નવરાત્રી આવતા જ આપણને અવનવી રીતના અનોખા ગરબા અને અનોખા ટ્રેડિશનલ કપડાં જોવા મળે છે. ગરબા રમનાર ગ્રુપ પોતપોતાની આગવી રીતો ઉપજાવી કાઢતા હોય છે, અને સાથે જ સમાજમાં જાગૃતિ આવે એવા જુદા-જુદા સંદેશાઓ પણ લોકો સુધી પહોંચાડતા હોય છે. ત્યારે અમદાવાદના એક યુવકે ચાર કિલોની રાજસ્થાની સ્ટાઇલની પાઘડી તૈયાર કરી છે.

અમદાવાદના વસ્ત્રાલમાં રહેતા અનુજે નામના યુવકે આ પાઘડી તૈયાર કરી છે. આ પાઘડીની ખાસ વાત એ છે કે આ પાઘડીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એકદમ નાની સાઇઝના વિવિધ ફોટોગ્રાફ્સ ચોંટાડવામાં આવ્યા છે. જે તસ્વીરોનો આપઘડીમાં ઉપયોગ થયો છે એ તમામ તસવીરો વાયલ થયેલી છે.

અનુજે પહેલા આ તસ્વીરોને ભેગી કરી પછી તેની પ્રિન્ટ કરાવીને તેને પાઘડીમાં લગાવી. સાથે જ આ પાઘડીમાં ફાયર સેફટીની અવેરનેસ થીમ પણ મુકવામાં આવી છે.

અનુજે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના વડાપ્રધાન મોદીના આ કામને બિરદાવવા માટે આ પાઘડી બનાવી છે. નવરાત્રીના નવે દિવસ અનુજ આ પાઘડી પહેરશે અને લોકોને સંદેશો આપશે કે મોદી છે તો બધું જ શક્ય છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.