નવરાત્રીના હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા. ઠેર ઠેર નવરાત્રીની તડામાર તૈયારીઓ શરૂ થઇ ગઈ. ગરબા આયોજકોથી લઈને ખેલૈયાઓ બધા જ નવરાત્રીની તૈયારીમાં લાગેલા છે.
નવરાત્રીમાં સ્ત્રી હોય કે પુરુષ. કેડિયું અને ચણિયાચોળી પહેરી નવરાત્રીના નવ દિવસ ગરબે ઘુમવા હંમેશા ઉત્સાહિત હોય છે. અને એમાં પણ ગુજરાતની નવરાત્રી તો ભાઈ ભાઈ!!!

અને આ ખેલૈયાઓ નવે નવ દિવસ અલગ અલગ કેડિયા અને ચણીયાચોળી પહેરીને રમતા હોય છે. પરંતુ આ નવરાત્રીના નવ દિવસમાં કયા દિવસે કયા રંગના વસ્ત્રો પહેરવા તે કદાચ બહુ ઓછા લોકોને ખબર હશે. ખરું ને? શું તમે જાણો છો? કે આ નવરાત્રીના નવ દિવસ માતાજીના અલગ અલગ સ્વરૂપોને સમર્પિત છે. આ નવ દિવસ અલગ અલગ રંગો પહેરવાનું પણ એક માહાત્મ્ય રહેલું છે.

ચાલો આજે તમને જણાવીએ આ નવરાત્રીના નવ દિવસોમાં કયા રંગના કપડાં પહેરીને ગરબે ઘુમવું જોઈએ.
- પહેલું નોરતું: (રંગ પીળો)
માતાજીના પહેલા નોરતાનો પહેલો દિવસ મા શૈલપુત્રી દેવીને સમર્પિત છે. આ દિવસે માતાજીના ગરબાની સ્થાપના કરવામાં આવે છે. જો આ દિવસે તમે પીળા રંગના વસ્ત્રો પહેરી ગરબા રમશો તો ઘણું જ શુભ ગણાય છે. પીળા રંગ સાથે નારંગી, લીલા કે ગુલાબી રંગનું કોમ્બિનેશન તમારા દેખાવને વધુ મનમોહક બનાવશે.

- બીજું નોરતું: (રંગ લીલો)
નવરાત્રીના બીજા દિવસે માતાજીના બ્રમ્હચારીણી સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. અને આ દિવસે લીલો રંગ પહેરવામાં આવે છે. કારણ કે લીલો રંગ પ્રકૃતિનું પ્રતીક માનવામાં આવે છે. અને આ દિવસે જો લીલો રંગ પહેરવામાં આવે તો તે શુભ માનવામાં આવે છે.

- ત્રીજું નોરતું: (રંગ ગ્રે)
ત્રીજું નોરતું મા ચંદ્રઘટા દેવીને સમર્પિત છે. આ દિવસે ગ્રે રંગ પહેરવો શુભ માનવામાં આવે છે. આ રંગ સાથે ડાર્ક રંગના અથવા તો ચમકીલા ભરાવદાર આભૂષણો પહેરીને એક આકર્ષક દેખાવ જન્માવી શકાય છે. - ચોથું નોરતું: (રંગ કેસરી)
માતાજીના ચોથા નોરતે મા દુર્ગાના કૂષ્માંડા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. અને આ દિવસે કેસરી રંગ પહેરવો અતિ શુભ ગણવામાં આવે છે. કારણ કે કેસરી રંગ શક્તિનું પ્રતીક માનવામાં આવે છે. વળી કેસરી રંગ કોઈપણ રંગની ત્વચા ઉપર શોભી ઉઠે છે. સફેદ અને ગ્રે જેવા રંગો સાથે કેસરી રંગ વધુ ઉઠાવ આપે છે. તો ચોથા નોરતે કરો શરૂઆત કેસરી રંગથી.

- પાંચમું નોરતું: (રંગ સફેદ)
પાંચમા નોરતે સ્કંદમાતાજીના સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. આ દિવસે સફેદ રંગ ફેરવો શુભ માનવામાં આવી છે. સફેદ રંગને શાંતિ અને શુદ્ધતાનું પ્રતીક માનવામાં આવે છે. અને સફેદ રંગ હંમેશા બધાને ગમતો હોય છે. વ્હાઈટ કે ઓફ વ્હાઈટ સાથે બ્લૂ, ઓરેંજ, લાલ જેવા રંગો ખૂબ ગ્રેસફૂલ લાગે છે. એની સાથે વેલવેટનો મેચ લૂકને રોયલ બનાવી શકે છે.

- છઠ્ઠું નોરતું: (રંગ લાલ)
છઠ્ઠા નોરતે કાત્યાયિની માતાજીની પૂજા કરવામાં આવે છે. આ નોરતાનો રંગ લાલ છે. લાલ રંગને શક્તિ અને ઉલ્લાસનું પ્રતીક માનવામાં આવે છે. આ રંગ ઉત્સવોને છે. અને લાલ રંગ સૌને ગમતો પણ હોય છે. નવરાત્રીના છઠ્ઠા દિવસે લાલ રંગ સાથે સફેદ, પીળો કે નારંગી રંગ પહેરી દાંડિયા કે ગરબા રમતા તમારી ચમક ધમક બતાવી શકો છો. - સાતમું નોરતું: (રંગ રોયલ બ્લ્યુ)
સાતમા નોરતે મા કાળરાત્રી સ્વરૂપની આરાધના કરવામાં આવે છે. આને આ દિવસે બ્લ્યુ રંગ પહેરવો શુભ મનાય છે. આજકાલ બ્લ્યુ રંગના વસ્ત્રો પહેરવા ખુબ જ ટ્રેંડમાં ચાલી રહ્યા છે. તો આ નવરાત્રીમાં પણ ટ્રાય કરો બ્લ્યુ. સાથે સફેદ અને ચમકીલા આભૂષણો દ્વારા તમારા મેચિંગને તમે પરફેક્ટ બનાવી શકો છો.

- આઠમું નોરતું: (રંગ ગુલાબી)
આઠમું નોરતું એટલે અષ્ટમી. આ દિવસે ઘણી જગ્યાએ હવન પણ કરવામાં આવે છે. આ દિવસે મહાગૌરી સ્વરૂપની વંદના કરવામાં આવે છે. અને આ નોરતાનો રંગ છે ગુલાબી. ગુલાબી રંગ મોટાભાગે સ્ત્રીઓને પ્રિય રંગ છે. ગુલાબી રંગની સાથે સિલ્વર કે ગોલ્ડન મેચ કરીને એક અલગ સ્ટાઇલ બનાવી શકો છો. - નવમું નોરતું: (રંગ જાંબલી)
માતાજીના નવમા અને છેલ્લા નોરતે સિદ્ધિદાત્રી માતાજીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે જાંબલી રંગ પહેરવો ખુબ જ શુભ છે. કારણ કે જાંબલી રંગ વૈભવનું પ્રતીક માનવામાં આવે છે. આ રંગ તમને ગરબાની ભીડમાં પણ તમને તારવી શકે છે. તમે જોનારની આંખોનું કેન્દ્રબિંદુ પણ બની શકો છો.

તો હતી નવરાત્રીના નવ દિવસોમાં પહેરવાના અલગ અલગ રંગ વિશેની અને નવ નોરતામાં કયા દિવસે કયા માતાજીની પૂજા કરવામાં આવે છે તેની માહિતી. તો થઇ જાવ તૈયાર હવે ગરબે ઘુમવા માટે, નવ દિવસના નવ રંગો સાથે આવી રહી છે નવલી નવરંગી નવરાત્રી…..
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.