ખબર

નોકરી મેળવવા, ઈચ્છાપૂર્તિ માટે અને ઘર પરિવારમાં ખુશી માટે નવરાત્રીમાં કરો આ ચમત્કારિક ઉપાય

આપણે બધા જાણીએ છીએ કે નવરાત્રી એ ભારતનો સૌથી લોકપ્રિય તહેવાર છે. તે દર વર્ષે બે વખત ઉજવવામાં આવે છે. આ એકમાત્ર તહેવાર છે જે ભારતમાં સતત 9 દિવસ સુધી ઉજવવામાં આવે છે. આ તહેવારને દુર્ગા માતાનો તહેવાર પણ કહેવાય છે. લોકો આ દિવસે દુર્ગા માતાના સ્વરૂપોની પૂજા કરે છે અને ઉપવાસ કરે છે.

નવરાત્રીના નવ દિવસ દેવીના જુદા-જુદા રૂપોની પૂજા થાય છે. આ દેવીના જુદા-જુદા અવતાર છે. દેવના આ નવ રૂપ અલગ-અલગ સિદ્ધિઓ આપે છે. આ નવ રૂપોમાં મહાગૌરીથી લઈને કાલરાત્રિ સુધીના નવ રૂપો છે. આ બધા જ રૂપોની પૂજાથી સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે.

Image Source

નવરાત્રીના નવમા દિવસે કન્યાઓની પૂજા કરવામાં આવે છે અને તેમને જમાડવામાં આવે છે. એકંદરે, આ તહેવાર આનંદ ને ઉલ્લાસ સાથે ભારતભરમાં ઉજવવામાં આવે છે. આજે અમે તમને નવરાત્રીમાં કરવામાં આવતા એવા ઉપાય વિષે જણાવવા જઈ રહ્યા છીએ. જેના ચમત્કારિક ફાયદા મળે છે. જે તમને પણ જાણીને આશ્ચર્ય થશે.

જેવી રીતે નવરાત્રીમાં આધ્યાત્મિક શક્તિ પ્રાપ્ત કરવા માટે પૂજા પાઠ કરવામાં આવે છે, તેવી જ રીતે, જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ મેળવવા માટે મુકેટલાય ટોટકા ને ઉપાયો અજમાવવામાં આવે છે.એવી પણ માન્યતા પ્રચલીત છે જો તમારા જીવનમાં આવતી તકલીફોમાંથી તમારે મુક્ત થવું હોય અને સુખ અને સમૃદ્ધિ મેળવવા માંગતા હોય તો આ નવરાત્રી પર આ ઉપાયો જરૂર અજમાવજો.

Image Source

નવરાત્રીના એટ્લે નવ રાત્રી. આ દિવસોમાં તમે ધનલાભ માટે ટોટકા કે ઉપાયો અજમાવી શકો છો. આ માટે, તમે ઉત્તર દિશા તરફ મુખ રાખીને શાંત અને એકાંતવાળા ઓરડામાં પીળા કલરનાં આસન પર બેસો. આસનની બરોબર સામે તેલના નવ દીવા પ્રગટાવો. અને તેને સાધના પૂરી ન થાય ત્યાં સુધી પ્રજ્વલ્લિત જ રાખો. આ 9 દીવા સામે તમે લાલ ચોખાના ઢગલી બનાવો અને તેના ઉપર શ્રી યંત્ર મૂકો અને ફૂલ, ધૂપ અને દીવો કરીને શ્રી યંત્રની પૂજા કરો.

આ પછી, તમે એક થાળીમાં સ્વસ્તિક કરો અને તેની પૂજા કરો. હવે તમે તમારા મંદિરમાં આ શ્રી યંત્ર સ્થાપિત કરો. અને બાકી વધેલી બધી જ પૂજાની સામગ્રીને નદીમાં પ્રવાહ વહેતી મૂકી દો. આમ કરવાથી, તમે તમારા જીવનમાં પૈસાની અછ્ત ક્યારેય નહી અનુભવો. અને તમારા જીવનમાં નવી નવી ખુશી આવશે.

Image Source

મનપસંદ સાથી મેળવવા માટે

ઘણી બધી છોકરીઓ નવરાત્રી દરમિયાન શિવપાર્વતીનું વ્રત કરે છે. જેથી ઇચ્છિત વર મળે. નવરાત્રીના શુભ પ્રસંગે આ પ્રયોગને ઘણો જ શુભ માનવામાં આવે છે. આ માટે, તમારા પૂજા ગૃહમાં શિવ પાર્વતીનો 1 ફોટો રાખો અને ઉપાસના કરો, નીચે આપેલા મંત્રના 10 માળાના જાપ કરો. આ પછી, તમારા લગ્નમાં આવતા અવરોધને દૂર કરવા માટે શિવને પ્રાર્થના કરો.

ૐ શં શંકરાય સકલ – જ્ન્માર્જિત – પાપ – વિધ્વંસાય, પુરુષાર્થ – ચતુષ્ટય – લાભાય ચ પરતિ મે દેહિ ક્રુરું ક્રુરું સ્વાહા !!

Image Source

નોકરી મેળવવા માટે –

આઠમા નોરતાની વહેલી સવારે નાહીને સ્વચ્છ થઈને પૂર્વ દિશા તરફ સુતરાઉના સફેદ આસનમાં બેસીને બરોબર આ આસનની સામે પીળું કપડું પાથરવું અને તેના પર 108 મોતીની માળા મૂકો. હવે આ માળા પર કેસર અને મિત્ર શિવકર માળાની પૂજા કરો. ધૂપ દીપ કરી આ મંત્રનો 31 વાર જાપ કરો.

“ૐ હીમ વાગ્વાદિની ભગવતી મમ કાર્ય સિદ્ધિ કુરુ કુરુ સ્વાહા”

11 દિવસ સુધી સતત આવી રીતે પૂજા કરો. માળા સિદ્ધ થઈ જશે. પછી તમે જ્યારે પણ કોઈ ઇન્ટરવ્યૂ માટે જાવ ત્યારે આ માળા પહેરીને જ જાવ. તમે જ સિલેક્ટ થશો ને સારી નોકરી પણ મળી જશે.

Image Source

ઘર પરિવારમાં ખુશી માટે –

જો તમે તમારા પરિવારમાં ચાલતા લડાઈ અને સંઘર્ષથી કંટાળી ગયા છો, તો નવરાત્રીના નવમાં દિવસે આ પ્રયોગ કરો. આના માટે, નવરાત્રીના નવમા દિવસે સ્નાન કર્યા પછી, નીચે આપેલા મંત્રને અને 108 વખત અગ્નિમાં આહુતી આપી જાપ કરવો.

“સબ નર કારહી પરસ્પર પ્રિતી, ચલહી સ્વધર્મ નિરત શ્રુતિ નીતિ”

આ મંત્રને 21 દિવસ સુધી આવી જ રીતે કરવાનો છે. તમારા પરિવારમાંથી તમામ અવરોધો અને અડચણ દૂર થશે અને ઘરમાં સુખ શાંતિ આવશે.

Image Source

ઈચ્છાપૂર્તિ માટે –

તમારી દરેક મનોકામના પરિપૂર્ણ કરવા માટે નવરાત્રીના નવ દિવસ શિવ મંદિર પર જાવ અને શિવલિંગ પર દૂધ, દહીં ઘી અને મધથી અભિષેક કરો. ત્યારબાદ શુદ્ધ જળથી અભિષેક કરો. અને મંદિરમાં સાવરણીથી કચરોવાળી મંદિર સાફ કરો. ભગવાન શિવની ચંદન, ફૂલો અને ધૂપથી પૂજા અર્ચના કરો. તે જ દિવસે રાત્રે લગભગ 10:00 આગને પ્રગટાવીને ૐ નમ: શિવાય મંત્રના જાપ કરી 108 વાર આહુતી આપો. આ મંત્રને 40 દિવસ સતત જાપ કરો. ત્યારબાદ, ભગવાન શિવની સામે તમારી મનોકામના રજૂ કરો. ખૂબ જલ્દી તમારી મનોકામના પૂર્ણ થઈ જશે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.