જ્યોતિષ શાસ્ત્ર

માતાજીની આરાધના કરવાના તહેવાર નવરાત્રી પર માતાજીની કૃપા વરસશે આ રાશિઓ પર, જાણો તમારી રાશિ વિશે

29 સપ્ટેમ્બરથી રવિવારથી શારદીય નવરાત્રીની શરૂઆત થવાની છે. નવરાત્રીનું હિન્દૂ ધર્મમાં ખુબ જ મહત્વ આપવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે માતા કૈલાશ પર્વતથી ધરતી પર પોતાના માયકામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર માતાના ધરતી આગમનની અસર દરેક રાશિ પર પડે છે. તો ચાલો જાણીએ આ 9 દિવસ કેવા રહેશે દરેક રાશિના જાતકો માટે.

1. મેષ – અ,લ,ઈ (Aries):
આ રાશિના જાતકો માટે આ 9 દિવસ માતાની ઉપાસના કરવા માટે ખુબ જ સારા છે. આ રાશિના લોકોને આ 9 દિવસ ધંધામાં અને નોકરીમાં ખુબ જ સફળતા મળશે. પણ આ રાશિના લોકોને બીમાર પડવાની શકતા છે. આ રાશિના લોકોએ લાલ ફૂલ અને લાલ ચંદનની માળાથી પૂજા કરવી જોઈએ.

2.વૃષભ – બ,વ,ઉ (Taurus):
આ રાશિના લોકોને કારકિર્દીમાં સફળતા મળશે પરંતુ શત્રુઓ તમારા રસ્તામાં અડચણ ઉભી કરવાની કોશિશ કરી શકે છે. સફળતા મેળવવા માટે તુલસીની માળાથી ગાયત્રી મંત્રનો જાપ કરવો. પ્રસાદમાં માતાને ખીર ચડાવવી.

3. મિથુન – ક,છ,ઘ (Gemini):
આ રાશિના લોકોને આ નવરાત્રીમાં નોકરીની શોધ પૂરી થઇ શકે છે. સફળતા મેળવવા માટે તુલસીની માળાથી ગાયત્રી મંત્રનો જાપ કરો અને પ્રસાદમાં ખીરનો ભોગ ચડાવવો જોઈએ.

4. કર્ક – ડ,હ (Cancer):
આ રાશિના લોકોને થોડું સંભાળીને રહેવું જોઈએ. ખાસ કરીને ધંધો કરતા લોકોને પોતાના પાર્ટનરથી દગો મળી શકે છે. જેના કારણે તમારા જીવનમાં તનાવ આવી શકે છે. આ રાશિના લોકોએ સફેદ ચંદનની માળાથી માતાનું જાપ કરવું અને દૂધની મીઠાઈનો ભોગ ચડાવવો જોઈએ.

5. સિંહ – મ,ટ (Lio):ઘણા લાંબા સમય પછી આ રાશિના લોકોને સારા સમાચાર મળી શકે છે. આ લોકોને લાંબા સમયથી ચાલતી કોઈ બીમારીથી છુટકારો મળી શકે છે. માતાને પ્રસન્ન કરવા માટે આ રાશિના લોકોએ 9 દિવસ સુધી ગુલાબી રત્નથી બનેલી માળા માત્ર જાપ કરવા માટે ઉપયોગમાં લેવી જોઈએ.

6. કન્યા – પ,ઠ,ણ (Virgo):
આ રાશિના લોકોએ તબિયતને લઈને થોડું સાવધાન રહેવું જોઇએ. આ લોકોએ બહારનું ખાવાનું ઓછું ખાવું જોઈએ. આ રાશિના લોકોએ તુલસીની માળાથી ગાયત્રી દુર્ગા મંત્રોનો જાપ કરવો જોઈએ.

7. તુલા – ર,ત (Libra):આ રાશિના જાતકોના ઘરે નવરાત્રીમાં મા લક્ષ્મીજી વાસ કરશે. તમે કોઈ નવું વાહન કે ઘર ખરીદી શકો છે. ભૌતિક સુખ મળવાની શક્યતા છે. આ રાશિના જાતકોએ માતાને પીળા રંગની મીઠાઈનો ભોગ ચડાવવો જોઈએ.

8. વૃશ્ચિક – ન,ય(Scorpio):
આ રાશિના લોકોને જલ્દીથી કોઈ સારા સમાચાર સાંભળવા મળશે. આ રાશિના લોકો ટૂંક સમયમાં પોતાનો કારોબાર શરુ કરી શકે છે. આ રાશિના લોકોને ગરીબોની સેવા કરવાથી ફાયદો થશે.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
આ રાશિના જાતકોના ઘરે નવરાત્રીમાં મા લક્ષ્મીજી વાસ કરશે. ભૌતિક સુખ મળવાની શક્યતા છે. તમે કોઈ નવું વાહન કે ઘર લેવાનું વિચારતા હવે તો આ સારો સમય છે. આ રાશિના જાતકોએ માતાને પીળા રંગની મીઠાઈનો ભોગ ચડાવવો જોઈએ.

10. મકર – જ, ખ (Capricorn):
આ રાશિના જાતકોના ખર્ચમાં વધારો થશે. આર્થિક નુકશાન પણ થઇ શકે છે. તકલીફોથી બચવા માટે માતાને હલવાનો ભોગ ચડાવવો જોઈએ.

11. કુંભ – ગ,શ,સ(Aquarius):
આ રાશિના લોકો માટે આ 9 દિવસ ખુબ જ સારા રહેવાના છે. સફળતામાં આવનારી બધી જ બધા જલ્દી દૂર થઇ જશે. આ રાશિના લોકોએ અડદની દળમાંથી બનેલી મીઢાઈ ધરાવવી જોઈએ.

12. મીન – દ,ચ,જ,થ(Pisces):આ રાશિના જાતકો માટે આ સમય સારા રહેવાનો છે. ધંધામાં વૃદ્ધિ થશે. યાત્રા કરતા વખતે સાવધાની રાખવી. માતાને ખુશ કરવા માટે પીળા રંગની મીઠાઈ અને કેળાનો ભોગ ચડાવવો જોઈએ.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.