ખબર

નવરાત્રી દરમિયાન સપનામાં જો મળે આ 10 સંકેત તો સમજો કે માતાજીની છે વિશેષ કૃપા તમારી ઉપર

આ વર્ષે નવરાત્રી 29 સપ્ટેમ્બરથી શરુ થવાની છે જે 7 ઓક્ટોબર સુધી ચાલશે. નવરાત્રીના નવ દિવસ દેવીના જુદા-જુદા રૂપોની પૂજા થાય છે. આ દેવીના જુદા-જુદા અવતાર છે. દેવના આ નવ રૂપ અલગ-અલગ સિદ્ધિઓ આપે છે. આ નવ રૂપોમાં મહાગૌરીથી લઈને કાલરાત્રિ સુધીના નવ રૂપો છે. આ બધા જ રૂપોની પૂજાથી સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે.

આમ તો લોકો માતાને નવરાત્રી દરમિયાન પ્રસન્ન કરવા માટે દરેક ભક્ત પોતાનાથી બનતા દરેક પ્રયત્ન કરતા હોય છે. દેશના ખૂણે-ખૂણે આસ્થા અને શ્રદ્ધાનો માહોલ જોવા મળે છે. લોકો ઉપવાસ કરે છે, માતાજીના શૃંગાર કરે છે, અને બીજી ઘણી રીતે માતાજીની આરાધના કરે છે. કેટલાક લોકો કન્યા ભોજ પણ કરાવે છે.

આજે અમે તમને અમુક એવા સંકેતો જણાવીશું જેનાથી તમે સરળતાથી જાણી શકશો કે તમારી પર માતાજીની કૃપા છે કે નહિ.

Image Source

1. નવરાત્રી દરમિયાન સપનામાં શંખ, ફૂલ અને નારિયલ દેખાય તો તેને પણ શુભ સંકેત માનવામાં આવે છે. આ દરેક વસ્તુઓ એ સારા નસીબની નિશાની છે. કહેવાય છે કે સપનામાં આવી વસ્તુ દેખાવથી જે તે વ્યક્તિને નોકરી અને વેપારમાં વૃદ્ધિ મળે છે.

2. જો નવરાત્રી દરમિયાન સપનામાં સફેદ ગાય દેખાય તો તે પણ એક ખુબ જ શુભ સંકેત માનવામાં આવે છે. આનાથી તમારા કામમાં અને નોકરીમાં બઢતી થશે. ઘરમાં સુખ શાંતિ વધશે. આવા સપનાનો મતલબ છે કે માતાજીની કૃપા તમારા પર વરસવાની છે.

3. જો કોઈ વ્યક્તિને સપનામાં સાપ એક જ જગ્યાએ બેસેલો દેખાય તો તેને પણ શુભ માનવામાં આવે છે આ વાત એ સંકેત છે કે તમને ટૂંક સમયમાં ધનલાભ થવાનો છે.

4. શાસ્ત્રો પ્રમાણે નવરાત્રી દરમિયાન કોઈ વ્યક્તિને રાત્રે સપનામાં કોઈ ખાસ સંકેત મળે તો તેમણે સમજી જવું જોઈએ કે માતાજીની કૃપા સતત તેમની સાથે જ છે. તમે જે પણ વસ્તુ ઈચ્છો છો તે તમે મેળવી શકશો.

Image Source

5. જો નવરાત્રી દરમિયાન તમને સપનામાં કોઈ સ્ત્રી એ સંપૂર્ણ શણગાર સજેલી દેખાય તો તેને બહુ શુભ સંકેત માનવામાં આવે છે કારણ કે નવરાત્રી દરમિયાન માતાજીને પણ શણગાર કરવામાં આવે છે. સપનામાં દેખાય છે એ મહિલા એ માતાજીનું રૂપ છે. આવા સપનાનો અર્થ છે કે તમારા નસીબના દ્વાર ખુલી જવાના છે. તમને હવે ઘણો ફાયદો થવાનો છે.

6. જો તમને સપનામાં કોઈ નાનકડી કન્યા સિક્કો આપે તો એ બહુ સારી બાબતનો સંકેત છે. નાનકડી કન્યા માતા દુર્ગાનું સ્વરૂપ છે માટે આ સંકેતને શુભ માનવામાં આવે છે. આનાથી ખબર પડે છે કે જાતક પર માતાજીની વિશેષ કૃપા દ્રષ્ટી છે. માતાજીના આશીર્વાદથી તમે હવે ખુબ આગળ વધશો.

7. જેમ શંખ ધ્વનિથી આખું વાતાવરણ પવિત્ર થઇ જાય છે અને તેનો અવાજ કેવો ગુંજે છે એવું જ તમારું નામ પણ આખા વિશ્વમાં ગુંજશે. જયારે સપનામાં ફૂલ દેખાય તો તેનો મતલબ છે કે માતાજી તમને આશીર્વાદ આપી રહ્યા છે.

Image Source

8. નવરાત્રીના દરમિયાન રાત્રે જો સપનામાં શેરડીના ખેતર અને શેરડી ખાતા લોકો દેખાય તો તે પણ એક શુભ સંકેત માનવામાં આવે છે. આનાથી ઘરમાં સંપત્તિ વધે છે અને ઘરમાં નવા સાધન સંપત્તિ વસાવવાનો સમય આવે છે.

9. શાસ્ત્રો અનુસાર જો કોઈને રાત્રે સપનામાં સફેદ કે સોનેરી રંગનો સાપ દેખાય તો તેને શુભ માનવામાં આવે છે. સાપ જો કુંડળી મારીને બેસે તો તેને માતા લક્ષ્મી અને કુબેર દેવનું પ્રતિક માનવામાં આવે છે.

10. નવરાત્રી દરમિયાન તમને સપનામાં જો દુધથી બનેલી વસ્તુ જેવી કે દહીં, માખણ વગેરે દેખાય તો માનો કે તમારો સારો સમય હવે શરૂઆત થવાનો છે. આવા સપનાનો સંકેત છે કે હવે તમારા ઘરમાં ધનની કમી દુર થવાની છે. આ સંકેતનો અર્થ થાય છે કે માતાજીની કૃપા તમારા પર બનેલી રહેશે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.