ખબર

નવરાત્રીના દિવસોમાં કરો આ 5 કામ, આદ્યશક્તિ દેવી તમારી દરેક મનોકામનાઓ થઇ જશે પુરી

નવરાત્રીનો પવિત્ર તહેવાર 29 સપ્ટેમ્બરથી શરૂ થવાનો છે. નવરાત્રીના 9 દિવસોમાં આદ્યશક્તિ દેવી દુર્ગાના સ્વરૂપોની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે. નવરાત્રીન પહેલા દિવસે માતા શૈલપુત્રીની આરાધના કરવામાં આવે છે અને ઘડા અથવા લોટાની સ્થાપના કરવામાં આવે છે. નવરાત્રીના છેલ્લા દિવસે કન્યા પૂજન કરીને વ્રતને પૂર્ણ કરવામાં આવે છે. દેશના ખૂણે-ખૂણે આસ્થા અને શ્રદ્ધાનો મહિલા જોવા મળે છે. લોકો ઉપવાસ કરે છે, માતાજીના શૃંગાર કરે છે, અને બીજી ઘણી રીતે માતાજીની આરાધના કરે છે. કેટલાક લોકો કન્યા ભોજ પણ કરાવે છે.

Image Source

જે ભક્તો માતાજીની સાચા મનથી પૂજા કરે છે, માતાજી તેની પ્રાર્થના સાંભળે છે અને માતા તેની બધી ઇચ્છાઓ પૂરી કરે છે. શાસ્ત્રો અનુસાર, માતાજીના આ 9 દિવસોમાં ઘરમાં માતાજીની પૂજા કરવાથી ઘરમાં સુખ-શાંતિ રહે છે. અને ઘરમાં કોઈ પણ વસ્તુની કમી રહેતી નથી. આજે અમે તમને નવરાત્રીના દરમિયાન પાંચ જરૂરી એવા કર્યો વિશેની જાણકારી આપવા જઈ રહ્યા છીએ. જો તમે પણ આ કાર્યો કરશો તો તમને પણ માતાનો આશીર્વાદ પ્રાપ્ત થાશે અને તમારી દરેક ઈચ્છાઓ પૂર્ણ થઇ જશે.

આવો તો જાણીએ આ 5 જરૂરી કામ વિશે –

Image Source

1. નવરાત્રીના દિવસોમાં માતાની ભક્તિ સાચા મનથી કરો, તમે માતાના મંદિરે જાઓ અને ત્યાં ભગવતીનો પાઠ જરૂર કરો.

2. એવુ માનવામાં આવે છે કે નવરાત્રીના પવિત્ર દિવસોમાં માતાને  રોજ સ્વચ્છ જળ કે ગંગાજળ અર્પણ કરવામાં આવે તો તેનાથી માતા પોતાના ભક્તો પર તરત જ પ્રસન્ન થઇ જાય છે.

3. નવરાત્રીના નવ દિવસોમાં માતાને દરેક દિવસ વિશેષ શૃંગાર કરવું જોઈએ અને આઠમા દિવસે તેની વિશેષ પૂજા કરવી જોઈએ, આવું કરવું ખુબ જ શુભ માનવામાં આવે છે.

Image Source

4. જો તમે ગાયના દેશી ઘીમાં ભગવતીની અખંડ જ્યોત પ્રગટાવો છો તો તેનાથી તમને માતાની કૃપા પ્રાપ્ત થાય છે.

5. જો કોઈ વ્યક્તિ નવરાત્રીના દિવસોનું વ્રત નથી કરતા તો એવામાં સાદા ભોજનનું જ સેવન કરો. ડુંગળી, લસણ, માંસાહાર ભોજનનો ઉપયોગ ન કરવો જોઈએ.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.