ખબર

શું તમને ખબર છે કે ભગવાન રામથી જોડાયેલો છે દુર્ગા પૂજાનો ઇતિહાસ ? વાંચો એક ક્લિકે

શારદીય નવરાત્રી આસો મહિનાંની સુદ એકમથી લઈને વિજ્યાદશમી સુધી ચાલે છે. જેને મહાનવરાત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે. વર્ષમાં ચાર નવરાત્રી આવે છે. પરંતુ બે નવરાત્રીનું જ વધારે મહત્વ છે. જેમાં ચૈત્ર અને આસો નવરાત્રીનું જ વધારે મહત્વ છે. આ નવ દિવસ દરમિયાન અલગ-અલગ માતાજીનના 9 રૂપોની આરાધના કરવામાં આવે છે. બન્ને નવરાત્રીમાં પૂજા વિધિ સમાન રીતે જ કરવામાં આવે છે. આસો મહિનાની નવરાત્રી બાદ દશેરા આવે છે તેથી તેને શારદીય નવરાત્રી કહેવામાં આવે છે.

આવર્ષે આ નવરાત્રીનો પ્રારંભ 29 સપ્ટેમ્બરથી થશે. આ વર્ષે નવરાત્રી 10 દિવસની હશે. આઠ ઓક્ટોબરે દશેરાની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે.

Image Source

હિન્દૂઓના ખાસ તહેવાર પૈકી એક નવરાત્રી તહેવાર છે. ભારતભરમાં આ તહેવારની ઉજવણી લગભગ બધી જ જગ્યા પર જોવા મળે છે પરંતુ એ વાત છે કે, અલગ-અલગ જગ્યા પર અલગ-અલગ રીતે મનાવવામાં આવે છે.અલગ-અલગ ઉજવણી કરવા પાછળ પૌરાણિક મહત્વ છે, તો ઘણી સારી કહાની પણ છે.

Image Source

માનવામાં આવે છે કે સૌથી પહેલા ભગવાન શ્રી રામે આ શારદીય (આસો)નવરાત્રીની પૂજાની શરૂઆત લંકા પર ચઢાઈ કરતા પહેલા સમુદ્ર તટ પરથી કરી હતી જેથી તે શ્રીલંકાના રાજા રાવણ પર વિજય મળેવી શકે. સતત 9 દિવસ સુધીમાં દુર્ગાબાઈ ઉપાસના કર્યા બાદ 10માં દિવસે લંકાના વિજય માટે પ્રસ્થાન કર્યું હતું જેમાં રાવણ સાથે ઘમાસાણ યુદ્ધ થયા બાદ રામનો ભવ્ય વિજય થયો હતો.

Image Source

માનવામાં આવે છે કે, ત્યારથી અસત્ય, અધર્મ પર સત્ય અને ધર્મની જીતના પર્વને દશેરાના રૂપમાં મનાવવામાં આવે છે. દશેરા પહેલા નવ દિવસ નવરાત્રીના રૂપમાં મનાવવામાં આવે છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.