હેલ્થ

જો સ્ક્રબથી પણ નથી મળી રહ્યો બ્લેકહેટ્સથી છુટકારો તો ફોલો કરો આ ટિપ્સ, તરત મળશે લાભ

ફેસ ઉપર સૌથી વધારે  મુશેક્લીનું કારણ હોય છે નાકની આસપાસ આવનારા કાળા-કાળા નાના નિશાન જેને બ્લેકહેટ્સ કહેવામાં આવે છે. જે દેખાતા જ તમારી સુંદરતા ઉપર એની અસર ચોખ્ખી દેખાવવા લાગે છે.  જો તમે પણ આ બ્લેકહેટ્સથી હેરાન થતા હોય અને તેને દૂર કરવા માટે સ્ક્ર્બ અને બીજા ઉપાયો પણ કરતા હોવા છતાં તે ના નીકળતા હોય તો આજથી જ શરૂ કરી દો આ ઘરેલુ ઉપાય. જેનાથી બ્લેકહેટ્સ તરત દૂર થશે.

Image Source

1. બેકિંગ સોડા:
સ્કિનની અંદર ઘણી મુશ્કેલીઓથી છુટકારો મેળવવા માટે અને ચહેરાની ચમક વધારવા માટે બેકિંગ સોડા કામ આવે છે. જો તમે પણ બ્લેકહેટ્સથી હેરાન થતા હોય તો બેકિંગ સોડાનો ઉપયોગ કરી શકો છો. તેના માટે તમારે બેકિંગ સોડા અને ગુલાબ જળને ભેળવીને એક પેસ્ટ બનાવી લેવી પડશે. આ પેસ્ટને બ્લેકહેટ્સ વાળી જગ્યા ઉપર લગાવીને સુકાવા દેવી. સુકાયા બાદ હલકા હાથથી  તેને ઘસીને ધોઈ લેવી. પહેલીવારમાં જ તમને ફરક દેખાવવા લાગશે.

Image Source

2. ટુથબ્રશ:
જો સ્ક્ર્બ કરવાથી પણ તમારા બ્લેકહેટ્સ દૂર નથી થઇ રહ્યા તો ટુથબ્રશ ઉપર થોડી પેસ્ટ રાખીને બ્લેકહેટ્સ વાળી જગ્યાએ હલકા હાથોથી ઘસવું. આ ઘરેલુ નુસખો કરવાથી થોડા જ દિવસમાં બેલ્કહેટ્સથી છુટકારો મળી જશે. પણ એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે બ્રશને વધારે જોરથી ના ઘસવું, કારણ કે તેનાથી સ્કિન છોલાઈ જવાનો ખતરો પણ રહે છે.

Image Source

3. મધ અને ખાંડ:
બ્લેકહેટ્સને દૂર કરવા માટે મધ અને ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો તમે. તેના માટે તમારે મધ અને ખાંડની પેસ્ટ બનાવી લો. અને તેને બ્લેકહેટ્સ ઉપર લગાવી આંગળીના ટેરવાથી મસાજની જેમ ઘસવી. ત્યારબાદ તેને ધોઈ લેવું. આ નુસખો તમને તરત જ રિઝલ્ટ આપશે.

Image Source

4. ચારકોલ:
બ્લેકહેટ્સથી છુટકારો મેળવવા માટે બજારમાંથી એક્ટિવેટેડ ચારકોલ કેપ્સુલ લાવીને, તેમાંથી બે કેપ્સુલને સારી રીતે ભેળવીને તેમાં ચમચીના ચોથા ભાગનું જીલેટીન ઉમેરો. હવે આ તૈયાર પેસ્ટને બ્લેકહેટ્સ વાળી જગ્યાની આસપાસ સારી રીતે લગાવી લો. આ માસ્કને થોડીવાર ચહેરા ઉપર રાખવું પછી ધોઈ લેવું.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.