ખબર

નવરાત્રીમાં અલગ-અલગ દિવસે માતાજીને અર્પણ કરો અલગ-અલગ ભોગ, જાણો 9 દિવસના નવ ભોગ વિષે

નવરાત્રિને ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે નવરાત્રી દરમિયાન માતાજીના નવ સ્વરૂપની ભક્તિ કરશે તો ખેલૈયાઓ ગરબા રમવામાં વ્યસ્ત થઇ જશે. ત્યારે માતાજીને નવ દિવસ અલગ-અલગ નૈવેદ્ય ધરવામાં આવે છે. ત્યારે આજે અમે તમને જણાવીશું અલગ-અલગ નૈવેદ્ય વિષે. નવરાત્રીના પ્રથમ દીવસે માતાજીના ચરણોમાં અર્પણ કરો શુદ્ધ ગાયનું ઘી. શુદ્ધ ગાયનું ઘી અર્પણ કરવાથી આરોગ્યના આશીર્વાદ મળે છે, સાથે જ શરીર નિરોગી રહે છે.

નવરાત્રીના બીજા દિવસે માતાજીના ચરણમોમાં સાકરનો ભોગ અર્પણ કરો. આ ભોગ ઘરના બધા સદસ્યોને આપો. તેનાથી આયુષ્યમાં વૃદ્ધિ થાય છે.

Image Source

નવરાત્રીના ત્રીજા દિવસે દૂધ અથવા દૂધની બનેલી મીઠાઈ અથવા ખીર બનાવી બ્રાહ્મણને દાન કરો. તેનાથી દુઃખની મુકિત થઈને આનંદની પ્રાપ્તિ થાય છે.

નવરાત્રીના ચોથા દિવસે માલપૂઆનો ભોગ લગાઓ, આ ભોગને મંદિર અને બ્રાહ્મણને દાન કરો. આ કરવાથી બુદ્ધિનો વિકાસ થાય છે સાથે-સાથે જ નિર્ણય શક્તિ વધે છે.

નવરાત્રીના પાંચમા દિવસે માતાજીને કેળાનો ભોગ ધરાવો. આ ભોગ ધરાવવાથી શરીર સ્વસ્થ રહે છે.

નવરાત્રીના છઠ્ઠા દિવસે માતાજીને મધનો ભોગ ચડાવવો. જેનાથી આકર્ષણ શક્તિમાં વૃદ્ધિ થશે.

Image Source

નવરાત્રીના સાતમાં દિવસે માતાજીને ગોળનો ભોગ ચડાવવી બ્રાહ્મણને દાન કરવાથી શોકથી મુક્તિ મળે છે. આકસ્મિક આવનારા સંકટથી પણ મુક્તિ મળે છે.

નવરાત્રીના આઠમા દિવસે માતાજીને નારિયેળનો ભોગ ચડાવવો. આ નારિયેળનું દાન કરવાથી સંતાન સંબંધી પરેશાનીઓથી છુટકારો મળે છે.

Image Source

નવરાત્રીના નવમાં દિવસે માતાજીને તલનો ભોગ ચડાવવો. આ ભોગને બ્રાહ્મણને ડેન કરવાથી મૃત્યુ ભયથી રાહત મળે છે, સાથે જ અચાનક બનતી ઘટનાથી બચાવ પણ થાય છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.