ખબર

નવરાત્રીમાં ટ્રેંડમાં છે આ ટેટુ, યુવાનો ટેટુની સાથે સમાજને આપે છે અનોખા સંદેશ તો કોઈ કરે છે ખુશીની લાગણી

નવરાત્રિને ગણતરીના દિવસો જ બાકી છે. આગામી રવિવારથી નવરાત્રીની શરૂઆત થશે. ગુજરાતમાં નવરાત્રીની જોર-શોરથી તૈયારી કરવામાં આવી છે.

Image Source

દર વર્ષે ચણિયાચોળીમાં અલગ-અલગ ટ્રેન્ડ આવે છે. આ વર્ષે રેઇનકોટ ચણીયા ચોળી ટ્રેંડમાં છે. સાથોસાથ નવરાત્રીમાં મહેંદી અને ટેટુ ડિઝાઇનનો ટ્રેન્ડ પણ બદલતો રહે છે.

આ નવરાત્રીમાં યુવાનોને મોદી-ટ્રમ્પથી દોસ્તીથી લઈને કાશ્મીર અને પ્લાસ્ટિક બૈન જેવા મુદ્દા પર બનેલા ટેટુ વધારે પસંદ છે. નવરાત્રીના ગણતરીના દિવસો બાકી હોય નવા-નવા સોશિયલ મીડિયા મેસેજ સાથે યુવાનો બોડી ટેટુ કરાવી રહ્યા છે. આ યુવાનો આ ટેટુની સાથે એક ખાસ મેસેજ દેવાની પણ કોશિશ કરી રહ્યા છે.

હાઉડી મોદી કાર્યક્રમમાં પુરી દુનિયાએ પીએમ મોદી અને ટ્રમ્પની મિત્રતા જોઈ હતી.ખાસ કરીને યુવાનો ભારત-અમેરિકાના આ સંબંધને લઈને ઘણાં ઉત્સાહિત હોય છે ત્યારે ટેટુમાં મોદી-ટ્રમ્પની દોસ્તી જોવામાં આવે છે.

Image Source

દર વર્ષ ટેટુ પ્રેમીઓ નવરાત્રી પર અલગ-અલગ થીમ પર ટેટુ બનાવતા હોય છે. આ વર્ષે આ ટેટુ કંઈક અલગ જ સંદેશ આપે છે. તેમાંથી એક છે હેલ્મેટ પહેરવાનો સંદેશ. આ ટેટુમાં એક પોલીસકર્મી હેલ્મેટ પહેરવા માટે લોકોને અપીલ કરે છે.

Image Source

આ વર્ષે ટેટુમાં પણ લોકોનો દેશ પ્રત્યેના પ્રેમની ઝલક જોવા મળે છે. ધારા 370 હટયા બાદ કાશ્મીર પુરી રીતે ભારતનો હિસ્સો બની ચૂક્યું છે. તિરંગા સાથે ‘કાશ્મીર હમારા હૈ’ના એક ખાસ મેસેજ સાથે યુવાનો તેની ખુશીનો ઈઝહાર કરે છે.

Image Source

ન્યુ ઇન્ડિયા યુવાનોના દિલમાં રાજ કરે છે. આ વાતની સાબિતી અમુક યુવાનોના ટેટુ આપે છે. ઘણા પ્રકૃતિ પ્રેમીઓ ટેટુ કરાવીને યુઝડ પ્લાસ્ટિક બેનનો સંદેશો લોકો સુધી પહોંચાડે છે. ટેટુમાં ચંદ્રયાન-2 માતે ઇસરોને શુભેચ્છા પાઠવી છે.

નવરાત્રીના નવા રંગોના નવા રૂપ આ ટેટુ દ્વારા જોવા મળી રહ્યા છે. સેવ અર્થ ટેટુ દ્વારા યુવા પર્યાવરણ અને પૃથ્વી બચાવોનો સંદેશો આપી રહ્યા છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.