ફિલ્મી દુનિયા

તારક મહેતાની આ અભેનેત્રીના પિતાનું નિધન થતા દુઃખી દુઃખી થઇ, સોશિયલ મીડિયા ઉપર લખી ભાવુક પોસ્ટ

છેલ્લા 12 વર્ષથી દર્શકોના દિલમાં રાજ કરતી નાના પડદાની ધારાવાહિક “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા”ની આભિનેત્રી નવીના બોલના માથે દુઃખોનો પહાડ તૂટી પડ્યો છે. તેના પિતા વીરેન્દ્ર બોલેનું નિધન થયું છે.

નવીના બોલે નાના પડદા ઉપર ઈશ્કબાજ, મિલે જબ હમ તુમ અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં જેવી ઘણી ધારાવાહિકોનો ભાગ રહી ચુકી છે.

નવીનાએ પોતાના અધિકૃત ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર પિતા વીરેન્દ્ર બોલની એક તસ્વીર શેર કરી છે. આ તસ્વીરની સાથે તેને પોતાના પિતા માટે ભાવુક પોસ્ટ પણ લખી છે. અને છેલ્લે તેને પિતાને શ્રદ્ધાંજલિ પણ આપી છે.

નવીનાએ પોસ્ટ કરતા લખ્યું છે કે: “આ સમયે મારી અંદર ચાલનારી ભાવનાઓના ભંવર અને ન્યાય કરવા વાળા કોઈ પણ શબ્દ વિશે હું નથી વિચારી શકતી. ફક્ત આશા અને પ્રાર્થના કરું છું
કે તમે જ્યાં પણ હોય ત્યાં ખુશ હોય અને અહિયાંથી વધારે શાંતિ મળે. જ્યાં કોઈ ડર કોઈ દુઃખ તમને સ્પર્શી પણ ના શકે.

મને દુઃખ છે એ વાતનું કે હું તમારી સાથે વધારે સમય ના વિતાવી શકી અને તમારો એ પ્રેમ તમારા જેવા વિચારો ના રાખી શકી જેની તમારે હંમેશા જરૂર હતી. પરંતુ તમે જાણો છો તમે જ્યાં પણ હશો હું તમને દિલથી યાદ કરીશ.”

નવીનાએ આ પોસ્ટમાં પોતાની દીકરીની પણ વાત કરતા જણાવ્યું છે કે: “કિમ્મી પોતાના નાનુંને ક્યારેય નહીં ભૂલે. હું તમને ખુબ જ પ્રેમ કરું છું પપ્પા.

અનંત કાળ સુધી અને તેનાથી પણ આગળ.” નવીનાએ લખેલી આ ભાવુક પોસ્ટ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઇ રહી છે. જેમાં ઘણા ટીવી સિતારા અને ચાહકોએ પોતાની પ્રતિક્રિયા આપી છે. સાથે જ તેના પિતાને છેલ્લી શ્રદ્ધાંજલિ પણ આપી છે.

 

View this post on Instagram

 

A post shared by Navina (@navina_005) on

નવીના નાના પડદાની પ્રખ્યાત અભિનેત્રીઓમાંની એક છે. તેને ઘણી ધારાવાહિકમાં પોતાના અભિનયથી દર્શકોનું દિલ જીત્યું છે. આ સમયે નવીના પ્રખ્યાત ધારાવાહિક “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા”માં ડોક્ટર સારાનો અભિનય કરી રહી છે. આ સિવાય પણ તે ઘણી ધારાવાહિકમાં નજર આવી ચુકી છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.