18 વર્ષ પહેલાં, વર્ષ 2001માં, ટીવી પર ‘કુસુમ’ નામની સીરિયલ આવતી હતી. આ સીરિયલમાં મુખ્ય પાત્ર ભજવનાર નૌશિન અલી સરદાર કુસુમ નામથી ઘરઘરમાં જાણીતી થઇ હતી. ટીવી ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ ધૂમ મચાવનાર નૌશિન અલી સરદારનો જન્મ 29 ઑગસ્ટ, 1982ના રોજ મુંબઈમાં થયો હતો, જે જાણીતા કુસુમનું પાત્ર ભજવતું હતું. તેમની માતા, નવરોઝ સરદાર ઇરાનથી છે જ્યારે તેમના પિતા પંજાબી (લાહોર) છે. નૌશિનના પાંચ ભાઈ-બહેનો છે.
નૌશિને 18 વર્ષની વયે ટીવીમાં ડેબ્યુ કર્યું હતું. વર્ષ 2001થી 2005 સુધી સિરિયલ કુસમમાં નૌશિને મુખ્ય પાત્ર ભજવ્યું હતું. જેનાથી તેને ઘણી લોકપ્રિયતા મળી. છેલ્લા 19 વર્ષોમાં તેમના દેખાવમાં ઘણો બદલાવ આવ્યો છે. તેને જોઈને એવી અટકળો લગાવવામાં આવી કે નૌશિને સર્જરી કરાવી છે. જણાવી દઈએ કે પહેલા કરતા અત્યારે નૌશિન ખૂબ જ બદલાઈ ચુકી છે અને તેનો અંદાજ પણ પહેલા કરતા ઘણો અલગ થઇ ચુક્યો છે, જેને કારણે તે હાલમાં ખૂબ જ ચર્ચાઓમાં રહી હતી.
તાજેતરમાં જ તે ટીવી ઇન્ડસ્ટ્રીમાં પાછી ફરી છે અને હવે તે ઘણી બદલાઈ ગઈ છે. તેમને અલાદીન શોથી વાપસી કરી છે અને આ દરમ્યાન તેને પોતાની તસ્વીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી. જેને કારણે તે ખૂબ જ ટ્રોલ થઇ હતી. પોતાની એ તસ્વીર શેર કરીને તે ટ્રોલર્સના નિશાન પર આવી ગઈ હતી અને લોકો તેની તસ્વીર પર ભદ્દી કૉમેન્ટ્સ કરવા લાગ્યા હતા. જો કે ત્યારે નૌશિને કહ્યું હતું કે આ તસ્વીર એડિટેડ છે.
આ પછી જયારે તેને ખૂબ જ ટ્રોલ કરવામાં આવી તો નૌશિને પોતાના લૂક વિશે ખુલાસો કરતા કહ્યું હતું કે વર્ષ 2003માં તેનો અકસ્માત થયો હતો. જેમાં તેના સ્કલ અને કોલર બોનમાં ફ્રેક્ચર થયું હતું અને નાક પર પણ ઇજા થઇ હતી. આના કારણે સર્જરી કરાવવી પડી અને તેના લૂકમાં પણ બદલાવ આવી ગયો છે.
સાથે જ ટ્રોલર્સને જવાબ આપતા નૌશિને કહ્યું કે જે સમયે તે કુસુમનું પાત્ર ભજવી રહી હતી એ સમયે તેની ઉમર માત્ર 18-19 વર્ષ હતી, જયારે કે તે એક 29-30 વર્ષની મહિલાનું પાત્ર ભજવતી હતી. લોકોને લાગે છે કે હવે તો હું 45-50 વર્ષની થઇ ગઈ હોઈશ, જયારે કે આવું બિલકુલ પણ નથી.
નૌશિને કહ્યું, ‘જો કોઈને લાગે છે કે 15 વર્ષ પહેલા હું જેવી દેખાતી હતું એવી જ અત્યારે પણ દેખાઉં તો તે શક્ય નથી. દરેક વ્યક્તિ વધતી ઉંમર સાથે અલગ દેખાવા લાગે છે, એવામાં કોઈને મારી પાસેથી કેવી રીતે અપેક્ષા રાખી શકે કે હું પહેલા જેવી જ દેખાઉં? ફોટો ટેક્નોલોજી અને ફિલ્ટર વાપરીને કોઈ પણ ફોટોને એડિટ કરીને સુંદર દેખાઈ શકે છે.’
વધુમાં જણાવતા નૌશિને કહ્યું, ‘બધા જ લોકો જો ફોટોશોપ વાપરી શકે તો હું કેમ નહિ? આ કારણે મારુ જીવન પ્રભાવિત થઇ રહ્યું છે. મને ખૂબ જ ખરાબ લાગ્યું છે. વજન વધવાના કારણે મારે ઘણી તકલીફોનો સામનો કરવો પડ્યો છે. ખૂબ જ મુશ્કેલીથી પાછી શેપમાં આવી છું. હવે મારા પિતા નથી રહયા, મારી માતા મારા દિલની ખૂબ જ નજીક છે. મારા પર થઇ રહેલા આવા કૉમેન્ટ્સથી એ ખૂબ જ પ્રભાવિત થાય છે.’
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks