જ્યોતિષ શાસ્ત્ર

નવરાત્રી રાશિફળ 2020: નવરાત્રી ઉપર કોને થશે ધનલાભ અને કોને મળશે પ્રેમમાં સફળતા? ચાલો જાણીએ

નવરાત્રીના દિવસો હવે ટૂંક સમયમાં શરૂ થઇ જશે. નવરાત્રીના સમયમાં માતાજી પોતાની કૃપા વરસાવતા હોય છે. આ વર્ષે પણ ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ બદલાશે, તો ચાલો જાણીએ આ નવરાત્રીમાં તમારું ભવિષ્ય કેવું રહેવાનું છે.
1. મેષ – અ, લ ,ઈ (Aries):
આ રાશિના જાતકોના નવા જીવનની શરૂઆત થવાના સંકેત મળી રહ્યા છે. જે લોકો અવિવાહિત છે તેમને લગ્નનો યોગ બની રહ્યો છે. બની શકે છે કે તમારા લગ્ન નક્કી થઇ જાય.  જે લોકો પોતાનો પ્રેમ અભિવ્યક્ત નથી કરી શકતા તેમના માટે પણ યોગ્ય સમય છે. આ રાશિના જાતકોએ માતાજીને ગુગળ, ગુલાબ, અને લાલ કનેરનું ફૂલ ચઢાવવું.
2.વૃષભ – બ, વ, ઉ (Taurus):
આ રાશિના જાતકો આ નવરાત્રી પોતાના શત્રુઓ ઉપર વિજય પ્રાપ્ત કરી શકશે. આ શત્રુ મનુષ્યનો ગંભીર રોગ પણ હોઈ શકે. લાંબા સમયના રોગમાંથી છુટકારો મળશે. માતાજીને પ્રસન્ન કરવા માટે તેમના ઉપર શ્વેત કમળ, બેલા અથવા શ્વેત કનેરનું ફૂલ અર્પણ કરવું.

3. મિથુન – ક, છ, ઘ (Gemini):
આ રાશિના જાતકો આ નવરાત્રી સંતાન સુખ પ્રાપ્ત થશે. નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે અને વધારાની જવાબદારીઓ પણ મળશે. આ નવરાત્રીમાં તમારે ધનયોગ પણ બની રહ્યો છે. બની શકે તો માતાજીની પૂજા પીળા રંગના ફૂલથી કરવી.

4. કર્ક – ડ, હ (Cancer):
આ રાશિના જાતકો આ નવરાત્રીમાં પ્રેમ મળશે. જીવનસાથી સાથેના સંબંધોમાં સુધાર આવશે. ઘરમાં સુખ શાંતિ અને વૈભવ પણ વધશે. નોકરી કરતા લોકોને કાર્યસ્થળમાં સફળતા મળશે અને સન્માન પ્રાપ્ત થશે.

5. સિંહ – મ, ટ (Leo):
આ રાશિના જાતકોનો ખુબ જ શુભ સમય રહેવાનો છે. તમારા પરાક્રમમાં વૃદ્ધિ થશે. તમારા ભાઈ પાસેથી સહયોગ મળશે.  આ સમયમાં તમારી મહેનત જ તમને શુભ ફળ આપશે. કમળ, ગુલાબ અને કનેરનું ફૂલ માતાજીને અર્પણ કરવું.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo):
આ રાશિના જાતકોને ધનલાભ થવાનો યોગ છે. ઘરમાં ચાલી રહેલી તકલીફોનો અંત આવશે. જીવનસાથી સાથે સારો સમય વીતશે. ઘરમાં સુખ શાંતિ આવશે. માતાજીને ખુબ જ સુગંધિત ફૂલો અર્પણ કરી અને દુર્ગા ચાલીસાનો પાઠ જરૂર કરવો.

7. તુલા – ર, ત (Libra):
ઘણા સમયથી તમે જે કામ કરવા માંગો છો તે કામ પૂર્ણ થશે. જીવનમાં થઇ રહેલા નવા બદલાવથી મન પ્રસન્ન રહેશે. સંતાન તરફથી પણ સુખ પ્રાપ્ત થશે. જીવનસાથીનો સહયોગ મળશે. માતાજીને સફેદ રંગના ફૂલ અર્પણ કરવા અને દુર્ગા સપ્તશતીનો પાઠ કરવો.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio):
તમારે તમારી કેટલીક આદતોમાં સુધારો કરવાની જરૂર છે. ખાસ કરીને તમારા નકામા ખર્ચ ઉપર રોક લગાવો. જો તમે આવું નહિ કરો તો તમારી ચિંતામાં વધારો થશે. તમારે ગુલાબી ફૂલ માતાજીને અર્પણ કરવા જોઈએ.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
આ રાશિના જાતકો માટે આ નવરાત્રી શુભ સાબિત થશે. આ સમયમાં તમને સુખ સમૃદ્ધિ સાથે જીવનસાથીનો સાથ પણ મળશે. ઘણા સમયથી જે વાતોને લઈને ચિંતામાં હતા તેમાં સુધાર થશે. માતાજીને કાનેર અથવા ગુલાબના ફૂલ અર્પણ કરવા.

10. મકર – જ, ખ (Capricorn):
આ રાશિના જાતકો માટે આ નવરાત્રી શુભ સાબિત નહીં થાય, કોઈ વાતને લઈને માનસિક ચિંતા વધી શકે છે. તમારે નકામા ખર્ચ પણ કરવા પડી શકે છે. માતાજીની આરાધના કરવી, તમારું મન શાંત રહેશે અને તમને શુભ ફળોની પ્રાપ્તિ થશે. તમારે માતાજીને ભૂરા રંગનું ફૂલ અર્પણ કરવું.

11. કુંભ – ગ, શ, સ (Aquarius):
આ રાશિના જાતકોને આ સમયમાં ખુબ જ શુભ ફળ મળશે. તમારા દરેક કામમાં તમને સફળતા મળશે. તમારું ભાગ્ય પણ તમારો સાથ આપશે. જીવનસાથીનો સહયોગ પણ પ્રાપ્ત થશે. તમે માતાજીને બેલા, ચમેલી અથવા રાત રાણીના ફૂલ અર્પણ કરો.

12. મીન – દ, ચ, જ, થ:
આ રાશિના જાતકોને આ સમયે થોડી સાવધાની રાખવાની જરૂર છે. તમારા ઘરે અને બહાર પણ શત્રુઓથી મુશ્કેલી થઇ શકે છે. નોકરીમાં તમારા પ્રતિદ્વંધીઓથી સાવધાન રહેવું. પોતાનું સારું કરવા વિશે જ વિચારવું. વાહન ચલાવતા સાવધાની રાખવી કારણ કે દુર્ઘટના થઇ શકે છે. નવરાત્રીમાં માતાજીને પીળા કનેરના ફૂલ અર્પણ કરવા.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.