ખબર

માતાજીનું સાતમું સ્વરૂપ એટલે-મા કાલરાત્રિ, પૂજા અર્ચના કરવાથી થશે દુઃખ દૂર

નવરાત્રીના અલગ -અલગ દિવસે અલગ-અલગ માતાજીની આરાધના કરવામાં આવે છે.નવરાત્રીના સાતમાં દિવસે કાલરાત્રિ માતાજીની પૂજા-અર્ચના કરવામાં આવે છે. માતાજીનું આ સ્વરૂપ ઘણું વિકરાળ અને ભયાનક છે. પરંતુ ફળદાયીક છે. માં કાલિને શુભ માનવામાં આવે છે. માં કાલીથી દાનવ, દૈત્ય, રાક્ષસ, ભૂત, પ્રેત દૂર ભાગે છે. માં કાલીથી ગ્રહ-બાધાઓને દૂર કરે છે. આમના ઉપાસકોને અગ્નિ-ભય, જળ-ભય, જંતુ-ભય, રાત્રિ-ભય વગેરે ક્યારેય નથી હોતા. આમની કૃપાથી તે હંમેશા ભયમુક્ત થઈ જાય છે.

Image Source

માં કાલરાત્રિનું સ્વરૂપ જોવામાં અત્યંત ભયાનક છે. તેનું વર્ણ અંધારી રાત્રી જેવો કાળો છે. માથાના વાળ વિખરાયેલા છે. ગાળામાં ચમકતી માળા છે.માં કાલરાત્રીના ત્રણ નેત્ર બ્રહ્માડની જેમ વિશાલ છે જેમાંથી કિરણ નીકળે છે. માતાજીની નસિકમાંથી શ્વાસ અને ઉચ્છવાસથી અગ્નિની ભયંકર જ્વાળાઓ બહાર નીકળે છે.

માંનો આ ભય ઉત્પન્ન કરવાવાળું સ્વરૂપ ફક્ત પાપીઓના નાશ માટે જ છે. માં તેના ભક્તોને શુભ ફળ પ્રદાન કરે છે, તેથી તેને શુભંકરી પણ કહેવામાં આવે છે. આ દેવી કાલરાત્રિની મહામાયા છે, અને ભગવાન વિષ્ણુની યોગનિંદ્રા છે જેને સૃષ્ટિને એક બીજા સાથે જોડી રાખ્યા છે.

Image Source

માનું વાહન ગધેડું છે. આ ઉપર કરેલા જમણા હાથની વરમુદ્રાથી બધાને આશીર્વાદ આપે છે. જમણા હાથનો નીચેવાળો હાથ અભયમુદ્રામાં છે. ડાબી તરફના ઉપરવાળા હાથમાં લોખંડનો કાંટો તેમજ નીચેવાળા હાથમાં કટાર છે.
માં કાલરાત્રિ દુશમનનો વિનાશ કરે છે.

માં કાલીની સંપૂર્ણ ભાવ ભક્તિથી પૂજા કરવામાં આવે તો ભક્તોને ખુબ ફાયદો થાય છે. માતાજીની ઉપાસના કરવાની હોય તે સમયે નિયમ, સંયમ અને યમનું સંપૂર્ણ પાલન કરવું જોઈએ. માતાજીની પૂજા કરતા સમયે પવિત્રતા રાખવી જોઈએ.

Image Source

મા કાલરાત્રિના સ્વરૂપ-વિગ્રહને પોતાની અંદર સમાવીને મનુષ્યે એકનિષ્ઠભાવથી તેમની ઉપાસના કરવી જોઈએ. યમ, નિયમ, સંયમનું તેણે પુર્ણ પાલન કરવું જોઈએ. મન, વચન, કાયાની પવિત્રતા રાખવી જોઈએ. તે શંભુકારી દેવી છે. તેમની ઉપાસનાથી થનાર શુભોની અવગણના નથી કરી શકાતી. આપણે હંમેશા તેમનું ધ્યાન, પુજા અને સ્મરણ કરવું જોઈએ.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.