નટરાજ પેન્સિલ કંપની લોકોને ઘરે બેઠા બેઠા આપી રહી છે મહિને 30000 કમાવાની તક? હકીકત જાણીને પગ નીચેથી જમીન ખસી જશે
સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે નટરાજ પેન્સિલ કંપની ઘરે બેઠા લોકોને નોકરી આપી રહી છે. વાયરલ પોસ્ટ અનુસાર, નટરાજ કંપની લોકોને પેન્સિલ પેક કરવા દર મહિને 30,000 રૂપિયા સુધીની કમાણી કરાવી શકે છે. નટરાજ પેન્સિલ કંપની વિશેના આ વાયરલ દાવાને ચકાસવા માટે ફેસબુકના સર્ચ વિભાગમાં નટરાજ પેન્સિલ પેકિંગ જોબ સર્ચ કરવામાં આવ્યુ અને જાણવા મળ્યું કે નટરાજ પેન્સિલ કંપનીમાં નોકરીનું વચન આપતા ફેસબુક પર સેંકડો ગ્રુપ છે.
જેમાં ઘણા પેજ છે અને તેમાં હજારો લોકો સામેલ છે. છેલ્લા કેટલાક મહિનાઓથી આ સમાચાર ફેલાવવામાં આવી રહ્યા છે. આ સિવાય ગૂગલ પર નટરાજના નામે બનાવેલી નકલી વેબસાઈટ દ્વારા પણ આવો દાવો કરવામાં આવી રહ્યો છે. 26 મે 2022ના રોજ નટરાજ પેન્સિલ કંપની દ્વારા ફેસબુક પર એક પોસ્ટ કરવામાં આવી હતી. આ પોસ્ટમાં કંપની દ્વારા વીડિયો મેસેજ દ્વારા વાયરલ થયેલા તમામ દાવાઓને નકલી કહેવામાં આવ્યા. આ પેજ પર હાજર નટરાજની સત્તાવાર વેબસાઈટ હિન્દુસ્તાન પેન્સિલ્સ પ્રાઈવેટ લિમિટેડ પણ સર્ચ કરવામાં આવી હતી.
વેબસાઈટ ખોલવા પર, ફેસબુક પર પોસ્ટ કરાયેલો તે વીડિયો મળ્યો, જેમાં વાયરલ દાવો ખોટો છે. 1 મિનિટ 4 સેકન્ડના આ વીડિયોમાં કંપની દ્વારા નોકરીના નામે વાયરલ થયેલા તમામ દાવાઓને ખોટા જણાવવામાં આવ્યા. જણાવી દઈએ કે 22 નવેમ્બરે ન્યૂઝચેકરે મલયાલમ ભાષામાં આ દાવાની ફેક્ટ-ચેક કરી હતી. મીડિયા તપાસમાં સામે આવ્યું કે નટરાજ પેન્સિલ કંપની (હિન્દુસ્તાન પેન્સિલ પ્રાઈવેટ લિમિટેડ)ના નામે ઘરે બેઠા બેઠા નોકરી આપવામાં આવતો હોવાનો દાવો ખોટો છે. આ એક પ્રકારનું કૌભાંડ છે,
જેનાથી લોકોને આર્થિક નુકસાન થઈ શકે છે.ફેસબુક યુઝર અજય કુમારે 30 નવેમ્બરે એક પોસ્ટ કરી હતી. જેમાં લખ્યું હતું કે, ‘હિન્દુસ્તાન નટરાજ પેન્સિલ પેકિંગનું કામ ઘરે ઘરે નોકરીઓથી, મહિલાઓ અને પુરુષોની નોકરીઓ બધા માટે ઉપલબ્ધ છે, ઓલ ઈન્ડિયા જોબ કંપની, ₹30000 પગાર, 15,000 એડવાન્સ સામગ્રી કંપનીના કોલિંગ નંબર, કંપનીના વોટ્સએપ નંબર પર ઉપલબ્ધ થશે.1 જાન્યુઆરી 2022ના રોજ જાગરણ ડોટ કોમ પર પ્રકાશિત એક સમાચારમાં કહેવામાં આવ્યું હતું કે,
‘જો ફેસબુક પર ઘરેથી કામ કરવાની કોઇ જાહેરાત હોય અને તમને થોડા કલાકો કમાવવા માટે હજારો રૂપિયા ચૂકવવાની લાલચ આપવામાં આવે તો સાવચેત રહો, કારણ કે તે તમને છેતરપિંડીના જાળમાં લઈ જઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, ખેડા જિલ્લામાંથી આવી ફ્રોડ પોસ્ટ થકી સ્થાનિક નાગરિકોને નોકરીના નામે ઠગાઈ કરવામાં આવી હોવાની ઘટના સામે આવી હતી, જે બાદ સાયબર સેલે આ ઘટનાની તપાસ કરતા પોસ્ટ ફ્રોડ હોવાનું બહાર આવ્યુ અને નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી.