હેલ્થ

ફેફસાને મજબૂત કરવા માટે અપનાવો આ ઘરગથ્થુ ઉપચાર, જાણો સમગ્ર વિગત

આયુર્વેદિક પદ્ધતિ દ્વારા ઘર બેઠા ફેફસાની સફાઈ કરો, જાણો ખુબ જ ઉપયોગી પ્રયોગ

હવામાં રહેલો ધુમાડો તમારા ફેફસાંને કાળો કરી રહ્યો છે, આ ધુમાડામાં હાજર વાયરસ તમારા ફેફસામાં જામી રહે છે. પરંતુ લાંબા સમય સુધી આ પ્રદૂષણમાં રહેવાથી ફેફસાંના જીવલેણ રોગોનું કારણ પણ બની શકે છે. આપણે બહાર જવાનું ટાળી નથી શકતા પરંતુ ઘણી એવી વસ્તુ કરી શકીએ છીએ કે ફેફસાને અમુક હદ સુધી સાફ કરી શકાય છે.

Image source

આયુર્વેદિક ઉપાયથી ફેફસાને સાફ કરવામાં મદદરૂપ થાય છે. આજે અમે તમને જણાવીશું આ ઉપાય વિષે. હળદર, બ્રોકોલી, કોબી, ચેરી, ઓલિવ, અખરોટ અને કઠોળ જેવા એન્ટી ઈંફ્લામેટ્રી શાકભાજી તમારા વિન્ડપાઇપને સ્વચ્છ રાખે છે અને શ્વાસની તકલીફ દૂર કરે છે.

Image source

મધ
મધમાં એન્ટીઓક્સીડેન્ટ, એન્ટિમાઇક્રોબાયલ, એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણ છે જે ફેફસાના સાફ કરવામાં મદદ કરે છે. આ સોનેરી રંગની કુદરતી સ્વીટનનો ઉપયોગ પ્રાચીન કાળથી ફેફસાના બળતરાને શાંત કરવા, અસ્થમા, ક્ષય રોગ અને ગળામાં ચેપ સહિત શ્વાસની અન્ય તકલીફ માટે કરવામાં આવે છે. ફક્ત એક ચમચી મધ તમારા ફેફસાં માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

ગ્રીન ટી
ગ્રીન ટીને લગતા બધા ફાયદાઓ તમે જાણતા જ હશો. ફેફસાંને સાફ કરવા માટે ગ્રીન-ટી પણ ખૂબ ફાયદાકારક છે. ગ્રીન ટી એન્ટીઓક્સીડેન્ટથી ભરપુર છે અને ફેફસામાં બળતરા ઘટાડવાનું કામ કરે છે. ઉપરાંત ગ્રીન ટીમાં હાજર અનેક પ્રકારની વસ્તુઓ તમારા ફેફસાંને ધુમાડાથી બચાવે છે.

લસણ
લસણમાં ઘણા પ્રકારના એન્ટી-ઇન્ફ્લેમતરી તત્વ હાજર હોય છે. લસણ બધી જ રીતે ઇન્ફેક્શનથી લડવામાં મદદગાર સાબિત થાય છે. આયુર્વેદના જણાવ્યા મુજબ, લસણનું સેવન કરવાથી અસ્થમા જેવા ગંભીર રોગથી પણ રાહત મળે છે. તેના સેવનથી ફેફસાના કેન્સરની સંભાવના પણ ઓછી થાય છે.

Image Source

આદુ
દિવસમાં એક વખત આદુનો રસ અને થોડું મધ ગરમ પાણી સાથે પીવાથી ફેફસાં સરળતાથી ડિટોક્સ થઈ જાય છે. ધ્યાનમાં રાખો કે ઉનાળામાં આદુના ઉપયોગથી નુકસાન પણ થઈ શકે છે.

દાડમ
દાડમ એન્ટીઓક્સીડેન્ટ ફેફસામાં ફરતા ઝેરને સરળતાથી સાફ કરે છે. દિવસમાં 1 બાઉલ દાડમ ખાવાથી ફેફસાંમાં ફાયદો થાય છે, તેનાથી શરીરમાં લોહીની કમી પણ દૂર થાય છે.

ઓરેગાનો
ફેફસાંને સ્વસ્થ રાખવામાં ઔષધિઓ ખબ અસરકારક છે. ઓરેગાનો આ પૈકી એક છે, જેમાં વિટામિન્સ અને પોષક દ્રવ્યો હિસ્ટામાઇન ઘટાડે છે, જે ફેફસાંમાંથી ઓક્સિજનને સરળતાથી પ્રવાહિત કરવા દે છે.

Image source

પાણી
ફેફસાંમાંથી ટોકિસન્સ જેવા નિકોટીનને દૂર કરવા માટે પૂરતા પ્રમાણમાં પાણીનું સેવન કરવું ખૂબ ફાયદાકારક છે. વધારે માત્રામાં પાણી પીવાથી શરીરમાંથી ઝેર દૂર થાય છે.