હમ દિલ દે ચુકેના સેટ ઉપર ઐશ્વર્યા લાગતી હતી નટુકાકાને પગે, કારણ જાણીને તમને પણ ઘનશ્યામ નાયક માટેનું માન વધી જશે

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનું એક ખ્યાતનામ પાત્ર નટુકાકાએ આ દુનિયાને હંમેશા માટે અલવિદા કહી દીધું છે. ગઈ કાલે 3 ઓક્ટોબરની સાંજે તેમને હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા અને 77 વર્ષની ઉંમરમાં જ આ ફાની દુનિયામાંથી વિદાય લઇ લીધી. નટુકાકા ઉર્ફે ઘનશ્યામ નાયક લાંબા સમયથી કેન્સરથી ઝઝૂમી રહ્યા હતા.

ઘનશ્યામ નાયક ખુબ જ સિનિયર અભિનેતા હતા. તેમના અભિનયની પણ દર્શકો ખુબ જ પસંશા કરતા હતા. જેના કારણે તેમના નિધન બાદ ટીવી ઇન્ડસ્ટ્રીમાં પણ શોકની લહેર છે. ચાહકો પણ તેમને સોશિયલ મીડિયામાં યાદ કરી રહ્યા છે અને તેમને શ્રદ્ધાંજલિ પણ આપ રહ્યા છે. તેમને પોતાના જીવનના ઘણા વર્ષો ઇન્ડસ્ટ્રીમાં આપ્યા છે.

ઘનશ્યામ નાયકનું ઇન્ડસ્ટ્રીમાં કેવું નામ હતું તે વાત તેના ઉપરથી જ સાબિત થાય છે કે “હમ દિલ દે ચુકે સનમ”માં ઐશ્વર્યા રાય ઘનશ્યામ નાયકના ચરણ સ્પર્શ કરતી હતી અને તેમના આશીર્વાદ પણ લેતી હતી.  જેની કહાની પણ ખુબ જ દિલચસ્પ છે. નટુકાકાએ તારક મહેતામાં કામ કરતા પહેલા ઘણી ધારાવાહિક અને ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

ઘનશ્યામ નાયક મૂળ ગુજરાતી હતા અને તેમને ગુજરાતી ડાન્સની સારી એવી સમજ પણ હતી હમ દિલ દે ચુકે સનમમાં ઐશ્વર્યા રાયને ભવાઈ ડાન્સ કરવાનો હતો, જેમાં નટુકાકા એટલે કે ઘનશ્યામ નાયકે ઐશ્વર્યાની મદદ કરી હતી. ઘનશ્યામ નાયકે ઐશ્વર્યાને શાનદાર ભવાઈ ડાન્સ કરીને બતાવ્યો અને ઐશ્વર્યાએ પણ તે ડાન્સને એકદમ કોપી કર્યો. ત્યારે જ ઐશ્વર્યાએ ઘનશ્યામ નાયકને ગુરુની ઉપાધિ આપી હતી અને જેના કારણે તે સેટ ઉપર તેમના ચરણ સ્પર્શ પણ કરતી હતી.

તમને જણાવી દઈએ કે નટુકાકા છેલ્લા ઘણા સમયથી કેન્સરની બીમારીથી ઝઝૂમી રહ્યા હતા. તેમને ગળાનું કેન્સર હતું. હાલમાં જ તેમનું ઓપરેશન પણ કરવામાં આવ્યું. બીમારીના કારણે જ તે છેલ્લા ઘણા સમયથી શોમાં નજર આવી રહ્યા નહોતા. આખરે કેન્સરથી ઝઝૂમી રહેલા નટુકાકાએ 3 ઓક્ટોબરના રોજ છેલ્લા શ્વાસ લીધા.

Niraj Patel