શારદીય નવરાત્રીના છેલ્લા દિવસે એટલે કે મહાનવમીની રાતને લઈને એવું કહેવામાં આવ્યું છે કે અમુક એવા મહાઉપાયો કરવાથી તમારી દરેક મનોકામના દૂર થઇ જશે. હિન્દુ ધર્મ શાસ્ત્રોના આધારે નવરાત્રીના નવમા દિવસે માં દુર્ગાની મહાશક્તિઓ વધારે જાગૃત રહે છે અને આ સમયે જે પણ પોતાની ઈચ્છા પુરી માટેના ઉપાયો કરે છે તેઓની દરેક મનોકામનાઓ માતા દુર્ગા પૂર્ણ કરે છે. આ વખતે નવરાત્રીની નવમી તિથિ સોમવાર એટલે કે 7 ઓક્ટોબરના રોજ આવે છે.

શારદીય નવરાત્રીની નવમી તિથિની રાતે 10 વાગ્યાથી લઈને 12 વાગ્યાની વચ્ચે આ મહાઉપાયોમાંથી કોઈ એક ઉપાય કરવાથી વ્યક્તિના જીવનની ધન સંબંધિત દરેક સમસ્યાઓ દૂર થઇ જાય છે. આ ઉપાયોને કરતી વખતે એ ધ્યાન રાખો કે તેમાં કોઈ રોક-ટોક ન આવે. આવો તો તમને જણાવીએ આ ઉપાયો વિશે.

1. નવરાત્રીની નવમી તિથિ 7 ઓક્ટોબરના રોજ રાતે 10 વાગ્યાના પહેલા ગંગાજળ ભેળવેલા પાણીથી સ્નાન કરીને ઘરમાં પૂજા કરવાના સ્થાન પર થોડી જગ્યામાં ગાયના છાણથી લેપ કરો. હવે તે જગ્યા પર ગાયના ઘી નો બે મુખવાળો દીવો પ્રગટાવો.

દીવાની આગળના ભાગમાં નાગરવેલના પાન પર પાંચ લવિંગ, દેશી કપૂર, 5 એલચી અને ગુગ્ગ્લની સાથે કંઈક મીઠી વસ્તુ રાખીને દેવી માતાને તેનો ધૂપ આપો. તેની સાથે જ માં દુર્ગાના બીજ મંત્રનો એક હજાર વાર જાપ કરો. આ ઉપાય કરવાથી અમુક જ દિસવોમાં ધન સંબંધી સમસ્યાઓથી છુટકારો મળી જશે.

2. નવરાત્રીની નમવી તિથિની રાતે માં દુર્ગાના મંદિરમાં ધન-વૈભવની કામના કરો અને કેસર, ચંદન અને ગાયના ઘી ને ભેળવીને નાગરવેલના પાન પર નાનો એવો સ્વસ્તિક(સાથિયો)બનાવો. હવે તેના પર દોરો બાંધીને એક સોપારી મુકી દો. આ ઉપાયથી ધન સંબધિત સમસ્યાઓ દૂર થઇ જશે.

3. જો તમે કોઈને પોતાના બનાવવા માંગો છો તો નવમી તિથિની રાતે સુગંધિત ચંદન અને કેસર પાઉડર ભેળવીને એક નાગરવેલના પાન પર રાખીને સળગાવો. જેના પછી માં ચંડી સ્ત્રોતનો પાઠ લાલ રંગના આસન પર બેસીને કરો. સવારે પાનની રાખની ભષ્મથી મસ્તક પર તિલક કરો અને ગળા પાર પણ લગાવો. આ ઉપાય કરવાથી તમે જેને પણ પસંદ કરી રહ્યા છો તે તમારું બની જશે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.