લોકોને છેલ્લા 12 વર્ષથી મનોરંજન કરાવનાર શો એટલે કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં’ આજે દરેક ઘરમાં જોવામાં આવે છે. 2008થી શરૂ થયેલી આ ધારાવાહિક લાંબા સમય સુધી ચાલનારી ધારાવાહિક છે. આ શોના પાત્રોએ પણ દર્શકોના દિલમાં જગ્યા બનાવી લીધી છે. આ સિરિયલમાં નટુકાકાનો રોલ નિભાવનાર ઘનશ્યામ નાયક સ્વાસ્થ્યને લઈને સીરિયલમાં જોવા મળ્યા ના હતા. પરંતુ હવે નટુકાકા જલદી જ પડદા પર પરત ફરવા માંગે છે.
View this post on Instagram
નોંધનીય છે કે, ગત 7 સપ્ટેમ્બરે નટુકાકાનું ગળાનું ઓપરેશન કરી 8 ગાંઠો કાઢવામાં આવી હતી. હાલ તેની તબિયત સુધારા પર છે. અને તે સીરિયલમાં પરત ફરવાં માંગે છે. 76 વર્ષીય ઘનશ્યામ નાયકે કહ્યું હતું કે, મારી કીમોથેરપીથી લઈ રેડિયેશન સુધી બધી જ સારવાર પુરી થઇ ગઈ છે. હવે હું પુરી રીતે સ્વાસ્થ્ય થઇ ગયો છું. મને કોઈ તકલીફ નથી.
હવે તો હું પ્રોડ્યૂસર તથા ડિરેક્ટર શોમાં બોલાવે તેની રાહ જોઈ રહ્યો છું. હું બધા જ લોકોને ઘણા યાદ કરું છું. મારા ફેન્સ પણ મારી રાહ જોઈ રહ્યા છે. જો બધું બરાબર રહ્યું તો આગામી 7-10 દિવસની અંદર શૂટિંગ ચાલુ કરી દઈશ. હે એકદમ ચોખ્ખું બોલી શકું છું. મારા રિપોર્ટ કરાવવામાં આવ્યા છે જે તમામ રિપોર્ટ નેગેટિવ છે.
નોંધનીય છે કે નટુ કાકા એટલે કે ઘનશ્યામ નાયક જે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોથી પ્રખ્યાત થયા હતા, તેમણે તેમના સંઘર્ષના દિવસોમાં આખો દિવસ કામ કરીને માત્ર ત્રણ રૂપિયા કમાયા હતા. તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત 1960માં આવેલી ફિલ્મ માસૂમથી કરી હતી.

ઘનશ્યામ નાયકે તેમના 60 વર્ષ દરમિયાન હિન્દી ફિલ્મો, સિરીયલો અને ગુજરાતી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. નટુકાકા છેલ્લા 55 વર્ષથી ઇન્ડસ્ટ્રીમાં સક્રિય છે. તેમને ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. પરંતુ તેમને ખરી ઓળખ તારક મહેતામાં નટુકાકાના પાત્ર દ્વારા મળી છે. ઘનશ્યામ નાયકે 350થી પણ વધારે ધારાવાહિકોમાં કામ કર્યું છે. 76 વર્ષના ઘનશ્યામ નાયક મૂળ ગુજરાતી છે. તેમને અત્યાર સુધીમાં 31 ફિલ્મોમાં પણ કામ કર્યું છે.