ખબર

નવરાત્રીના 9 દિવસ ભૂલથી પણ ન કરો આ 9 કામ નહીંતર માતાજી રૂઠી જશે

વર્ષ 2019 માં શારદીય નવરાત્રિનો તહેવાર 29 સપ્ટેમ્બર રવિવારના દિવસે શરૂ થાય છે. નવરાત્રી મા દુર્ગાના નવ વિભિન્ન સ્વરૂપોની પૂજા અર્ચના અને ઉપવાસ રાખવાનો પર્વ છે. આમ તો વર્ષ પરમાર ચાર નવરાત્રિ આવે છે જેમાંથી ચૈત્રી નવરાત્રી અને શારદીય નવરાત્રી નું ખાસ મહત્વ છે. માન્યતા છે કે નવરાત્રિમાં કરવામાં આવેલી દેવીની ઉપાસના અહીં ફળ પ્રાપ્ત થાય છે. તેના અમુક નિયમોનું પાલન કરવા માટે કહ્યું છે. આજે આપણે જોઈશું કે નવરાત્રિમાં કયા નિયમોનું પાલન કરવું જોઈએ.

Image Source

1 ઘર ખાલી છોડીને ન જવું
ઘણા બધા લોકો નવરાત્રિમાં વ્રત રાખી ઘરમાં ખંડ જ રાખે છે અને નવ દિવસ સ્થાપના કરે અને માતાની ચોકીનું આયોજન કરે છે જો નવરાત્રિમાં આમાંથી કોઈપણ કાર્ય તમે કરતા તો ઘર ખાલી છોડીને ન જવું જોઈએ તેમ જ બંધ કરીને બહાર ન જવું જોઈએ. સંભવ હોય તો કોઈ પણ વ્યક્તિને ઘરમાં રાખવું જેથી તે ધ્યાન રાખી શકે કે અખંડ જ્યોત પ્રગટે છે કે નહીં.

Image Source

2 નખ તેમજ વાળ ન કાપવા
નવરાત્રિના પર્વમાં દેવી માની ભક્તિનું પર્વ છે શાસ્ત્રોમાં એવું માનવામાં આવે છે કે આ સમય દરમિયાન નખ કે વાળ ન કાપવા તેમ જ દાઢી મુછ પણ ન કરવી. નખ કાપવુ એ સારી આદત છે પરંતુ નવરાત્રીના નવ દિવસ દરમિયાન આ કાર્ય ન કરવુ.

Image Source

3 ડુંગળી લસણ નો ઉપયોગ ન કરવો
માન્યતા છે કે જે લોકો નવરાત્રિ દરમિયાન ઉપવાસ રાખે છે તેમજ ઘરમાં કળશ સ્થાપના કરે છે તે લોકોએ ડુંગળી લસણ નો ઉપયોગ ન કરવો સંભવ હોય તો સાત્વિક ભોજન જ ગ્રહણ કરવો.

Image Source

4 ગુસ્સાથી દૂર રહેવું
નવરાત્રિમાં નવ દિવસ માના નવ અલગ-અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે તો જ્યાં સુધી સંભવ હોય તો નવરાત્રીના નવ દિવસ ઘરનું વાતાવરણ શાંત અને ભક્તિમય બનાવી રાખવું. જેથી તેવી માં પ્રસન્ન થઈને તમારી મનોકામના પૂર્ણ કરશે નવરાત્રિમાં નિયમો અનુસાર નવ દિવસ સુધી મન શાંત રાખીને વ્રત પૂજા પાઠ કરવું શુભ માનવામાં આવે છે.

Image Source

5 ગરીબોને દાન આપવું
કહેવામાં આવે છે નવરાત્રીના નવ દિવસમાં જો તમારા ઘરમાં કોઈ ભિક્ષુક આવે તો કોશિશ કરવી તે કે ખાલી હાથ ન જાય. જો તમારા દ્વાર પર કોઈ ગરીબ અને ભિક્ષુક આવે તો શ્રદ્ધા અનુસાર ભોજન કરાવવું અથવા તો કંઇ દાન અવશ્ય આપવું. આમ કરવાથી તમને સારું ફળ પ્રાપ્ત થાય છે.

Image Source

6 શુદ્ધતા નું ધ્યાન રાખવુ
નવરાત્રિ દરમિયાન ઘરમાં શુદ્ધતા અને પવિત્રતાનો ખાસ ધ્યાન રાખવું જોઈએ ઘર તેમજ મંદિરની સાથે સાથે પોતાને પણ સ્વચ્છ રાખવા જોઈએ જેથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય. આ નવ દિવસોમાં પવિત્રતા અને સાત્વિકતા અને સાથે સાથે માની ભક્તિ આરાધના કરવી શુભ માનવામાં આવે છે.

Image Source

7 ચામડાનો ઉપયોગ ન કરવો
પ્રાચીન માન્યતા અનુસાર એવું કહેવામાં આવે છે કે માની આરાધના તેમજ નવ દિવસ જો સંભવ હોય તો ચામડાનો ઉપયોગ ન કરવો જોઈએ કારણ કે પૂજા તેમજ વ્રત માં ચામડાનો ઉપયોગ કરવો નિષેધ માનવામાં આવે છે.

Image Source

8 અપમાન કરવાથી બચવું
નવરાત્રિમાં મા ની સાચી શ્રદ્ધા અને ભક્તિનો પર્વ છે જેના કારણે ઘરમાં પવિત્રતા બનાવીને રાખવો જોઈએ તેની સાથે મનને પણ પવિત્ર બનાવીને રાખવું જોઈએ આ સમય દરમ્યાન વડીલો બાળકો પર તેમજ અન્ય કોઈપણ વ્યક્તિઓનું અપમાન ન કરવું તેમને માન સન્માન અને આદર આપવો.

Image Source

9 કન્યાઓને ખાલી હાથે ન જવા દેવી
નવરાત્રીમાં કન્યાપૂજનનું ખૂબ જ મહત્વ છે આ દિવસોમાં વ્રત ઉપવાસ કરી આઠમી નવમી તિથિના દિવસે કન્યા પૂજન કરવામાં આવે છે. ઘર પર આવેલી કન્યાઓને ખાલી હાથે વિદાય ન કરવી જોઈએ તેમની વિધિ-વિધાનથી પૂજા કરી શ્રદ્ધાનુસાર દાન દક્ષિણા આપીને વિદાય કરવી.નવરાત્રિમાં આ નિયમનો પાલન કરવાથી ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.