મનોરંજન

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના નટુ કાકાને એક સમયે 24 કલાકના મળતા હતા 3 રૂપિયા, ઉધાર લઈને ભરતા હતું ભાડું

જો જો રડી ન પડતા : મહાન કલાકાર નટુ કાકાને શરૂઆતમાં ફક્ત 3 રૂપિયા મળતા હતા, જુઓ કેવી હાલતમાં જીવન પસાર કર્યું શરૂઆતના દિવસોમાં…

કોરોનાનો કહેર દુનિયાભરમાં વધી રહ્યો છે. ભારતમાં કોરોનાનો કહેરને કંટ્રોલ કરવા માટે ઘણા ઉપાય કરવામાં આવે છે. આજથી લોકડાઉનમાં ઘણી છૂટછાટ મળી છે. આજથી થોડી છૂટછાટ મળતા સામાન્ય નાગરિકથી લઈને સેલેબ્સે રાહતનો શ્વાસ લીધો છે.

Image Source 

લોકડાઉનમાં સેલેબ્સ સાથે જોડાયેલા કિસ્સા-તસ્વીર અને વિડીયો વાયરલ થતા રહે છે. આ વચ્ચે ટીવીનો તારક મહેતા કે ઉલ્ટા ચશ્મામાં નટુ કાકાનું રોલ નિભાવનાર ઘનશ્યામ નાયકથી જોડાયેલી વાતો સામે આવી છે.

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં જેઠાલાલની દુકાનમાં કામ કરતા નટુ કાકાનું પાત્ર ભજવતા ઘનશ્યામ નાયક લગભગ 55 વર્ષોથી મનોરંજન ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. આ સમય દરમિયાન તેમને પોતાના જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા છે.

200 ગુજરાતી અને હિન્દી ફિલ્મો સાથે 350 હિન્દી સિરિયલોમાં કામ કરનાર અભિનેતા, પૈસા કમાવવા માટે રસ્તાઓ પરફોર્મ કરતા હતા. ઘનશ્યામ નાયક રંગભૂમિ, ફિલ્મો, હિન્દી ફિલ્મો અને ટીવી સીરિયલ્સમાં જાણીતું નામ છે.

એક ઇન્ટરવ્યૂમાં નટુકાકાએ જણાવ્યું હતું કે, એક સમય હતો જયારે 3 રૂપિયા માટે મારે 24 કલાક કામ કરવું પડતું હતું. ત્યારે અમારી ઈન્ડસ્ટ્રીઝમાં વધારે પૈસા મળતા ના હતા. સંઘર્ષના દિવસોને યાદ કરતા જણાવ્યું હતું કે, મારે એક્ટર જ બનવું હતું. પરંતુ ઇન્ડસ્ટ્રીઝમાં વધારે પૈસા મળતા ના હતા. ઘણી વાર એવું થયું કે મેં પાડોશીઓ અને મિત્રો પાસેથી પૈસા લઈને ભાડું અને બાળકોની ફી ભરી છે.

Image Source

નાયક પરિવાર ત્રણ પેઢીથી રંગભૂમિ સાથે જોડાયેલો છે. ઘનશ્યામ નાયકના પિતા પ્રભાકર નાયક તથા દાદા કેશવલાલ નાયક પણ નાટ્ય અને ચલચિત્રોના કલાકાર રહી ચૂક્યા છે. તેમના વડદાદા, વાડીલાલ નાયક, શાસ્ત્રીય સંગીતના પ્રખર હિમાયતી હોવાની સાથો સાથ ધરમપુર અને વાંસદાના રાજવી પરિવારના સંગીતાલયમાં સંગીતના આચાર્ય હતા. ચાર પેઢીથી તેઓનો પરિવાર કલાને સમર્પિત છે. તેમના વારસાને ઘનશ્યામ નાયક આગળ વધારી રહ્યા છે.

Image Source

ભવાઈની કલા જે હવે ઘણી ઓછી જોવા મળે છે, તેમાં ઘનશ્યામ નાયકનું ઘણું મોટું પ્રદાન છે. તેઓ વર્ષોથી રંગભૂમિના ‘રંગલો’ શ્રેણીના ભવાઇ નાટકોમાં ભાગ લેતા આવ્યા છે. ‘મુંબઇનો રંગલો’ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઘનશ્યામ નાયક 12થી વધુ ગુજરાતી ફિલ્મોમાં પ્લેબેક પણ આપી ચુક્યા છે.

Image Source

ઘનશ્યામ નાયકનો જન્મ 12 જુલાઈ 1945ના રોજ, મહેસાણા જિલ્લાનાં વડનગર તાલુકાના ઊંઢાઈ ગામમાં થયો હતો. તેમણે બાળવયે શોભાસણ ગામે આવેલા રેવડીયા માતાના મંદિરે ભવાઇમાં સ્ત્રીપાત્ર ભજવ્યું હતું અને ત્યાર પછી મુંબઇ જઇ રામલીલામાં બાળ કલાકાર તરીકે કામ શરૂ કર્યું હતું.

Image Source

અભિનય જગતમાં 55થી વધુ વર્ષોથી લોકોનું મનોરંજન કરતા ઘનશ્યામ નાયકે પોતાની અભિનય કારકીર્દિની શરૂઆત 1960માં માસૂમ ફિલ્મથી ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કરી હતી. ગુજરાતી રંગભૂમિ પર પણ ઘનશ્યામ નાયક 100થી વધારે નાટકોમાં કામ કરી ચુક્યા છે. તેમને દાદા સાહેબ ફાળકે અવૉર્ડ પણ મળી ચુક્યો છે.

Image Source

ઘનશ્યામ નાયક જણાવે છે કે એક સમય હતો કે જયારે માત્ર 3 રૂપિયા માટે 24 કલાક કામ કરતા હતા. 10-15 વર્ષ પહેલા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વધુ પૈસા મળતા ન હતા. ક્યારેક ક્યારેક તો પૈસા જ મળતા ન હતા. ત્યારે પાડોશીઓ પાસેથી પૈસા ઉધાર લઈને ઘરનું ભાડું અને બાળકોની ફી ભરતા હતા.

Image Source

એક ઇન્ટરવ્યૂમાં તેમને કહ્યું હતું, ‘મેં પોતાનું આખું જીવન સંઘર્ષ કર્યો છે. પણ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા કર્યા બાદ જીવનમાં બદલાવ આવ્યો. મેં પૈસા કમાવવાનું શરુ કર્યું અને પછી ક્યારેય પાછું ફરીને નથી જોયું. આજે મુંબઈમાં મારા બે ઘર છે.’

Image Source

75 વર્ષીય ઘનશ્યામ નાયકનો પરિવાર થિયેટર સાથે હતો, તેમના પિતા, દાદા, વડદાદા થિયેટર આર્ટિસ્ટ હતાં. જોકે, ઘનશ્યામ નાયક પોતાના સંતાનોને થિયેટરમાં નથી જોવા માંગતા. તેઓ નથી ઈચ્તા કે તેમના સંતાનો આ ફિલ્મ જાય. તેઓ માને છે કે આ ફિલ્ડમાં ઘણો જ સંઘર્ષ છે.

Image Source

તેઓ કહે છે કે માત્ર ત્રણ બાળકો છે અને એમાંથી કોઈ પણ આ ફિલ્ડમાં કારકિર્દી નથી બનાવી રહયું. હું નથી ઈચ્છતો કે મારા બાળકો મારી જેમ સ્ટ્રગલ કરે. તેમને પોતાના પિતાને જીવનનિર્વાહ માટે સંઘર્ષ કરતા જોયા છે, એ જ તેમના માટે પૂરતું છે. તેઓ કોઈ પણ અભિનયમાં કારકિર્દી નથી બનાવવા ઈચ્છું અને હું તેમના નિર્ણયથી ખુશ છું.’

Image Source

ઘનશ્યામ નાયકે 8 મે 1969ના રોજ નિર્મલાદેવી સાથે લગ્ન કર્યા હતા. તેમના ત્રણ સંતાનો છે, એક દીકરો અને બે દીકરીઓ. તેમનો દીકરો વિકાસ નાયક સ્ટોક એક્સચેન્જમાં મેનેજર અને બ્લોગર પણ છે. વિકાસના લગ્ન પણ થઇ ચુક્યા છે અને તેના પણ બે બાળકો છે. તેમની બંને દીકરીઓએ લગ્ન કર્યા નથી. તેમની મોટી દીકરી ભાવના નાયકની ઉંમર 49 વર્ષ છે જે ઘરે જ માતાપિતાનું ધ્યાન રાખે છે તથા નાની દીકરી તેજલ નાયક 47 વર્ષની છે. તેજલ પ્રાઈવેટ સ્કૂલમાં નોકરી કરે છે.

Image Source

તેમની પહેલી ગુજરાતી ફિલ્મ વર્ષ 1968માં આવેલી હસ્તમેળાપ હતી. તેમના દ્વારા અભિનય કરાયેલું પ્રથમ હિન્દી ચલચિત્ર માસૂમ હતું. જેમાં તેમણે બાળકલાકાર તરીકે કામ કરેલું. તે સિવાય કચ્ચેધાગે, ઘાતક, લજ્જા, હમ દિલ દે ચૂકે સનમ, તેરે નામ, બરસાત, આશિક આવારા, તિરંગા, ચાઈના ગેટ જેવી ફિલ્મ્સમાં નાના-મોટા રોલ કર્યાં હતાં.

Image Source

તેમનું પહેલું ગુજરાતી નાટક પાનેતર હતું. તેમને સિરિયલો જેવી કે એક મહલ હો સપનો કામાં મોહન તરીકે, સારથી ઘનુ કાકા તરીકે, સારાભાઇ vs સારાભાઇમાં વિઠ્ઠલ કાકા તરીકે અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં નટુકાકા તરીકે કામ કર્યું છે, પણ તેમને ખરી ઓળખ ‘તારક મહેતા..’થી મળી હતી.

Image Source

હાલમાં ઘનશ્યામ નાયક મલાડમાં 2BHKમાં રહે છે. તેમની બંને દીકરીઓ તેમની સાથે જ રહે છે. જયારે દીકરો બીજા ઘરમાં રહે છે. ઘનશ્યામ નાયક પાસે પહેલાં કાર હતી પરંતુ તેમને ડ્રાઈવિંગ ફાવતું ના હોવાથી તેમણે કાર કાઢી નાખી હતી. હાલમાં તેઓ ઓટોમાં જ સફર કરવાનું પસંદ કરે છે. 75 વર્ષની વયે પણ ઘનશ્યામ નાયક એટલા જ એક્ટિવ છે. અને લોકોને હસાવતા રહે છે.