ખબર

અમદાવાદમાં ભણેલી ગણેલી પીજીમાં રહેતી સ્વરૂપવાન યુવતી રસ્તા વચ્ચે જ લથડિયાં ખાતા પુરુષો સાથે એવી હરકત કરવા લાગી કે જોઈને હેરાન રહી જશો

આજકાલ મોટાભાગના યુવાનો ખોટા રવાડે ચઢી ગયા છે, ઠેર ઠેરથી એવા એવા વીડિયો સામે આવે છે જે જોઈને લોકો પણ હેરાન રહી જાય છે, ત્યારે હાલ જ એક ઘટના અમદાવાદમાંથી સામે આવી છે. અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલા નવરંગ સર્કલ પાસે એક સ્વરૂપવાન અને ભણેલી ગણેલી યુવતી લથડિયા ખાતી મનમાં આવે તેમ બોલી રહી હતી.

દેખાવમાં આ યુવતી સારા ઘરની લાગી રહી હતી, જેથી તેની સાથે કઈ અજુક્તું ના બને તેના કારણે એક જાગૃત નાગરિકે પોલીસને સમગ્ર ઘટના અંગે જાણ કરી હતી. જેના પગલે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. આ યુવતી કોઇ પણ પુરૂષને પકડીને અજુગતો બબડાટ કરી રહી હતી. આ યુવતીને જોવા લોકોનાં ટોળે ટોળા એકત્ર થઇ ગયા હતા.

આ ઘટના બપોરે દોઢ એક વાગ્યાની આસપાસ બની હતી. યુવતી સાથે વાત કરવાનો સ્થાનિક લોકોએ પ્રયાસ કર્યો પણ નિષ્ફળ ગયા હતા. એક જાગૃત નાગરિકે આ બાબતે અમદાવાદના સિનિયર આઇપીએસ અધિકારી અને નિર્ભયા પ્રોજેક્ટ અંતર્ગત મહિલાઓની સુરક્ષા માટે ખાસ કામ કરતા અજય ચૌધરીનો સંપર્ક કરીને તેમને આ બાબતે માહિતગાર કર્યા હતા.

જેના બાદ મહિલા પોલીસની મદદથી યુવતીને પોલીસ જીપમાં બેસાડીને પોલીસ સ્ટેશન લઇ ગઇ હતી. ફરજ પરના મહિલા કોન્સ્ટેબલની મદદથી યુવતી પાસેથી તેનો મોબાઇલ મેળવ્યો હતો. આ ઉપરાંત યુવતી વડોદરાની હોવાનું અને પીજીમાં રહેતી હોવાનું સામે આવ્યું હતું.તે જ્યાં રહેતી હતી તે પીજીના સંચાલકનો સંપર્ક કરીને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા હતા.

સંચાલક મહિલાને જોતા જ યુવતીને રાહત થઈ હતી. ત્યારબાદ તેણે પોતાના પરિવારજનોને પણ વિગત આપતા પોલીસે વડોદરામાં રહેતા યુવતીના માતા-પિતા સાથે વાત કરી તેમને વીડિયો કોલ મારફત યુવતી સાથે વાત કરાવી હતી અને તેમની મંજૂરીથી યુવતીને પોલીસે પીજી સંચાલક સાથે પીજી સ્થળે મૂકી આવવાની વ્યવસ્થા કરી હતી.