આ નવરાત્રિમાં આ 6 વસ્તુમાંથી એક વસ્તુ ઘરે લાવો અને તમારી બધી સમસ્યા દૂર કરો.. જુઓ ચમત્કાર

આ નવરાત્રિએ આ છ વસ્તુ લાવવાથી તમારી આર્થિક સમસ્યા દૂર થશે. જો કોઈ પણ ઉપાય હોય તેને દિલથી ઉપયોગ કરવાથી તમને જરૂર ફાયદો થશે. નવરાત્રી એટલે મા દુર્ગાનો તહેવાર… માના નવ સ્વરૂપોનો તહેવાર

નવરાત્રી એટલે માં શક્તિના 9 દિવસ આરાધના અને પૂજા કરવાના દિવસો. ૨૦૨૧ માં આ વર્ષે 7 ઓક્ટોબરથી નવરાત્રી શરૂ થઇ રહી છે. 9 દિવસ સુધી ચાલતા આ તહેવારમાં માં દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે.

માતાજીના આ તહેવારમાં ઘટસ્થાપના અથવા કળશ સ્થાપનાનું ખાસ મહત્વ હોય છે. જે નવરાત્રીના પહેલા દિવસે કરવામાં આવે છે. આ વર્ષે શારદિય નવરાત્રી (Sharadiya Navaratri 2021) 8 દિવસની જ હશે. ત્રીજ અને ચોથ તિથિ એક સાથે હોવાથી 7 ઓક્ટોબરે શરૂ થતી નવરાત્રી 14 ઓક્ટોબરે સંપન્ન થશે. 15 ઓક્ટોબરે દશેરાનો ફેસ્ટિવલ મનાવવામાં આવશે.

આ વર્ષે નવરાત્રી 7 તારીખે ગુરૂવારે શરૂ થશે. માં દુર્ગાની સવારી પાલખીમાં હશે. માં દુર્ગા પાલખી કે ડોલીમાં આવશે અને હાથી પર સવાર થઇને પ્રસ્થાન કરશે. 6 ઓક્ટોબરે સર્વપિતૃ અમાસની સાથે શ્રાદ્ધ સમાપ્ત થશે. જેના બીજા દિવસે એટલે કે 7 ઓક્ટોબરથી નવરાત્રી શરૂ થઇ જશે.


નવરાત્રીના પહેલા દિવસે માતા શૈલપુત્રીની આરાધના કરવામાં આવે છે અને ઘડા અથવા લોટાની સ્થાપના કરવામાં આવે છે. નવરાત્રીના છેલ્લા દિવસે કન્યા પૂજન કરીને વ્રતને પૂર્ણ કરવામાં આવે છે. દેશના ખૂણે-ખૂણે આસ્થા અને શ્રદ્ધાનો મહિલા જોવા મળે છે.

લોકો ઉપવાસ કરે છે, માતાજીના શૃંગાર કરે છે, અને બીજી ઘણી રીતે માતાજીની આરાધના કરે છે. લોકો નવ દિવસ ઉપવાસ રાખે છે અને દસમા દિવસે કન્યા પૂજન કરીને વ્રત ખોલે છે. જો તમે નવરાત્રિમાં આ ઉપાય કરશો તો તમને દરેક સમસ્યાથી છુટકારો પ્રાપ્ત થશે. ઘરમાં સુખ-સમૃદ્ધિ આવશે અને આર્થિક સમસ્યા દૂર થશે.

1. શૃંગારમાં ઉપયોગમાં આવતા ફૂલને લાલ કપડામાં રાખીને તિજોરીમાં મૂકવાથી ધનની વૃદ્ધિ થશે. આ કાર્ય સારા મુહૂર્તમાં કરવું. તેનાથી હંમેશા માટે ધન સંબંધિત મુશ્કેલીઓ દૂર થઈ જશે.

2. વડના પાંદડાને સારા મુહૂર્તમાં તોડીને તેના ઉપર કુમકુમથી સ્વસ્તિક બનાવવાથી, અને ત્યારબાદ તે પાનને પૂજા સ્થાને રાખવાથી અટકેલા બધા જ કાર્યો પૂરા થશે.

3. નવરાત્રીના સમયે સારા મુહૂર્તમાં શંખપુષ્પીની જડને ઘરમાં લાવીને તેને ચાંદીની ડબ્બીમાં રાખીને ઘરની તીજોરીમાં કે જ્યાં પૈસા રાખતા હોય તે સ્થાને રાખવાથી આવકમાં વૃદ્ધિ થશે. આર્થિક સમસ્યા ક્યારેય પણ નહીં આવે.

4. નવરાત્રીના શરૂઆતના દિવસે કેળાના છોડને લાવી અને ઘરમાં કુંડામાં વાવવું. 9 દિવસ સુધી તેને પાણી આપવું. ગુરૂવારે પૂજા કરીને પાણીમાં થોડું કાચું દૂધ પણ ચડાવવું. તેનાથી તમારી ધનની સમસ્યાઓ દૂર થશે. નવી આવકની શરૂઆત થશે.

5. નવરાત્રીના દિવસે કોઈ પણ તુલસીનો છોડ સારા મુહૂર્તમાં ઘરે લાવો ત્યારબાદ તેને કુંડામાં સ્થાપિત કરો અને સવાર અને સાંજ દીવો કરો અને જળ ચઢાવો. આવું કરવાથી મા લક્ષ્મીની કૃપા તમારા ઉપર બની રહેશે અને તમારી દરેક સમસ્યા દૂર થશે. ધન સંબંધી કોઈપણ સમસ્યા હશે તે દૂર થશે. અને આર્થિક સમસ્યામાંથી છુટકારો મળશે.

6. ભગવાન શિવને અત્યંત પ્રિય એવો ધતુરો. ધતુરાના મૂળને નવરાત્રીના સમયે સારા મુહૂર્તમાં ઘરમાં લાવી અને વાવવાથી, મહાકાળીજી પ્રસન્ન થશે. મહાકાળીના મંત્રનો જાપ કરવો.

YC