3 ઓક્ટોબર 2024થી શારદીય નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. ધાર્મિક ગ્રંથોમાં ઉલ્લેખ છે કે, નવરાત્રી દરમિયાન માતા દુર્ગા પૃથ્વી પર વસવાટ કરવા પધારે છે. આ દસ દિવસ દરમિયાન ભક્તો માતાજીના દસ સ્વરૂપોની આરાધના કરે છે.
જ્યોતિષશાસ્ત્રની દૃષ્ટિએ માતા દુર્ગાનું આગમન સર્વ રાશિઓ પર અસર કરે છે. આવા સંજોગોમાં કેટલીક રાશિઓને શુભ ફળ પ્રાપ્ત થાય છે, જ્યારે અન્ય કેટલીક રાશિઓને અશુભ ફળ મળે છે. તો ચાલો જાણીએ કે કઈ રાશિઓ પર આ નવરાત્રી દરમિયાન માતા દુર્ગા પોતાની કૃપા વરસાવશે.
વૃષભ: માતા દુર્ગાના આશીર્વાદથી વૃષભ રાશિના જાતકો માટે નવરાત્રી અત્યંત આનંદદાયક સમય લાવશે. નોકરીમાં બઢતી મળવાની શક્યતા છે અને વેપાર કરનારા લોકોને મોટો લાભ થશે. માતાની કૃપાને કારણે વૃષભ રાશિના લોકોની આર્થિક સ્થિતિમાં સુધારો થવાની સંભાવના છે. જે લોકોએ હજુ સુધી લગ્ન કર્યા નથી તેમને શુભ સમાચાર મળી શકે છે.
વૃશ્ચિક: વૃશ્ચિક રાશિના જાતકો માટે આ વખતની નવરાત્રી અનેક રીતે વિશેષ રહેશે. માતા રાણીના આશીર્વાદથી તમને તમારા જીવનસાથીનો સંપૂર્ણ સહકાર પ્રાપ્ત થશે. જો કોઈ કેસ પેન્ડિંગ હોય તો તે તમારી તરફેણમાં નિર્ણય આવી શકે છે. આર્થિક સમૃદ્ધિ પણ પ્રાપ્ત થશે.
કુંભ: ઓક્ટોબરમાં શરૂ થનારી શારદીય નવરાત્રી કુંભ રાશિના જાતકો માટે શુભ સમાચાર લઈને આવશે. પરિણીત લોકોનું દાંપત્યજીવન પ્રેમથી ભરપૂર જોવા મળશે. જે લોકો વ્યવસાય કે સ્થાવર મિલકતના ક્ષેત્રમાં કાર્યરત છે તેમને મોટો ફાયદો થઈ શકે છે. માતા દુર્ગાની કૃપાથી કુંભ રાશિના લોકોના જીવનમાંથી નકારાત્મકતા દૂર થશે.
આ લેખમાં આપવામાં આવેલી માહિતીની વિશ્વસનીયતાની ગેરંટી નથી. જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી પબ્લિશ થઇ છે