નવરાત્રી વ્રતના નિયમ: ભૂલથી પણ નવરાત્રીમાં ન કરો આ 10 કામ, નહિ તો માતાજી ક્રોધિત થશે

હિંદુ ધર્મમાં નવરાત્રીનું એક ખાસ મહત્વ છે. આ તહેવાર માતા દુર્ગાના નવ રૂપની પૂજા અર્ચનાનો તહેવાર છે. નવરાત્રીના તહેવારને આડે માત્ર ગણતરીના દિવસો જ બાકી છે. નવરાત્રીનો પવિત્ર તહેવાર 29 સપ્ટેમ્બરથી શરૂ થશે છે અને નવરાત્રીના 9 દિવસોમાં આદ્યશક્તિ દેવી દુર્ગાના સ્વરૂપોની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે.

દેશના ખૂણે-ખૂણે આસ્થા અને શ્રદ્ધાનો મહિલા જોવા મળે છે. લોકો ઉપવાસ કરે છે, માતાજીના શૃંગાર કરે છે, અને બીજી ઘણી રીતે માતાજીની આરાધના કરે છે. કેટલાક લોકો કન્યા ભોજ પણ કરાવે છે. જે ભક્તો માતાજીની સાચા મનથી પૂજા કરે છે, માતાજી તેની પ્રાર્થના સાંભળે છે અને માતા તેની બધી ઇચ્છાઓ પૂરી કરે છે.

શાસ્ત્રો અનુસાર નવરાત્રીના ઘણા નિયમો છે જેનું પાલન કરવું ખુબ જ આવશ્યક છે. આ નવ દિવસ માટે લોકો વ્રત રાખે છે અને દુર્ગા માની અલગ અલગ રૂપોમાં પૂજા કરે છે.

આજે અમે તમને નવરાત્રી વ્રતના અમુક નિયમો વિશે જણાવીશું જેનું પાલન કરીને તમે માતાને પ્રસન્ન કરી શકો છો.

નવરાત્રી વ્રતના નિયમ – 

તમને જણાવી દઈએ કે શાસ્ત્રો અનુસાર અમુક વસ્તુઓને નવરાત્રીના નવ દિવસ માટે વર્જિત રાખવામાં આવે છે આ સિવાય અમુક ચીજોને માન્ય રાખવામાં આવી છે. એવું કહેવામાં આવે છે કે જો કોઈ નવરાત્રી વ્રતના પાલન કરવાનું ચુકી જાય તો તેઓને વ્રતનું પુણ્ય નથી મળતું, અને તેના પરિવારને હંમેશા કોઈને કોઈ સમસ્યા ચોક્કસ આવે છે.

નખ કાપવા – નખ કાપવા લોકોની સારી આદતોમાંની એક છે. પણ નવરાત્રીના નવ દિવસ દરમિયાન નખ કાપવા પાપ માનવામાં આવે છે.

શેવિંગ (દાઢી કરવી) કરવું – નવરાત્રીના નવ દિવસો દરમિયાન જો તમે વ્રત રાખી રહ્યા છો અને પૂજા કરી રહ્યા છો તો શેવિંગ કરવું તમારા માટે વર્જિત છે. એટલે કે આ નવ દિવસોમાં દાઢી, મૂંછ કપાવવી પાપ માનવામાં આવે છે આવું કરવાથી દેવી મા ક્યારેય તમારા ઘરમાં નિવાસ નથી કરતી.

ખાલી ઘર – જો તમે નવરાત્રી માટે કળશ કે પછી માતાની મૂર્તિનું સ્થાપન કર્યું છે તો એવામાં ઘરને ક્યારેય એકલું છોડવું ન જોઈએ.

માસિક ધર્મ – જો તમારા માસિક ધર્મનો સમય ચાલી રહ્યો છે તો આ દિવસોમાં પૂજા-પાઠ ન કરો.

ખાન-પાન – નવ દિવસના આ સમયમાં તમારે લસણ, ડુંગળી અને નોન વેજ જેવી વસ્તુઓથી દૂર રહેવું જોઈએ, માત્ર સાત્વિક ભોજનનું જ સેવન કરો.

તમાકું, ધુમ્રપાન અને દારૂનું સેવન છે પાપ – નવરાત્રીના દિવસોને ખુબ જ શુભ માનવામાં આવે છે એવામાં તમાકુ, ધુમ્રપાન અને દારૂનું સેવન કરવું પાપ માનવામાં આવે છે.

કોઈનું અપમાન કરવું – યાદ રાખો કે આ 9 દિવસોમાં ભૂલથી પણ કોઈનું અપમાન ના કરો. આવું કરનારને માતાની ક્યારેય પણ માફી મળતી નથી. ખાસ કરીને સ્ત્રીઓનું અપમાન કરનારને માતાજી ક્યારેય માફ નથી કરતા.

ચામડાથી બનેલી વસ્તુઓ – જો તમે નવરાત્રીમાં વ્રત રાખ્યું છે તો આ વચ્ચે તમે બેલ્ટ, ચપ્પલ કે ચામડાની બનેલી કોઈપણ વસ્તુઓ પહેરશો નહિ.

કાળા કપડા – નવરાત્રી લાલ ચૂંદડી અને ગુલાબનો તહેવાર છે એવામાં કાળા કપડા પહેરવા અશુભ માનવામાં આવે છે.

નિમકનું સેવન – નવરાત્રીના વ્રતના સમયે તમે અનાજમાં નિમકના સેવનથી પણ દૂર રહો.

Shah Jina