ખબર

જો ગરબે ઘૂમ્યા વગર પાછુ ન આવવુ હોય તો જલ્દીથી વાંચી લો નવરાત્રીની આ ગાઇડલાઇન

નવરાત્રીમાં લોકો માતાની 9 દિવસ આરાધના કરતા હોય છે અને ગરબે ઘૂમતા હોય છે. આ વર્ષે નવરાત્રિ 7 ઓક્ટોબર એટલે કે કાલથી ચાલુ થઇ રહી છે. 9 દિવસ સુધી ચાલતા નવરાત્રીના આ તહેવારને લઇને લોકોમાં આનંદ અને ઉત્સાહ જોવા મળે છે. ત્યારે ગયા વર્ષે કોરોના મહામારીને કારણે સરકાર દ્વારા વધારે છૂટછાટ આપવામાં આવી ન હતી, ત્યારે આ વખતે સરકારે કોરોનાની સંભવિત ત્રીજી લહેરને જોતા નવરાત્રીની ગાઇડલાઇનમાં ગયા વર્ષ કરતા થોડા વધુ છૂટછાટ આપી છે. સરકાર દ્વારા નવરાત્રી માટેની ગાઇડલાઇન જારી કરવામાં આવી છે. આ ગાઇડલાઇનનું પાલન કરવા માટે સંચાલકો અને ખેલૈયાઓને ચુસ્તપણે કરવાનું કહેવામાં આવ્યુ છે. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

આ વર્ષે નવરાત્રીને લઇને રાજય સરકારે શેરી અને સોસાયટી તેમજ ફ્લેટોમાં કેટલાક નિયંત્રણ દ્વારા ગરબા યોજવાની પરવાનગી આપી છે. આ દરમિયાન સોસાયટી અને શેરીઓમાં કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે અને આ સાથે નવરાત્રીની ગાઇડલાઇનનું પાલન પણ ખેલૈયાઓ અને આયોજકોને કરવાનું રહેશે.

રાજય સરકાર દ્વારા નવરાત્રી માટે મંજૂરી આપવામાં આવી છે. તેમજ આ મંજૂરી આપ્યા બાદ શહેરના ઉચ્ચ અધિકારીઓની મીટિંગ મળી હતી અને તેમાં પોલિસ અધિકારીઓને કડક સૂચના આપવામાં આવી છે.  દરેક પોલિસ સ્ટેશનના PIને તેમના વિસ્તારની સોસાયટીઓમાં યોજાતા ગરબાના આયોજકો સાથે મીટીંગ કરવાની સૂચના આપવામાં આવી છે. તેમજ ગરબામાં 400થી વધુ લોકોને ભેગા ન કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે.

નવરાત્રીની ગાઇડલાઇનમાં એવું પણ દર્શાવવામાં આવ્યુ છે કે, ખેલૈયાઓ માટે કોરોના વેક્સિનના 2 ડોઝ ફરજિયાત છે. આ સાથે વ્યવસાયિકો ઉપરાંત કર્મચારીઓ માટે વેકસીનનો પ્રથમ ડોઝ ફરજિયાત છે. જાહેરનામાનો ભંગ કરનાર વિરૂદ્ધ કાનૂની કાર્યવાહી હાથ ધરાશે તેવો ઉલ્લેખ જાહેરનામામાં કરાયો છે. રાજયભરમાં રાતના 12 વાગ્યા સુધી શેરી, સોસાયટી અને ફ્લોટોમાં આયોજન કરી શકાશે. કોઇ પણ કોમર્શિયલ જગ્યાએ ગરબાનું આયોજન કરવામાં આવે  તેવા સ્થળોએ પરવાનગી આપવામાં આવી નથી.

નવરાત્રી દરમિયાન રેસ્ટોરન્ટ-હોટલ, માર્કેટ યાર્ડ, લારી-ગલ્લા, કોમ્પલેક્સ, હેર કટિંગ સલૂન, શોપિંગ મોલ, બ્યુટી પાર્લર, રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રહી શકશે. રેસ્ટોરન્ટમાં રાતે 12 વાગ્યા સુધી હોમ ડિલિવરી કરી શકાશે. નવરાત્રી દરમિયાન સરકાર દ્વારા રાત્રિ કર્ફયુમાં 1 કલાકની રાહત આપવામાં આવી છે. રાત્રિ કર્ફયુ 12 કલાકથી સવારે 6 કલાક સુધી લાગુ રહેશે.