ખબર

બ્રેકીંગ ન્યુઝ: મોદી સરકાર 25 સપ્ટેમ્બરથી દેશભરમાં પાછું 46 દિવસનું લોકડાઉન લગાવશે? ઓથોરિટીએ આપ્યો આદેશ, જાણો સત્ય

આપણા દેશમાં અત્યારે અનલોક-4 ચાલી રહ્યું છે અને હવે મોદી સરકારે ધીમે ધીમે બધુ ખોલ્યું છે. દેશમાં હાલ કોરોના સંક્રમિતોની સંખ્યા 48 લાખ ઉપર પહોંચી ગઈ છે ત્યારે ઇન્ટરનેટ પર મોદી સરકાર 24 સપ્ટેમ્બરથી દેશભરમાં 46 દિવસનું લોકડાઉન લાદશે તેવો મેસેજ ફરતો થયો છે. નેશનલ ડિઝાસ્ટ મેનેજમેન્ટ ઓથોરિટીએ આ ઓર્ડર આપ્યો હોવાનો દાવો કર્યો છે.

“ભારતમાં રોકેટ ગતિએ વધી રહેલા કોવિડ-19 વાઇરસના કેસો પર કાબુ મેળવવા અને મત્યુદરમાં ઘટાડો કરવા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ આયોજન પંચની સાથે ભારત સરકારને વિંનતી કરી છે અને PM કાર્યાલય તથા ગૃહ મંત્રાલયને 25 સપ્ટેમ્બર, 2020ની મધરાતથી દેશભરમાં 46 દિવસનું કડક લોકડાઉન નાંખવા કહ્યું છે. આ સમયે ભારતમાં ફક્ત જરૂરી સેવાઓ શરૂ રહેશે તેમ પણ મેસેજમાં જણાવામાં આવ્યું છે.”

જો કે એનડીએમ ડિપાર્ટમેન્ટે કહ્યું છે કે આ તથ્યહિન વાત છે. પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરોએ પણ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, ઓર્ડર ફેક છે અને દેશમાં લોકડાઉન લાદવાનું સરકારનું કોઈ પ્લાન નથી.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.