રસોઈ

રક્ષાબંધન અને જન્માષ્ટમી સ્પેશિયલ – કોઈપણ પ્રકારના માવા કે કેમિકલયુક્ત કલર વગર નેચરલ પેંડા રેસીપી…

આજકાલ તહેવારોની મૌસમ છે, અને તમને સૌ એ વાતથી સારી રીતે માહિતગાર છો કે જેવા તહેવાર આવશે એટલે માર્કેટમાં માવામાં ભેળસેળ પણ થશે….આપણે સૌ આ ન્યૂઝ અવારનવાર વાંચીએ અથવા જોઈએ છીએ. તો શા માટે આપણે એવા ભેળસેળવાળા માવાની બનેલ મીઠાઇ ખરીદવી ?? ઘરે પણ આરામથી બની જાય છે બધીજ મીઠાઇ..તો ચાલો આ રક્ષાબંધન અને જન્માષ્ટમી જેવા તહેવાર આવતા હોવાથી આજે આપણે એકદમ સરળ રીતે માવા વગરમાં પેંડા બનાવીશું..એ પણ માત્ર 10 મિનિટની અંદર બની જશે…તો ચાલો સૌથી પહેલા આપણે જોઈ લઈએ સામગ્રી.

સામગ્રી:

  • અડધો કપ દૂધ
  • 1 કપ મિલ્ક પાઉડર (આશરે ૭૦ ગ્રામ)
  • 1 નાની વાટકી ખાંડ
  • 2 બદામનુ કતરણ ડેકોરેશન માટે
  • 1 ચમચી ઘી
  • 1 ચમચી એલચી પાઉડર

બનાવવાની રીત:

સ્ટેપ ૧
સૌપ્રથમ એક કડાઈ લો. એક્દમ હેવી બોટમ કડાઈએ લેવાની છે જેથી તળિયે બનાવેલ માવો ચોંટે નહી… હવે કડાઈને ગેસ પર ગરમ કરવા મુકો.

સ્ટેપ ૨
કડાઈ ગરમ થયા બાદ તેમાં ઘી ઉમેરો.

સ્ટેપ ૩
ઘી ઉમેર્યા બાદ તુરંત દૂધ ઉમેરો અને દૂધને થોડીવાર હલાવો…દૂધને આપણે ઉકળવા નહી દઈએ જેવુ થોડું ગરમ થાય કે  રત જ હલાવી લઈશું

સ્ટેપ ૪
ઘી અને દૂધને સરસ રીતે હલાવીને મિક્સ કરી લો.

સ્ટેપ ૫
હવે મિલ્ક પાઉડર ધીરે ધીરે ઉમેરવો (એકસાથે ઉમેરવાનો નથી). અને સતત હલાવતા રહેવુ અને તળીયે ચોંટી નહિ તેનુ પણ સાથે સાથે ધ્યાન રાખવુ આ પ્રોસેસ દરમ્યાન ગેસની ફ્લેમ એકદમ સ્લો જ કરી દો જેથી તળિયે દૂધ કે મિલ્કપાઉડર ચોટે નહી.

હવે મિલ્ક પાઉડર અને દૂધ બંને સરસ મિક્સ થઈ ગયું છે…તળિયે ચોટતું પણ નથી અને એકદમ મુલાયમ માવા જેવુ જ બની જાય ત્યારે પણ ગેસની ફ્લેમ સ્લો જ રાખવી . આ પ્રોસેસ માત્ર 3 થી 4 મિનિટ જ મીડિયમ આંચે કરવાની છે.

સ્ટેપ ૬

હવે એમાં ખાંડ અને એલચી પાઉડર ઉમેરો અને બધી સામગ્રીને સરસ રીતે હલાવીને મિક્સ કરી લો.
સ્ટેપ ૭

બધુ સરસ મિક્સ થાય એટલે ગેસ બંધ કરી દો અને બની ગયેલા માવાને એક પ્લેટમાં લઈ લો અને ઠંડુ પડવા માટે મૂકી દો. પેંડા બનાવી શકાય એટલો માવો થોડો ઠંડો પડે એટલે પેંડા વાળી લો.

બધા જ પેંડા બની જાય એટલે બદામના કતરણથી ડેકોરેશન કરીને સર્વ કરો.
આ પેંડા ફ્રીજમાં મૂકીને તમે 10 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. આપેલ સામગ્રીમાથી 7 નંગ પેંડા બનશે અને માત્ર બનાવતા 10 મિનિટ કરતાં પણ ઓછો સમય લાગે છે.

તો જરૂર તમે આ પેંડા બનાવજો અને ઘરના નાના મોટા સૌને ખવડાવજો….જો તમારા ઘરામાં ડાયાબિટીસના દર્દી છે તો ખાંડ નહી નાખતા….કેમકે મિલ્ક પાઉડર આમ પણ સ્વાદમાં મીઠો જ હોય છે.

વિગતવાર વિડિઓ તથા રેસીપીની લિંક :

આશા છે કે આપ સૌને મારી આ રેસીપી પસંદ આવી હશે. જો ગમે તો શેર કરો લાઈક કરો અને મારી યુ ટ્યુબ ચેનલ “ફૂડ શિવા“ ને સબસ્ક્રાઈબ જરૂર કરજો. 

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks