મનોરંજન

સર્જરી બાદ આટલા બદલાઈ ગયા છે નટુકાકા, પહેલીવાર આવ્યા જામનગર, જુઓ તસ્વીરો

ટેલિવિઝનની જાણીતી ધારાવાહિક ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ગડા ઇલેક્ટ્રોનીક્સમાં નટ્ટુ કાકાની ભૂમિકા ભજવનાર ઘનશ્યામ નાયક હાલ ગુજરાતમાં છે. ઘનશ્યામ નાયકે ગળાના ટ્યુમરની સર્જરી કરાવ્યા બાદ જામનગર આવ્યા છે. કોરોનાની મહામારી વચ્ચે જામનગરના લોકોને પણ અપીલ કરી છે કે ખુદનું વિશેષ ધ્યાન રાખે. કોરોનાની મહામારી વચ્ચે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા કોરોનાના દિશા-નિર્દેશનું પાલન કરે.

Image source

જણાવી દઈએ કે, કોરોના જેવી મહામારીના સમયમાં મુંબઈ સરકાર દ્વારા ફિલ્મો અને ધારાવાહિકની શૂટિંગ પર રોક લગાવી દીધી હતી. આ બાદ અનલોક વચ્ચે સરકાર દ્વારા શૂટિંગ ચાલુ કરવાની અનુમતિ આપી હતી. પરંતુ 65 વર્ષથી મોટી ઉંમરના કલાકારોએ શૂટિંગની અનુમતિ આપી નથી. પરંતુ હાઇકોર્ટના આદેશ બાદ આ પ્રતિબંધ હટાવી લીધો હતો.

Image source

ઘનશ્યામ નાયક શૂટિંગ પર જઈ શક્યા નહીં કારણ કે 65 થી વધુ લોકોને શૂટિંગ કરવાની મંજૂરી ન હતી. પરંતુ હાઈકોર્ટના ચુકાદા પછી નટુકાકાને શોમાં પાછા ફરવાની અપેક્ષા હતી. પરંતુ ઘનશ્યામ નાયક શોમાં પરત ફરવામાં થોડો સમય પણ લેશે. તેનું કારણ ઘનશ્યામ નાયકની માંદગી છે.

Image source

ખરેખર ઘનશ્યામ નાયકને ગળા પર ગાંઠ હતી. તેની ગાંઠની સર્જરી કરવામાં આવી હતી. ઘનશ્યામ નાયકની મુંબઈની સુચક હોસ્પિટલમાં ગાંઠની સર્જરી કરવામાં આવી હતી. શસ્ત્રક્રિયા દરમિયાન ઘનશ્યામ નાયકના ગળામાં 8 ગાંઠ મળી આવી હતી. ઘનશ્યામ નાયક આ સર્જરી બાદ પહેલીવાર જાહેરમાં જોવા મળ્યા છે. ગળાની ગાંઠની શસ્ત્રક્રિયાને કારણે તેનો ચહેરો પણ ઘણો બદલાયો છે અને તેનું વજન પણ ઓછું થયું છે.

Image source

નોંધનીય છે કે નટુ કાકા એટલે કે ઘનશ્યામ નાયક જે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોથી પ્રખ્યાત થયા હતા, તેમણે તેમના સંઘર્ષના દિવસોમાં આખો દિવસ કામ કરીને માત્ર ત્રણ રૂપિયા કમાયા હતા. તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત 1960માં આવેલી ફિલ્મ માસૂમથી કરી હતી. ઘનશ્યામ નાયકે તેમના 60 વર્ષ દરમિયાન હિન્દી ફિલ્મો, સિરીયલો અને ગુજરાતી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.