કૌશલ બારડ ધાર્મિક-દુનિયા

નવરાત્રીના દિવસોમાં માતાને ધરવામાં આવતા આ 9 ભોગ વિશે ખ્યાલ હોવો જરૂરી છે; અહીં જાણો આ ભોગથી થતી માતાની કૃપા વિશે

આ વર્ષે 29 સપ્ટેમ્બરથી 7 ઓક્ટોબર સુધી ચાલનાર નવરાત્રી પર્વની શરૂઆત થઈ ચૂકી છે. નવરાત્રીનો માહોલ હોય અને પવિત્રતા, ઉત્સાહને માનવ સ્વભાવથી માંડીને ભૌતિક સમૃધ્ધિ ન જોવા મળે એવું તો બને નહી! નવદુર્ગાનાં નોરતાં જનમાનસને ખુશીથી ભરી દે છે. ભક્તો આ નવ દિવસ માતાજીની આરાધના કરવામાં વ્યતીત કરે છે. વિવિધ નોરતા પ્રમાણે માતાજીને અલગ-અલગ ભોગ પણ ધરવામાં આવે છે.

Image Source

આજે અમે તમને જણાવીશું એ નવ ભોગ વિશે જે માતાજીને લગાવવાથી ચોક્કસથી દેવીની કૃપા પ્રાપ્ત થાય છે. માતાના નવ દિવસનાં નવ સ્વરૂપ પ્રમાણે લગાવાતા આ ભોગ વિશે જાણવું જરૂરી એટલા માટે પણ છે કે એના વગર પૂજા-અર્ચના અધૂરી છે. ચાલો અહીઁ જાણીએ એ નવ દિવસના ભોગ વિશે જે માતાજીને ધરવાથી ઘરમાં સુખ-સમૃધ્ધિનો સંચાર થાય છે:

(1) નવરાત્રીના પ્રથમ દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. શૈલપુત્રીને સફેદ રંગથી બનેલી ચીજો પ્રિય છે. ગુજ્જુરોક્સ પર શૈલપુત્રી વિશે આખો આર્ટિકલ મૂકવામાં આવેલો જ છે જે તમે અહીં ક્લિક કરી વાંચી શકો છો. શૈલપુત્રીને ગાયનું ઘી અને સફેદ મિઠાઈઓ ધરવાથી માતા પ્રસન્ન થાય છે.

Image Source

(2) નવરાત્રીનો બીજો દિવસ એટલે બ્રહ્મચારિણી માતાની પૂજા-અર્ચનાનો દિવસ. આ દિવસે મિસરી, ખાંડ અને પંચામૃતનો ભોગ ધરવામાં આવે છે.

(3) ચંદ્રઘન્ટા દેવીની પૂજા નવરાત્રીના ત્રીજા દિવસે કરવાની હોય છે. માતાને ગાયનાં દૂધમાંથી બનેલી ચીજો પસંદ છે.

(4) ચોથું નોરતું માતા કુષ્માણ્ડાને નામે છે. આ દિવસે માલપૂડાનો ભોગ ધરવામાં આવે છે. માતાને ધરાવેલો આ ભોગ પ્રસાદ તરીકે પણ વહેંચવામાં આવે છે.

Image Source

(5) સ્કંદમાતાની પૂજા-અર્ચના નવરાત્રીને પાંચમે નોરતે કરવામાં આવે છે. આ દિવસે કેળાં જેવા ભોગ માતાને ધરવામાં આવે તો સારાં સ્વાસ્થ્યની સાથે માતાજીની કૃપા પણ પ્રાપ્ત થાય છે.

(6) નવરાત્રીના છઠ્ઠા દિવસે માતા કાત્યાયનીની પૂજા કરવામાં આવે છે. માતાને મધ અને દૂધીનો ભોગ પ્રિય છે.

(7) સાતમે નોરતે ગોળ અને તેમાંથી બનાવેલી વસ્તુઓનો ભોગ માતા કાલરાત્રીને ધરવો જોઈએ. આ નોરતું કાલરાત્રીને નામે છે.

(8) નવરાત્રીને આઠમે દિવસે થતી માતા મહાગૌરીની પૂજામાં નારીયેળનો ભોગ ધરવામાં આવે છે.

Image Source

(9) સિધ્ધીદાત્રી માતાનું નોરતું એટલે નવમું નોરતું. આમ તો માતાને તલનો ભોગ ધરવામાં આવે છે, પણ તે ઉપરાંત ઘરમાં બનાવેલી ખીર, પૂરી અને હલવા જેવી વાનગીઓનો પણ ભોગ માતાને ધરવો જોઈએ.

[આશા છે, કે આ આર્ટિકલ આપને પસંદ પડ્યો હશે. નવરાત્રીની શુભેચ્છાઓ સહ આર્ટિકલ લીંક પણ આપના મિત્રોને શેર કરવા વિનંતી, ધન્યવાદ!]
Author: કૌશલ બારડ – GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.