ખબર

નવરાત્રી યોજાશે કે નહીં આ અંગે નાયબ મુખ્યમંત્રીએ આપ્યું મહત્વનું નિવેદન

કોરોનાનો કહેર દિવસે-દિવસે વધી રહ્યો છે. ગુજરાતમાં કોરોનાની સ્થિતિમાં ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો છે. આ વચ્ચે થોડા સમયમાં જ નવરાત્રિનો તહેવાર આવી રહ્યો છે. આયોજકો અને ખેલૈયાઓ ચિંતામાં ગરકાવ થયા છે કે, નવરાત્રીનું આયોજન થશે કે નહિ ? આ મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મોટું નિવેદન આપ્યું છે.

Image source

ગુજરાતમાં 17 ઓક્ટોબરથી નવરાત્રીની શરૂઆત થઇ રહી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, એકબાજુ કોરોનાનું સંક્ર્મણ અટકે તે જરૂરી છે.  નવરાત્રી અંગે તમામ પાસા અંગે વિચારીને નિર્ણય લેવામાં આવશે.. ગાઇડલાઇન્સ પ્રમાણે સરકાર નવરાત્રીમાં છૂટછાટ અંગે વિચાર કરી રહી છે. કોરોનાને કારણે ભીડ ભેગી કરી શકાય એમ ના હોય પરંતુ હૈયે ધરપત રાખજો જે નિર્ણય લેવાશે તે સમજી વિચારીને લેવામાં આવશે.

Image source

ગુજરાત માટે નવરાત્રીનો ઉત્સવ મહત્વનો છે. ગુજરાતના ગરબા અને નવરાત્રની વિશ્વમાં ઓળખ છે. રાજ્ય સરકાર દ્વારા દર વર્ષ વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવનું આયોજન કરે છે.સુપ્રીમ કોર્ટ, ગુજરાત હાઇકોર્ટ અને ભારત સરકારની ગાઇડલાઇનની મર્યાદામાં કેવી રીતે લોકો ગરબા રમી શકે તે માટે સરકાર વિચારણા કરી રહી છે. આ અંગેની યોગ્ય સમયે જાહેરાત કરવામાં આવશે. કેન્દ્ર સરકારની અંતિમ ગાઇડલાઇન પ્રમાણે 100 લોકો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે કોઈ કાર્યક્રમમાં હાજર રહી શકે છે.

Image source

ગરબા એસોસિયેશને મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી જણાવ્યું હતું કે, કોવિડની હોસ્પિટલોમાં દર્દીઓ માટે ગરબા ગવડાવામાં આવે છે. રાજ્યમાં બધી જ સંસ્થાઓ ખૂલી ચૂકી હોય ગરબાના કલાસ તેમજ નવરાત્રિના આયોજનને મંજૂરી આપવી જોઇએ.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.