વિશ્વભરમાં લાગેલા કોરોના વાયરસના ખતરાના કારણે ઘણા એકમો બંધ કરવા પડ્યા હતા જેની અંદર ફિલ્મો અને ટીવી ધારાવાહિકનું શૂટિંગ પણ સામેલ હતું, હાલ ખતરો ઓછો થવાના કારણે શૂટિંગ માટેની મંજૂરી મળી ગઈ હતી પરંતુ સરકાર દ્વારા 65થી વધારે ઉંમરના લોકોને શૂટિંગમાં સામેલ ના કરવાની અનુમતિ હતી.

ટીવી જગતની સાથી લોકપ્રિય ધારાવાહિક “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા”નું પણ શૂટિંગ ફરી શરુ થઇ ગયું છે. આ શોના મોટાભાગના પાત્રો સેટ ઉપર પાછા ફર્યા હતા. પરંતુ 65 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિને શૂટિંગમાં સામેલ ના કરવાના કારણે આ શોનું એક મહત્વનું પાત્ર નટુકાકા ઇચ્છવા છતાં પણ શોની અંદર હાજર રહી શક્યા નહોતા.

આ ધારાવાહિકમાં નટુકાકાનો અભિનય અભિનતા ઘનશ્યામ નાયક દ્વારા ભજવવામાં આવી રહ્યો છે. જેમને તારક મહેતાનું શૂટિંગ શરૂ થવા છતાં પણ જોડાવવાનું ના મળવાના કારણે દુઃખી હતા. પરંતુ હવે બોમ્બે હાઇકોર્ટ દ્વારા 65 વર્ષથી ઉપરના લોકોને શૂટિંગમાં ના અવાવવાની અનુમતીને હટાવી દેવામાં આવી છે. અને હવે 65 વર્ષથી ઉપરના લોકો પણ ભાગ લઇ શકે છે ત્યારે નટુકાકા પણ શૂટિંગમાં જોડાવવાના છે.

હાઇકોર્ટના આ નિર્ણય બાદ નટુકાકા ખુબ જ ખુશ છે. અને પોતાની ખુશીને અભિવ્યક્ત કરતા તેઓ ભાવુક પણ થઇ ગયા હતા. તેમને એક ન્યુઝને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે: “તે ખુબ જ ખુશ છે અને આ નિર્ણય તેમને એક નવા જન્મ જેવો લાગી રહ્યો છે. હવે તે સંતુષ્ટ છે કે હવે તે હાલમાં જ નહિ તો એક કે બે મહિના પછી પણ શૂટિંગમાં ભાગ લઇ શકે છે.”

સાથે જ ઘણા ટીવી શો અને બોલીવુડની ફિલ્મોનો ભાગ રહી ચૂકેલા ઘનશ્યામ નાયકે પોતાની અંતિમ ઈચ્છા વિષે પણ જણાવ્યું હતું, જે તેમનો આ શો પ્રત્યેનો લગાવ બતાવી રહ્યું છે. તેમને જણાવ્યું કે: “હું બધી જ આવશ્યક સાવધાનીઓનું ધ્યાન રાખીશ અને કામ કરવા માટે તૈયાર છું. હું મારા છેલ્લા શ્વાસ સુધી કામ કરવાની ઈચ્છા રાખું છું. હું એ સમય સુધી કામ કરવા માંગુ છું જ્યાં સુધી હું જીવિત છું અને ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યો છું. મારી છેલ્લી ઈચ્છા મેકઅપ સાથે મરવાની છે.”
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.