બાઘાને વળગીને નટુકાકાની દીકરીએ કર્યું હતું હૈયાફાટ રુદન, કાળજું કંપાવી દે તેવા દૃશ્યો જોઈને તમારી આંખો પણ છલકાઈ ઉઠશે

નટુકાકાની દિકરીનું હૈયાફાટ રુદન જોઈને તમારું પણ કાળજું કંપી ઉઠશે, બાઘાને વળગીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી નટુકાકાની દીકરી, વીડિયો જોઈને તમારી આંખોમાં પણ થશે ભીની

ટીવી જગતમાંથી ગઈકાલે ખુબ જ દુઃખદ ખબર આવી, દર્શકોના લોકપ્રિય શો તારક મહેતાના ઉલ્ટા ચશ્માનું એક મહત્વનું પાત્ર નટુકાકા ઉર્ફે ઘનશ્યામ નાયક આ ફાની દુનિયાને હંમેશા માટે અલવિદા કહીને ચાલ્યા ગયા, નટુકાકાના નિધનનું દુઃખ તેમના ચાહકોને છે. સાથે જ તારક મહેતાની ટીમ પણ આ સમયે આઘાતમાં છે.

નટુકાકાના નિધન બાદ તેમની અંતિમ યાત્રામાં ઘણા જ કરુણ દૃશ્યો જોવા મળ્યા હતા. તેમના પરિવાર અને ચાહકોની સાથે તેમના પાડોશીઓ અને તારક મહેતાની ટીમના પણ ઘણા સભ્યો નટુકાકાને અંતિમ વિદાય આપવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન ઘણા લોકોની આંખોમાંથી અશ્રુધારા વહી રહી હતી.

નટુકાકાના પરિવારમાં પત્ની, બે દીકરી તથા એક દીકરો છે. બંને દીકરીઓએ લગ્ન કર્યા નથી. નટુકાકાની અંતિમ યાત્રા મલાડ સ્થિત તેમના ઘરેથી નીકળી હતી. એમ્બ્યૂલન્સમાં નટુકાકાનો પાર્થિવદેહ સ્મશાનમાં લાવવામાં આવ્યો હતો. સ્મશાનમાં નટુકાકાની બે દીકરી તથા દીકરા આવ્યાં હતાં.

આજે 4 ઓક્ટોબરના રોજ ઘનશ્યામ નાયકને અંતિમ વિદાય આપવામાં આવી. આ સમયે પરિવારનું આક્રંદ પણ જોવા મળ્યું હતું. ઘનશ્યામ નાયકની દીકરી પોતાના પિતાને વિદાય આપતા દરમિયાન તારક મહેતા શોમાં બાઘાનું પાત્ર નિભાવી રહેલા તન્મય વેકરીયાને વળગી અને ધ્રુસકે ધ્રુસકે રડતી જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Newso Bollywood (@newso_bollywood)

નટુકાકાની દીકરીનું આ હૈયાફાટ રુદન જોઈને બાઘાની આંખો પણ આંસુઓથી છલકાઈ ગઈ હતી, આ ઉપરાંત ત્યાં ઉપસ્થિતિ સૌ લોકોની આંખોમાં પણ આંસુઓ આવી ગયા હતા. પરિવારના સભ્યોએ માંડ માંડ નટુકાકાની દીકરીને શાંત કરી હતી. નટુકાકાની અંતિમ યાત્રા દરમિયાન તેમની દીકરીનો કલ્પાંત કોઈનું પણ હૃદય હચમચાવી દે તેવો હતો.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)


નટુકાકાની અંતિમ વિદાયમાં તારક મહેતા ધારાવાહિકની ટીમમાંથી અમિત ભટ્ટ, શ્યામ પારેખ, તન્મય વેકરિયા, દિલીપ જોષી, અસિત મોદી, શરદ સાંકલા આવ્યા હતા. દિલિપિ જોશીએ સ્વામનિરાયણ સંતો સાથે હાજરી આપી હતી, આ ઉપરાંત તમામ કલાકારોએ રડતી આંખે નટુકાકાને અંતિમ વિદાય આપી હતી.

Niraj Patel