નવસારીમાં શરીર સંબંધ બાંધ્યા બાદ યુવતિના થયેલા મોત મામલે પોસ્ટમોર્ટમ રીપોર્ટ આવ્યો સામે, થયો ખુલાસો

23 સપ્ટેમ્બરના રોજ ચીખલીના નોગામા ગામનો 26 વર્ષીય યુવક તેની 23 વર્ષીય પ્રેમિકા સાથે નવસારીની એક હોટલમાં ગયો હતો, બંને વચ્ચે બે વર્ષ પહેલા સોશિયલ મીડિયા દ્વારા મિત્રતા થઈ હતી, જે પછીથી પ્રેમમાં પરિણમી હતી. હોટલમાં બંને વચ્ચે શારીરિક સંબંધ બંધાયો, અને આ સમયે યુવતીના ગુપ્તગમાંથી વધુ પ્રમાણમાં લોહી વહેવા લાગ્યું. આ પરિસ્થિતિમાં યુવકે યોગ્ય પગલાં લેવાને બદલે ઈન્ટરનેટ પર લોહી કેવી રીતે રોકવું એ અંગે વીડિયો જોયા.

યુવકે યુવતિને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાને બદલે મિત્રને ફોન કર્યો અને આ પ્રક્રિયામાં લગભગ બે કલાક વીતી ગયા, જેને કારણે યુવતીના શરીરમાંથી મોટા પ્રમાણમાં લોહી વહી ગયું. અંતે જ્યારે યુવતીને હોસ્પિટલ લઈ જવામાં આવી, ત્યારે ડોક્ટરે તેને મૃત જાહેર કરી. ત્યારે આ મામલે પીએમ રિપોર્ટ આવ્યા બાદ જલાલપોર પોલીસે પ્રેમી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે અને તેની ધરપકડ કરી છે. યુવકે યુવતિ સાથે બાંધેલા શરીર સંબંધને કારણે ભારે રક્તસ્ત્રાવ થયો હતો અને તેને પગલે યુવતિનું મોત થયું હતું.

23 સપ્ટેમ્બરે બપોરે 2 વાગ્યે ચીખલીના નોગામાનો રહેવાશી યુવક તેની પ્રેમિકા સાતે સુખ માણવા હેપી સ્ટે હોટલમાં ગયો હતો. જ્યાં સંબંધ બાંધતી વખતે યુવતીના પ્રાઈવેટ પાર્ટમાંથી હેવી બ્લીડિંગ થયું અને યુવતી આ દરમિયાન બેભાન થઈ ગઈ. જો કે તેનો જીવ બચાવી શકાયો હોત પરંતુ યુવકે 2 કલાક સુધી ગૂગલ પર સર્ચ કર્યુ કે લોહી બંધ કેવી રીતે કરવું. ત્યારે સમયસર સારવાર ન મળવાને કારણે યુવતીનું મોત થયું.

ફોરેન્સિક રિપોર્ટ અનુસાર, યુવાનનો પ્રાઈવેટ પાર્ટ મોટો હોવાને કારણે પેનિટ્રેશન દરમિયાન યુવતીના પ્રાઈવેટ પાર્ટમાંથી વધારે પડતું લોહી વહેવા લાગ્યું હતું. જો યુવક યુવતીને તાત્કાલિક હોસ્પિટલ લઇ ગયો હોત તો કદાચ યુવતીને બચાવી શકાઈ હોત પરંતુ તેણે આવું કરવાને બદલે 2 કલાક સુધી અલગ-અલગ ઉપાયો શોધવામાં સમય ગુમાવ્યો અને લોહીવધુ પડતુ વહી જવાને કારણે સારવાર મળે એ પહેલા જ તેનું મોત નીપજ્યું. આ મામલે પોલીસે પ્રેમી વિરુદ્ધ BNS 105 અને 238 મુજબ ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.

Shah Jina