નવરાત્રી પહેલા ભુજના પ્રખ્યાત આશાપુરા મંદિરમાં ચમત્કાર થયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. નવરાત્રિમાં ઘટ સ્થાપન પહેલા મંદિરમાં જે મૂર્તિ બિરાજમાન છે તેમાં ફેરફાર થયો હોવાની વાત વાયુવેગે ફેલાઈ રહી છે. નિજ મંદિરમાં આશાપુરા માતાજીની બે મૂર્તિ છે તેમાં ડાબી સાઈડની મૂર્તિમાં મુખારવિંદમાં ફેરફાર થયો હોવાની ચર્ચા છે. આ સમાચાર વાયુવેગે ફેલાતાની સાથે જ માઇ ભક્તો દર્શન કરવા ઉમટી પડ્યા છે.
કચ્છના કુળદેવી એવા આશાપુરા માતાજીના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો આવે છે. અહીં નવરાત્રિ દરમિયાન માતાજીના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો પદયાત્રા કરી મંદિર સુધી પહોંચતા હોય છે અને તેમનામાં અનેરો ઉત્સાહ પણ જોવા મળે છે. આ ભવ્ય મંદિરમાં આશાપુરા માતાજીની 2 મૂર્તિઓ છે, જેની એક ઐતિહાસિક ઘટના છે.
કચ્છના રાઓશ્રી રાયધણજી બીજા (વિ.સં 1835-1870)એ મુસ્લિમ ધર્મના પ્રભાવમાં આવતા ભુજ આશાપુરા મંદિરને ખંડિત કરવાનું વિચાર્યું હતું. આની જાણ પૂજારીને થતા તેઓ સ્થાપિત મૂર્તિ લઇ અજ્ઞાત સ્થળે ચાલ્યા ગયા અને આ મનસુબાની જાણ કચ્છના જાડેજા ભાયાતોને અને અંજારના દિવાન લોહાણા મેઘજી શેઠને થતા તેઓ લશ્કર સાથે ભુજ આવી રાઓશ્રી રાયધણજીને કેદ કર્યો હતો.
કચ્છની પ્રજાએ બળવો કરતા “બારાભાયા” રાજ્યની સ્થાપના કરી. ત્યારબાદ આશાપુરા મંદિરમાં માતાજીની નવી મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા થતી હતી. આની જાણ થતા પૂજારી મૂર્તિ લઈ આવ્યા અને તે મૂર્તિની પણ મૂળ જગ્યાએ પુનઃપ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.
GujjuRocks આ વાયરલ ન્યૂઝની પુષ્ટિ નથી કરતુ..