આપણા તહેવારો હેલ્થ

નવરાત્રીના ઉપવાસમાં આ એક વસ્તુ ખાવાથી તમે આખો દિવસ રહેશો ઉર્જાથી ભરપૂર

નવરાત્રીની શરૂઆત થઇ ગઈ છે અને ઘણા લોકો આ પવિત્ર દિવસ દરમિયાન ઉપવાસ રાખશે. ઉપવાસ દરમિયાન એવી વસ્તુઓનું સેવન કરવું જોઈએ જે તમને ઉર્જા સભર રાખે. એવી જ એક વસ્તુ છે મખાના. ઉપવાસમાં ઉર્જા આપવાની સાથે મખાના બીજી ઘણી રીતે પણ ફાયદાકાર છે.

Image Source

મખાના ઉપવાસમાં ખાવા એ ખુબ જ હલકા હોય છે અને પાચક પણ હોય છે જેનાથી તમારી ભૂખ પણ કંટ્રોલમાં રહેશે અને શરીરમાં જરૂરી ઉર્જા પણ પુરી પાડશે. વ્રત દરમિયાન ક્યારેક ક્યારે ચીડ ચીડિયા પણું અને તણાવ આવી જાય છે. એવામાં તે તણાવને ઓછો કરવામાં પણ મદદ કરે છે અને મન અને દિમાગને શાંત રાખે છે.

Image Source

જો વ્રત દરમિયાન તમને ઊંઘ આવવાની સમસ્યા થઇ રહી હોય તો મખાના તમારા માટે ખુબ જ ફાયદાકારક રહેશે. રાત્રે સુતા પહેલા દૂધની સાથે તેનું સેવન કરવું અને શાંતિની ઊંઘ મેળવી શકશો.

Image Source

જો તમે ડાયાબિટીઝના દર્દી છો તો ઉપવાસ દરમિયાન મખાના તમારા માટે શ્રેષ્ઠ ખોરાક સાબિત થઇ શકે છે. તેનાથી શુગર કન્ટ્રોલમાં મદદ મળી શકે છે. આ ઉપરાંત તેના બીજા પણ શરીર માટે ઘણા ફાયદાઓ છે ચાલો જોઈએ.

Image Source

હાઈ બ્લડ પ્રેશરમાં રાહત:
જે લોકોને હાઈ બ્લડ પ્રેશરની તકલીફ રહેતી હોય તેમને નિયમિત મખાનાનું સેવન કરવું જોઈએ. આ ના માત્ર તેમના બ્લડ પ્રેશરને સંતુલિત રાખે છે પરંતુ તેમને હાઈ બ્લડ પ્રેશરથી થવા વાળા જોખમથી પણ સુરક્ષા પ્રદાન કરે છે. મખાનાની અંદર મેગ્નેશિયમની માત્રા મળી આવે છે. તે એક એવું મિનરલ છે જે શરીરને બ્લડ પ્રેશરથી સંતુલિત બનાવી રાખવામાં મદદગાર સાબિત થાય છે.

Image Source

હાડકાને મજબૂત બનાવવામાં:
ઘરડા લોકો દિવસમાં બે વખત મખાનાનું સેવન કરી શકે છે. એવું એટલા માટે કહેવામાં આવી રહ્યું છે કારણ કે તેમાં કેલ્શિયમની પર્યાપ્ત માત્ર મળી આવે છે. આ વધતી ઉંમર સાથે હાડકાને કમજોર થવાંથી બચાવવામાં પણ ખુબ જ મદદગાર સાબિત થાય છે. જયારે બીજી ઉંમરના લોકોને પણ આ હાડકા મજબૂત બનાવવા માટે ખુબ જ લાભદાયક સાબિત થાય છે.

Image Source

ડાયાબિટીઝના દર્દીઓ માટે:
ડાયાબિટીઝથી પરેશાન થઇ રહેલા લોકો માટે મખાના ખુબ જ ફાયદાકારક છે. મખાનામાં લો ગ્લાયસેમીક ઇન્ડેક્સ હોય છે. આ એક એવો ગુણ છે જે ડાયાબિટીઝના કારણે થવા વાળા જોખમને ઓછું કરવા માટે સક્રિય રૂપથી મદદ કરે છે. જો તમારા ઘરમાં પણ કોઈ ડાયાબિટીઝનું દર્દી હોય તો મખાના ખાવાની સલાહ આપવી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.