ખબર

ઈસરો વૈજ્ઞાનિકની હત્યાનો મોટો ખુલાસો: જાતીય સંબંધ અને પૈસાને લીધે વૈજ્ઞાનિકને…

થોડા દિવસ પહેલા જ ઇસરોને એક વૈજ્ઞાનિક એસ સુરેશની હત્યા કરવામાં આવી હતી. 56 વર્ષીય સુરેશનો મૃતદેહ 1 ઓક્ટોબરના હૈદરાબાદમાં તેના ફ્લેટમાં મળી આવ્યો હતો. સુરેશ હૈદરાબાદને અમરપ્રીતના અન્નપૂર્ણા ઍપાર્ટમૅન્ટમાં એકલા રહેતા હતા. પોલીસે તેની હત્યાનો કેસ સોલ્વ કરી લીધો છે.

Image Source

પોલીસે હત્યા આરોપમાં એક વ્યક્તિની ધરપકડ કરી છે. આ આરોપીનું નામ જનગમા શ્રીનિવાસ છે તે લેબ ટેક્નિશિયન છે.

પોલીસનો દાવો છે કે ઇસરોના વૈજ્ઞાનિક અને શ્રીનિવાસ વચ્ચે ગે સંબંધ હતા. બંનેની વચ્ચે સેક્સ પેમેન્ટને લઈને ઝગડો થયો હતો અને શ્રીનિવાસે વૈજ્ઞાનિકની હત્યા કરી નખી. પોલિસનું કહેવું છે કે સુરેશ આર્થિક રૂપથી મજબૂત હતો. લેબમાં કામ કરતા કરતા શ્રીનિવાસ સુરેશની નજીક આવ્યા હતો.

Image Source

પોલીસે એપાર્ટમેન્ટમાં આજુ બાજુ પુછપરછ કરી ત્યારે આજુ-બાજુવાળાએ શ્રીનિવાસની ઓળખાણ કરી હતી. 1 ઓક્ટોબરના સુરેશની બોડી મળી હતી તેને માથામાં ઇજાને કારણે તેનું મુત્યુ થયું હતું. ઘરનો દરવાજો બહારથી બંધ હતો. તેમને છેલ્લે જીવિત જોવાવાળો તેના એપાર્ટમેન્ટનો સિકયોરિટી ગાર્ડ હતો.

Image Source

પોલીસનું કહેવું છે કે શ્રીનિવાસએ 30 સપ્ટેમ્બરના એક ચાકુ ખરીદયો હતો. ત્યારબાદ તે રાતે 9:30 વાગ્યે સુરેશને મળવા ગયો હતો. બંને બચ્ચે સેક્સ સંબંધ બન્યા અને પછી શ્રીનિવાસે પૈસાની માંગ કરી અને બંને વચ્ચે આ વાતને લઈએ વિવાદ થતા શ્રીનિવાસે સુરેશની ચાકુ વડે હત્યા કરી નાખી હતી.

પોલીસે શ્રીનિવાસને પકડીને પુછપરછ કરતા તેને પોતાનું ગુનો કબુલ્યો હતો. આ ઉપરાંત પોલીસે ચાકુ, સુરેશની બે વીંટી અને 10 હજાર જપ્ત કર્યા હતા.


જણાવી દઈએ કે, સુરેશ છેલ્લા 20 વર્ષથી હૈદરાબાદમાં રહે છે. તેની પત્ની શહેરમાં કામ કરતી હતી પરંતુ 2005માં તેનું ચેન્નઈમાં ટ્રાન્સફર થઇ ગયું હતું. તેનો દીકરો અમેરિકામાં જયારે દીકરી ચેન્નઈમાં રહે છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.