ખબર

29 સપ્ટેમ્બર 2019: નવરાત્રી કળશ સ્થાપના શુભ મુહૂર્ત,પૂજા વિધિ, તેમજ નાગરવેલના પાનનો આ ઉપાય અવશ્ય કરો

નવરાત્રી બધા જ પ્રમુખ તહેવારમાંથી એક શ્રદ્ધાનું પર્વ છે . વર્ષભરમાં ચાર નવરાત્રિ આવે છે . અષાઢ, ચૈત્ર, આસો અને મહા. આ બધી જ નવરાત્રિમાં ચૈત્ર અને આસો મહિનાની નવરાત્રિનું પ્રમુખ મહત્વ છે. શાસ્ત્રોમાં શારદીય નવરાત્રિનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. આ નવરાત્રીમાં દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા અર્ચના કરવામાં આવે છે. દુર્ગા માં પ્રતિ ભક્તોની અતૂટ આસ્થા અને વિશ્વાસનો પર્વ એટલે નવરાત્રિ. નવ દિવસ ચાલવાવાળી નવરાત્રિના પર્વમાં મા દુર્ગાના નવ રૂપોની આરાધના કરવામાં આવે છે.

આસો મહિનામાં આવવાવાળી નવરાત્રિને શારદીય નવરાત્રિ તરીકે ઓળખવામાં આવે છે. તેમજ ઘણા લોકો નવરાત્રિમાં અખંડ જ્યોત પણ રાખે છે. અને ઉપવાસ કરે છે. તેમજ પોતાની શ્રદ્ધા અને ભક્તિથી માની પૂજા આરાધના કરે છે. અને મા દુર્ગા તેમના ઉપર પ્રસન્ન થઈને આશીર્વાદ આપે છે.

Image Source

નવરાત્રીથી શુભ મુહૂર્ત:-

વર્ષ 2019 માં શારદીય નવરાત્રિના પર્વ 29 સપ્ટેમ્બર રવિવારના દિવસે શરૂ થાય છે અને 8 ઓક્ટોબર મંગળવારના દિવસ સુધી ચાલશે.

પ્રતિપદા તિથિ શરૂ થશે 28 સપ્ટેમ્બર શનિવાર 23:56 મિનિટ પર.પ્રતિ પ્રદા તિથી સમાપ્ત થશે 29 સપ્ટેમ્બર રવિવાર 20:13 મિનિટ પર

કળશ સ્થાપના પ્રતિપદા તિથિ માં કરવું શુભ અને લાભકારી માનવામાં આવે છે. શાસ્ત્ર અનુસાર કળશ સ્થાપના પ્રતિ પ્રદા તિથી અભિજિત મુહૂર્તમાં કરવામાં આવે છે.

Image Source

નવરાત્રી પૂજા સામગ્રી:

દુર્ગાની પૂજા માટે મા દુર્ગાની મૂર્તિ, મૂર્તિની સ્થાપના કરવા માટે ચોકી ,લાલ વસ્ત્ર , કળશ નાળિયેર, ફુલ, દિવો ગંગાજળ કુમકુમ પુજા ની થાળી, આ પ્રકારના અનાજ નૈવેધ તેમજ ભાઈનું ઘી માતાને અર્પણ કરવામાં આવે છે.

કળશ સ્થાપનાની વિધિ:

નવરાત્રિના પહેલા દિવસે કળશ સ્થાપના કરવામાં આવે છે. આ દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે.
નવરાત્રિના પહેલા દિવસે સ્નાન કરીને વ્રતનો સંકલ્પ કરવો જોઇએ તેમ જ પૂજા સ્થળ સાફ કરીને શુદ્ધ કરીને. સાત પ્રકારનાં અનાજ પાથરવા.

Image Source

કળશ સ્થાપના કરતી વખતે કળશ ઉપર સ્વસ્તિક બનાવો અને સ્વસ્તિક ઉપર રક્ષાસૂત્ર બાંધવો કળશમાં ગંગાજળ રેડવું તેમજ તેમાં સિક્કા અથવા તો સોપારી નાખવી. તેમજ કળશની આજુબાજુ નાગરવેલના પાન અથવા તો આંબાના પાન સજાવીને તેની ઉપર શ્રીફળ મૂકવું. તેમાં સૌ પ્રથમ ગણેશજીની પૂજા કરવી ત્યારબાદ બધા દેવી-દેવતા આહ્વાન કરવુ. તેમજ મા શૈલપુત્રી અને પૂજન કરવું.

Image Source

નવરાત્રિના અષ્ટમી અને નવમી વખતે આ ઉપાય અવશ્ય કરો.
સવારે વહેલા ઊઠીને સ્નાન કરીને સ્વચ્છ કપડાં પહેરીને માતાના મંદિરમાં જઈને પાન ઉપર કેસર અને ઘી ભેગુ કરીને સ્વસ્તિક કરવો. તેના ઉપર નાળાછડી બાંધીને તેના ઉપર એક સોપારી મૂકીને માતાજીના ચરણોમાં રાખી દેવુ. તેઓ કરવાથી સુખ સમૃદ્ધિનું વાતાવરણ બની રહેશે અને ધન-સંપત્તિમાં પ્રગતિ થશે. અને માતા આગળ પ્રાર્થના કરવી.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.