નટુકાકા તો અસલી ખેલાડી નીકળ્યા, કેન્સરથી પીડાતા હતા તો પણ આ કામ કરીને લોકોના દિલ જીતી લીધા

77 વર્ષીય નટુકાકાને કેન્સરનો ઊથલો: દીકરાએ ખુબ સરસ પોસ્ટ લખતા કહ્યું કે નટુકાકાને ગળામાં જ્યાંથી આઠેક ગાંઠો…જાણો વિગત

તારક મહેતા સૌથી ફેમસ એક્ટર નટુકાકા(ઘનશ્યામ નાયક)નું 77 વર્ષની વયે મુંબઇમાં પોતાના નિવાસસ્થાને નિધન થયું છે. તેમની કેન્સરની સારવાર માટે કીમોથેરાપી સેશન્સ શરુ કરાયા હતાં. આની પહેલા પણ ગળાના ઓપેરશનમાં 8 ગાંઠ નીકળી હતી. ત્યારે પણ એક્ટર મુશ્કેલ સમયમાં પણ સતત કામ કરી રહ્યાં હતાં. 77 વર્ષની ઉંમરે પણ લોકોને ખૂબ મનોરંજન પીરસ્યુ હતું. ઘનશ્યામ નાયક રંગમંચ,ભવાઇના પ્રસિદ્ધ કલાકાર પણ હતાં. નટુકાકા ઘરે ઘરે જાણિતા હતા. તેમના નિધન અંગે તારક મહેતાના ડાયરેક્ટર અસિત મોદીએ ટ્વીટ કરીને શ્રદ્ધાંજલી પાઠવી છે.

“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શો છેલ્લા 13 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. થોડા સમય પહેલા આ શોએ તેના 3 હજાર એપિસોડ પુરા કર્યા હતા. આ શો હવે લગભગ દરેક ઘરની પહેલી પસંદ બની ગયો છે. સતત 13 વર્ષથી શોના કલાકારોમાં ઘણા બદલાવ આવ્યા છે. કેટલાક કલાકારો આ શો છોડીને જતા રહ્યા છે તો કેટલાક નવા પણ આવ્યા છે, પરંતુ આ બધા વચ્ચે શોના દર્શકો પણ કંઇ ખાસ અસર પડી નથી.

તારક મહેતા ફેમ નટુુકાકા ઉર્ફે ઘમશ્યામ નાયકે છેલ્લા વર્ષે કેન્સરનું નિદાન કરાવ્યુ હતુ અને તે સમયે તેઓ લગભગ 12-13 દિવસ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા અને તેમના ઓપરેશનમાં ખબર અનુસાર 8 ગાંઠો કાઢવામાં આવી હતી. તેમણે ઓપરેશન બાદ રેડિયેશન અને કિમોથેરેપી પણ લીધી હતી અને તે બાદ હવે તેમના દીકરા વિકાસે કેન્સરનો ઉથલો માર્યો હોવાની ખબર જણાવી છે.નટુકાકાના હજી બે કિમો સેશન બાકી છે.

નટુકાકાના દીકરા વિકાસે સોશિયલ મીડિયા એકાઉન્ટ ફેસબુક પર પોસ્ટ કરી હતી અને તેમાં તેમણે ઘણુ બધુ લખ્યુ હતુ. કિમો સેશનની વચ્ચે નટુકાકા ઉર્ફે ઘનશ્યામ નાયકે દમણ જઈને તારક મહેતા શોનું શૂટિંગ કર્યું હતું.

આ દરમિયાન પત્રકાર પોપટલાલનું પાત્ર નિભાવતા શ્યામ પારેખ નો જન્મદિવસ સેટ પર સેલિબ્રેટ કરવામાં આવ્યો હતો અને સેટ પર નટુકાકા માટે અલગથી કેક પણ મગાવવામાં આવી હતી. તમામે નટુકાકા જલદીથી સાજા થઈ જાય એ માટે પ્રાર્થના કરી હતી.

Shah Jina