કરી અને રાત્રે બાર વાગ્યાની આસપાસ પોતાના રુમમાઝ સિવાય માટે ગઈ હતી. જેના બીજા દિવસે પ્રિયંકા તેના રૂમમાં ના દેખાતા પરિવાર ચિંતામાં મુકાયો હતો અને તેની શોધખોળ હાથ ધરી હતી. ગામની અંદર બધે જ શોધવા છતાં પ્રિયંકા ક્યાંય મળી નહોતી, ત્યારે ઘરની પાછળ જ રહેલા તળાવમાં જોયું ત્યારે પરિવારના હોંશ ઉડી ગયા હતા.

પ્રિયંકાનો મૃતદેહ પાણીમાં તરતો દેખાતો હતો, જેના બાદ પરિવાર પોલીસને જાણ કરતા ચીખલી પોલીસે ઘટના સ્થળે પહોંચી પ્રિયંકાની લાશને ચીખલી રેફરલ હોસ્પ્ટિળમાં પીએમ માટે મોકલી. આ મામલે પોલીસે તપાસ કરતા પ્રિયંકાના ભાઈએ તળાવ પાસેથી મળેલો પ્રિયંકાનો મોબાઈલ પોલીસને આપ્યો હતો. જે ફૉર્મટ કરેલ હતો. આ ઉપરાંત પ્રિયંકાના જમણા ખભા નજીક કોઈએ બચકું ભર્યું હોય તેમ દાંતના નિશાન પણ મળી આવ્યા હતા, પરિવારે કોઈ પર શંકા ના હોવાનું જણાવ્યું હતું. ત્યારે હવે પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

Niraj Patel