ખબર

શું ફરી વખત દેશમાં લાગુ થઇ શકે છે સંપૂર્ણ લોકડાઉન ? જાણો વિગત

કોરોના : બીજી લહેરનો કહેર, ત્રીજીનો ડર… શું સંપૂર્ણ લોકડાઉન લગાવશે મોદી સરકાર

ભારતમાં કોરોનાની બીજી લહેર ખૂબ જ ઘાતક સાબિત થઇ રહી છે. એવામાં શું ભારત સરકાર  સંપૂર્ણ લોકડાઉન લગાવવા પર વિચાાર કરી રહી છે ? કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આવી કોઇ પણ પ્રકારની સંભાવનાથી ઇનકાર કરવામં આવ્યો છે. નીતિ આયોગના સભ્ય વીકે પોલે બુધવારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યુ કે, નેશનલ લોકડાઉનના ઓપ્શન પર પણ ચર્ચા ચાલી રહી છે.

વીકે પોલનું નિવેદન એટલા માટે અગત્યનું માનવામાં આવી રહ્યું છે, કારણ કે, તેઓ નેશનલ કોવિડ-19 ફોર્સના હેડ છે. જો તેમનું નિવેદનને જોઇએ તો તેમણે કહ્યું હતું કે, તાજેતરની સ્થિતિને લઈને એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. સાથે જ જો પાબંધીઓની વાત કરીએ તો કડક પ્રતિબંધની જરૂર લાગે છે તો હંમેશા ઓપ્શન પર ચર્ચા કરવામાં આવે છે.

બુધવારે પ્રેસ કોન્ફરન્સમાં નીતિ આયોગના સભ્યએ કહ્યું હતું કે, રાજ્ય સરકારોને પહેલા જ સ્થાનિક સ્થિતિના આધાર પર 10 ટકાથી વધુ પોઝિટિવિટી રેટના આધારે પાબંધીઓ લગાવવાની સલાહ આપવામાં આવી છે.

તમને જણાવી દઇએ કે, ભારતમાં જ્યારે કોરોનાની બીજી લહેરે પોતાનો પ્રકોપ બતાવવાનું શરૂ કર્યું ત્યારથી અનેક દિગ્ગજો અને એક્સપર્ટ્સ દ્વારા નેશનલ લોકડાઉન લગાવવાની જાહેરાત કરી હતી. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પણ દેશભરમાં સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવાની માંગણી કરી હતી.

અમેરિકાના ટોપ હેલ્થ એક્સપર્ટ ડો.એંટની ફાઉચી પણ કહી ચૂક્યા છે કે ભારતમાં હાજર સ્થિતિથી નિપટવા માટે તમામ તાકાતને ઝોંક આપવી પડશે. જો લોકડાઉન લાગે છે તો તે ટ્રાંસમિશનની રફતારને રોકશે, એવા સમયે સરકારે તેમની પૂરી તૈયારી કરવી જોઇએ.

હાલ તો દેશ કોરોનાની બીજી ઘાતક લહેરનો સામનો કરી રહ્યો છે અને ઘણા એક્સપર્ટ્સ તો ત્રીજી લહેરની પણ ચેતવણી આપી ચૂક્યા છે. ભારત સરકારના જ પ્રમુખ વૈજ્ઞાાનિક સલાહકારે છેલ્લા દિવસોમાં કહ્યુ હતુ કે, ભારતમાં કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે.